અંબાજી મંદિર પરિસરમાં રાજસ્થાનના માઇ ભક્તે જણાવ્યું કે મને જેલમાં પૂરી દો પણ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરો*
*અંબાજી મંદિર પરિસરમાં રાજસ્થાનના માઇ ભક્તે જણાવ્યું કે મને જેલમાં પૂરી દો પણ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરો*
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીનીગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી મંદિરમાં આવેલા ભેટ કાઉન્ટર ઉપરથી મોહનથાળ નો પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકતા હતા અને અંબાજી મંદિર ની ઓળખ મોહનથાળના પ્રસાદ તરીકે સ્થાપિત થયેલી હતી. અંબાજી મંદિરમાં 3 માર્ચથી મોહનથાળ નો પ્રસાદ બપોર બાદ બંધ કરવામાં આવ્યો છે, રાજસ્થાન સિરોહી જિલ્લાથી આવેલા માઇ ભક્તે વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે મને જેલમાં પૂરી દો પણ મોહનથાળાનો પ્રસાદ ચાલુ કરો અંબાજી મંદિર ખાતે વર્ષોથી આવતા માઈ ભક્ત ભવાનીશંકર પંડ્યા જ્યારે જ્યારે અંબાજી મંદિર આવતા હતા ત્યારે ત્યારે તેઓ મોહનથાળના પ્રસાદ ના પેકેટો ના પેકેટ લઈ જતા હતા, આજે તેઓ અંબાજી મંદિરમાં 100 કરતાં વધુ પ્રસાદના પેકેટ લેવા આવ્યા હતા ત્યારે તેઓ ભારે દુઃખી થયા હતા અને જણાવ્યું હતું કે મને ચીકીનો પ્રસાદ જોઈતો નથી. ચીકી તો દરેક ગામમાં અને ગલ્લા પર મળે છે. અંબાજી મંદિરમાં હાલમાં ચીકીના વેચાણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભક્તો હજુ પણ મોહનથાળના પ્રસાદની માંગ કરી રહ્યા છે ત્યારે આજે શિરોહી જિલ્લાના થી આવેલા ભવાનીશંકર કાશીરામ પંડ્યાએ જણાવ્યું હતું કે ચારધામમાં પણ પ્રસાદ મળી રહ્યો છે. દેશના ને ગુજરાતના વિવિધ શક્તિપીઠોમાં પણ પ્રસાદ જુની પરંપરા મુજબ મળી રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે કેમ મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે,તે મને સમજાતું નથી. મારી મુખ્ય માગણી એ છે કે ગમે તે હાલતમાં ટ્રસ્ટીઓએ મોહન પ્રસાદ ચાલુ કરવો જોઈએ. મારી મુખ્ય માગણીએ છે કે જેને પણ આ નિર્ણય લીધો છે મોહનથાળ પ્રસાદ બંદ કરવાનો તે નિર્ણય ખોટો છે. તાત્કાલિક ધોરણે અંબાજી મંદિરમાં મોહન પ્રસાદ ચાલુ કરવામાં આવે. અંબાજી મંદિરમાં અલગ અલગ જગ્યાથી આવેલા ભક્તો પણ મોહન થાળનો પ્રસાદ ચાલુ કરવા માટેની માંગ કરતા જોવા મળ્યા હતા.
*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com