અંબાજી મંદિરમાં અમદાવાદ થી આવેલા 250 ભક્તોએ પૂનમે ચીકીનો પ્રસાદ લીધો નહી, પોતાની વાડી થી મોહન થાળ બનાવી મંદીર મા આપ્યો*
અંબાજી મંદિરમાં અમદાવાદ થી આવેલા 250 ભક્તોએ પૂનમે ચીકીનો પ્રસાદ લીધો નહી, પોતાની વાડી થી મોહન થાળ બનાવી મંદીર મા આપ્યો
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં આજે ફાગણ સુદ પૂનમ હોઈ ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં આજે માતાજીની મંગળા આરતી પૂર્ણ થયા બાદ ફૂલોની હોળી પણ મનાવવામાં આવી હતી. આજે અમદાવાદ વટવાથી છેલ્લા 24 વર્ષથી મારી ભક્તો ચાલતા અંબાજી આવે છે અને અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવે છે, આ તમામ માઇ ભક્તોએ જણાવ્યું હતું કે અમે આજે અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ લેવાના નથી.અમદાવાદ વટવાથી છેલ્લા 24 વર્ષથી અઢીસો જેટલા માઈ ભક્તો પગપાળા ચાલતા અંબાજી ખાતે આવતા હોય છે અને અંબાજી આવીને ગબ્બરના દર્શન કરતા હોય છે અને ત્યારબાદ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબા રમતા હોય છે, ગરબા રમ્યા બાદ માતાજીની આરાધના કર્યા બાદ આ તમામ માઈ ભક્તો માતાજીના શિખર ઉપર ધજા ચઢાવે છે અને ત્યારબાદ પ્રસાદ લઈને પોતાના ઘરે જતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં હાલમાં મોહનથાળનો પ્રસાદ બંધ હોવાથી આ તમામ અમદાવાદના સંઘમાં આવેલા માઈ ભક્તોની આસ્થાને ભારે ઠેસ પહોંચી હતી અને તેમને જણાવ્યું હતું કે અમે તમામ સંઘ માં આવેલા ભક્તો અંબાજી મંદિરમાંથી ચીકીનો પ્રસાદ આજે લેવાના નથી અને અમે અમારી વાડીમાં જે મોહનથાળ બનાવ્યો છે તે અંબાજી મંદિરમાં ભક્તોને આપીને અમે અંબાજી મંદિરમાંથી ચીકીનો પ્રસાદ લીધા વિના અમારા વતનમાં જઈશું. છેલ્લા 24 વર્ષમાં અમે જેટલી વખત અંબાજી આવતા હતા ત્યારે અમે મોહનથાળ નો પ્રસાદ લઈને જતા હતા પરંતુ આ વખતે પ્રથમ વખત અમારા સંઘના 250 ભક્તો મોહનથાળ નો પ્રસાદ બંધ હોવાથી ચીકી નો પ્રસાદ લેવાના નથી
*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com