પોસ્ટ્સ

અંબાજી મંદિરમાં અમદાવાદ થી આવેલા 250 ભક્તોએ પૂનમે ચીકીનો પ્રસાદ લીધો નહી, પોતાની વાડી થી મોહન થાળ બનાવી મંદીર મા આપ્યો*

છબી
અંબાજી મંદિરમાં અમદાવાદ થી આવેલા 250 ભક્તોએ પૂનમે ચીકીનો પ્રસાદ લીધો નહી, પોતાની વાડી થી મોહન થાળ બનાવી મંદીર મા આપ્યો શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં આજે ફાગણ સુદ પૂનમ હોઈ ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં આજે માતાજીની મંગળા આરતી પૂર્ણ થયા બાદ ફૂલોની હોળી પણ મનાવવામાં આવી હતી. આજે અમદાવાદ વટવાથી છેલ્લા 24 વર્ષથી મારી ભક્તો ચાલતા અંબાજી આવે છે અને અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવે છે, આ તમામ માઇ ભક્તોએ જણાવ્યું હતું કે અમે આજે અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ લેવાના નથી.અમદાવાદ વટવાથી છેલ્લા 24 વર્ષથી અઢીસો જેટલા માઈ ભક્તો પગપાળા ચાલતા અંબાજી ખાતે આવતા હોય છે અને અંબાજી આવીને ગબ્બરના દ

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ - ૨૦૨૩.અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ. રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે.

છબી
રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ - ૨૦૨૩. અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ.  રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્યકક્ષાના બે દિવસીય આદિજાતિ મહોત્સવનો રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે અરવલ્લી જિલ્લાના ભિલોડાથી પ્રારંભ કરાયો હતો. જેમાં રાજ્યના અલગ અલગ આદિજાતિ જિલ્લાઓમાંથી ભાતિગઢ ડ્રેસ પરિધાન કરીને અલગ અલગ આદિવાસી નૃત્ય અને કલા કૃતિઓ રજુ કરાઇ હતી. અંબાજીથી લઇને ઉમરગામ સુધી વિસ્તરેલી પૂર્વ પટ્ટીના 14 જીલ્લાઓ તથા અન્ય રાજ્યોના સાતસોથી વધુ કલાકારોએ તેમની આગવી નૃત્યશૈલીમાં પારંપરિક વાદ્યોના તાલે એક મંચ ઉપરથી આદિજાતિ સાંસ્કૃતિક લોકનૃત્યની અનોખી પરંપરાની ઝાંખી રજુ કરી હતી. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિનું જતન કરવા માટે અને

અંબાજી મંદિર પરિસરમાં રાજસ્થાનના માઇ ભક્તે જણાવ્યું કે મને જેલમાં પૂરી દો પણ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરો*

છબી
*અંબાજી મંદિર પરિસરમાં રાજસ્થાનના માઇ ભક્તે જણાવ્યું કે મને જેલમાં પૂરી દો પણ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરો*  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીનીગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી મંદિરમાં આવેલા ભેટ કાઉન્ટર ઉપરથી મોહનથાળ નો પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકતા હતા અને અંબાજી મંદિર ની ઓળખ મોહનથાળના પ્રસાદ તરીકે સ્થાપિત થયેલી હતી. અંબાજી મંદિરમાં 3 માર્ચથી મોહનથાળ નો પ્રસાદ બપોર બાદ બંધ કરવામાં આવ્યો છે, રાજસ્થાન સિરોહી જિલ્લાથી આવેલા માઇ ભક્તે વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે મને જેલમાં પૂરી દો પણ મોહનથાળાનો પ્રસાદ ચાલુ કરો અંબાજી મંદિર ખાતે વર્ષોથી આવતા માઈ ભક્ત ભવાનીશંકર પંડ્યા જ્યારે જ્યારે અંબાજી મંદિર આવતા હતા ત્યારે ત્યારે

માન.શિક્ષણમંત્રીશ્રી ર્ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઇ .ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨

છબી
માન.શિક્ષણમંત્રીશ્રી ર્ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ  યોજાઇ . ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહ -પરીક્ષા ૨૦૨૩ ના અનુસંધાને વિડિઓ કોન્ફરન્સ યોજાઇ. આગામી સમયમાં યોજાનાર SSC અને HSC બોર્ડની લાખો વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે . અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા શિક્ષણાઅધિકારી અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ વિડિઓ કોન્ફરન્સમાં જોડાયા.જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા જિલ્લાઓમાં સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાને રાખીને સુચારુરુપે આયોજન કરવામાં આવે. અને ભયમુક્ત વાતાવરણમાં દરેક વિદ્યાર્થી પરીક્ષા આપે તેવા તમામ આયોજન કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી. દરેક વિભાગ દ્વારા પૂર્વઆયોજન કરીને વ્યવસ્થા કરવામાં આવે તેના સૂચનો કરવામાં આવ્યા.ગેરરીતિ અટકાવવા રાજ્યમાં તમામ  પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ કરવામાં આવ્યા છે.અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાના આયોજનની તૈયારીઓન

અરવલ્લી જિલ્લામાં શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બોર્ડની પરીક્ષાના સંદર્ભે બેઠક યોજાઇ .જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

છબી
અરવલ્લી જિલ્લામાં શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બોર્ડની પરીક્ષાના સંદર્ભે બેઠક યોજાઇ . જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં  બેઠક યોજાઈ હતી.  સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાની શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી.બેઠકમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત વાતાવરણ બનાવવા, તેમજ સુચારુરૂપે પરીક્ષા યોજાય તે સહિતની વિવિધ સૂચનાઓ આપવામાં આવી. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી ૧૪ માર્ચથી શરૂ થવાની છે. આ બોર્ડની પરીક્ષામાં જિલ્લાના એકંદરે ૩૩૯૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦માં  ૧૯૭૭૬ વિધાર્થીઓ, ધોરણ -૧૨ (સામાન્ય પ્રવાહ ) ૧૨૨૧૩ વિદ્યાર્થીઓ,ધોરણ -૧૨(વિજ્ઞાન પ્રવાહ ) ૧૯૮૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. તો વળી કેટલાક મુદ્દા અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા શિક્ષણ અધિકારી અને શાળાના સંચાલકોને તેમજ અન્ય વિભાગ  જેવા કે વીજ વિભાગ, આરોગ્ય વિભાગ, બસ સુવિધા તેમજ પોલીસ વિભાગને જર

શ્રી 51 શક્તિપીઠ મહોત્સવ - ચોથો દિવસ*ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા પોલીસ દ્વારા આદ્યશક્તિ માં અંબાને ગાર્ડ ઓફ ઓનર અપાયું'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભાવિક ભક્તો સાથે શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરી*

છબી
શ્રી 51 શક્તિપીઠ મહોત્સવ - ચોથો દિવસ* ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા પોલીસ દ્વારા આદ્યશક્તિ માં અંબાને ગાર્ડ ઓફ ઓનર અપાયું 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં ગૃહ  રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભાવિક ભક્તો સાથે શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરી*     યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સમાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના ચોથા દિવસે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ માં અંબાનો જયકાર કરી માઇભક્તો સાથે  ૫૧ શક્તિપીઠની પરિક્રમામાં સહભાગી બન્યા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આદ્યશક્તિ જગતજનની માં અંબાને બનાસકાંઠા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.  'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'માં પધારેલા શ્રી હર્ષ સંઘવીએ હજારો માઇ ભક્તો સાથે શક્તિ સ્વરૂપા માં જગદંબાની ભક્તિભાવથી પૂજા કરી શક્તિના પ્રતીક સમું ત્રિશુળ માં ના ચરણોમાં અર્પણ કર્યું હતું. શ્રી હર્ષ સંઘવીએ ભક્તિ રંગમાં રંગાઈ હજારો માઇભક્તો સાથે ત્રિશૂળયાત્રા યોજી શ્રી ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી હતી.  મંત્રીશ્રી સા

51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ , ઉદ્યોગ વિભાગ ના કેબિનેટ મંત્રી સાથે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા દીપ પ્રજલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લું મુકાયું*

છબી
*51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ , ઉદ્યોગ વિભાગ ના કેબિનેટ મંત્રી સાથે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા દીપ પ્રજલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લું મુકાયું યાત્રાધામ અંબાજી ખાતે આજે 51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ કરવામાં આવ્યું હતું. તો ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રચલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લુ મુકાયું હતું .તો સાથે સાથે મંત્રી  બલવંતસિંહ રાજપૂત અને સાધુ સંતો સહિત વહીવટી તંત્ર દ્વારા યજ્ઞનું પણ આરંભ કરાયું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં આવેલા માઇ ભક્તો 51 શક્તિપીઠ મહોત્સવ મા જોડાયા હતા. 51 શક્તિપીઠ મહોત્સવ 2023 માં આવેલા મોટી સંખ્યામાં લોકો દ્વારા ૫૧ માં જોડાઈ નાચતા ગાતા દરેક શક્તિપીઠ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.51 શક્તિપીઠ મહોત્સવ 2023 ના પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રશાલન વિધિ, શોભાયાત્રા, ચામર યાત્રા , શક્તિપીઠમાં યજ્ઞ સાથે સાંજે ભજન મંડળી, સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાય છે. તો મોટી સંખ્યામાં આવેલા તમામ લોકો આ 51 શક્તિપ

અંબાજીમાં 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ ઉજવાયો ,51 બટુકોએ સમૂહ જનોઈ અને 7 નવ યુગલોએ સમૂહમાં લગ્ન કર્યા "

છબી
અંબાજીમાં 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ ઉજવાયો ,51 બટુકોએ સમૂહ જનોઈ અને 7 નવ યુગલોએ સમૂહમાં લગ્ન કર્યા "  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિર  ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.પવિત્ર યાત્રાધામ અંબાજીમાં બ્રાહ્મણોની 900 ઘરની વસ્તી ધરાવતું અંબાજી ધામમાં પરશુરામ પરિવાર અંબાજી નગર દ્વારા 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગનોત્સવ આજે ઉજવાઈ ગયો હતો.ગત 10  વર્ષમાં આવા પ્રસંગોની મળેલ સફળતા બાદ આ વખતે 11 મા સમૂહ જનોઈ તથા લગ્નોત્સવનુ આયોજન કરાયું હતુ .આ 11 મા પ્રસંગમાં 51 બટુકોને સમૂહ જનોઈ અને 7 નવ યુગલો પોતાની સફળ જિંદગી માટે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ પ્રસંગે અંબાજી સંસ્

જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગતજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

છબી
જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં આવી. ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામની શ્રીમતી પી.કે.ફણસે વિદ્યાલય ખાતે એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા માદક અને નશીલા પદાર્થો/દ્રવ્યો દ્વારા થતાં નુકસાનો, તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં આવી. વ્યસનથી થતાં નુકસાનો અંગેના બેનરો પ્રદર્શિત કરી રેલી કાઢવામાં આવી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ વી. બિહોલા, સુરક્ષા અધિકારીશ્રી અજીતસિંહ રાઠોડ (સંસ્થાકીય સંભાળ), શાળાના આચાર્યશ્રી જયદીપસિંહ ભાટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવાઈ હતી. આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમના ઇમ્પ્રૂવમેંટ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

છબી
અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવાઈ હતી.    આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમના ઇમ્પ્રૂવમેંટ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.   અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવામા આવી, અને  તેમના દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ-ભિલોડાની મુલાકાત લેતા AFHRC,કિમોથેરાપી સેંન્ટર,એન્ટી રેબીસ ક્લિનિક,MCH વોર્ડ,ઇમરજન્સી વોર્ડ,જેવા તમામ વોર્ડને જરુરી માર્ગદર્શન આપવામા આવેલ તેમજ સરકારશ્રી દ્વારા SRS SYSTEM થી કરવાની થતી કામગીરી અંગે માહિતી મેળવી ડિજિટલ એપ્લીકેશન માધ્યમથી લાભાર્થીઓને યોગ્ય અને ઝડપી રેફરલ સેવાઓ મળી રહે તેની પારદર્શિતા અંગે સૂચનો કરેલ તેમજ જીલ્લાના તમામ CHC અને હાયર સેન્ટર ખાતે રેફરલ સિસ્ટમનું માર્ગદર્શન આપેલ, ભિલોડા તાલુકાનું મુનાઈ પીએચસીના હેલ્થ અને વેલનેસ સેંન્ટર- નરસોલીના મમતા સેસનની મુલાકાત અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યું હતું. જીલ્લા કક્ષાના મંજૂર થયેલ હાલ મોડાસા ખાતે બાંધકામ કાર્યરત છે, તેવી સિવિલ હોસ્પિટલની મુલાકા

દાંતાના વસી ગામમાં છેલ્લા 12 દિવસ થી પાણી ન આવતા મહીલાઓ એ રસ્તા રોકી વિરોધ દર્શાવ્યો હતો*

છબી
*દાંતાના વસી ગામમાં છેલ્લા 12 દિવસ થી પાણી ન આવતા મહીલાઓ એ રસ્તા રોકી વિરોધ દર્શાવ્યો હતો* દાંતા તાલુકામાં પહાડોની વચ્ચે આવેલી વસી ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે અને આજે ગ્રામજનો ગ્રામ પંચાયતમાં જઈને ચીમકી આપવામાં આવી હતી કે સાંજ સુધીમાં પાણી નહીં આવે તો ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવશે તો બીજી તરફ ગામની મહિલાઓ દાંતાથી અંબાજી તરફનો છે માર્ગ છે તે વસી ગામના બસ સ્ટેન્ડ પર માર્ગ રોકીને પાણી આપો, પાણી આપોના નારા લગાવ્યા હતા અને વાહન વ્યવહાર થોડા સમય માટે અહી રોકાઈ ગયો હતો. વશી ગામના સરપંચ પાણીની સમસ્યાનો નિકાલ ન લાવતા ગ્રામજનો લડી લેવાના મૂડમાં આજે જોવા મળ્યા હતા. દાંતા તાલુકામાં પહાડો ની વચ્ચે અંતરિયાળ વિસ્તારમાં આવેલી વશી ગ્રુપ ગ્રામ પંચાયત પણ ફરીથી વિવાદમાં આવી છે અને આ વિવાદમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે આ ગામમાં 400 કરતાં વધુ ઘર આવેલા છે અને વશી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સાત જેટલા અલગ ગામો પણ આવેલા છે,પરંતુ છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા ગ્રામજનો આજે લડાયક મૂડમાં અને ગ્રામ પંચાયતમાં આવીને ઉગ્ર રજૂઆ

અંબાજી મંદિર ના વહીવટદારે પત્ર લખી મંદિરના પોલીસ જવાનો અને સિક્યુરિટી ગાર્ડ ને મંદિર પરિસર મા મોબાઇલ પ્રતિબંધ નો ઓર્ડર કર્યો પણ ઘણા યાત્રાળુઓ મોબાઈલ સાથે જોવા મળ્યા*

છબી
*અંબાજી મંદિર ના વહીવટદારે પત્ર લખી મંદિરના પોલીસ જવાનો અને સિક્યુરિટી ગાર્ડ ને મંદિર પરિસર મા મોબાઇલ  પ્રતિબંધ નો ઓર્ડર કર્યો પણ ઘણા યાત્રાળુઓ મોબાઈલ સાથે જોવા મળ્યા લોકો મોબાઇલ સાથે મંદિર પરિસરમાં પોહોચ્યા કેવી રીતે તે તપાસનો વિષય*     શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવતા માઈ ભક્તો મોબાઈલ અને પર્સ લોકર રૂમમાં જમા કરાવીને મંદિરમાં પ્રવેશ મેળવતા હોય છે ત્યારે 18 જાન્યુઆરીના રોજ અંબાજી મંદિર ના વહીવટદારે લેખીત આદેશ કરીને જણાવ્યું હતુ કે મંદિર પરીસરમાં મોબાઈલ સાથે યાત્રાળુઓ પ્રવેશી શકશે નહીં પરંતુ હ

અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને મોટા ટ્રાફિક દેખાતા નથી!*તેમની હાલમાં નોકરી કયાં બોલે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો

છબી
અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને મોટા ટ્રાફિક દેખાતા નથી!* તેમની હાલમાં નોકરી કયાં બોલે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો    અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી ખાતે દેશ-વિદેશમાંથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે જેમાં મોટાભાગના યાત્રિકો પોતાના ખાનગી વાહનો લઈને અંબાજી આવે છે જ્યારે કેટલાક યાત્રિકો બસ ટ્રેન અને ટ્રાન્સપોર્ટ દ્વારા આવતા હોય છે. અંબાજી બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર પાર્કિંગ કરીને ઉભેલા વાહનો ટ્રાફિકજામ કરી રહ્યા છે ત્યારે અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને આ ટ્રાફિક દેખાતા નથી પરંતુ અંબાજીના જુના બજારમાં શાક લેવા આવતા સ્થાનિક લોકો એક બે મિનિટ માટે રોડ સાઈડમાં ઊભા હોય ત્યારે પ્રકાશ શ્રીમાળીને આ ટ્રાફિક નડી રહ્યું છે.      અંબાજીમાં જગ્યા જગ્યા પર ગેરકાયદેસર પાર્કિંગમાં અને નો પાર્કિંગ ઝોનમાં ઉભેલા વાહનો પોલીસ દ્વારા હટાવવામાં આવતા નથી કે પોલીસ દ્વારા આવા વાહનો સામે ડ્રાઈવ પણ ચલાવવામાં આવતી નથી અને જ્યારે અંબાજીના સ્થાનિક લોકો જ્યારે પોતાના વાહન દ્વારા બજારમાં કોઈ વસ્તુ લેવા માટે ઊભ

યુગ તીર્થ, શાંતિકુંજ હરિદ્વારથી પ્રતિનિધિઓની વિશેષ ટીમ મોડાસામાંયુવા સમાજનો કર્ણધાર: ઉદય કિશોર મિશ્રા જન સમાજમાં માનવીય સદગુણોની જાગૃતિ અને જન સેવાની પ્રવૃતિઓ માટે અથાગ પ્રયત્નશીલ છે

છબી
યુગ તીર્થ, શાંતિકુંજ હરિદ્વારથી પ્રતિનિધિઓની વિશેષ ટીમ મોડાસામાં યુવા સમાજનો કર્ણધાર: ઉદય કિશોર મિશ્રા  જન સમાજમાં માનવીય સદગુણોની જાગૃતિ અને જન સેવાની પ્રવૃતિઓ માટે અથાગ પ્રયત્નશીલ છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર. જેની સ્થાપનાને પાંચમુ વર્ષ ચાલી રહેલ છે.  ત્યારે ૩૧ જાન્યુઆરી,મંગળવારે ગાયત્રી પરિવારની માતૃસંસ્થા શાન્તિકુંજ હરિદ્વારથી જેઓ  સમગ્ર ગુજરાતભરમાં ગાયત્રી પરિવારની તમામ ગતિવિધિઓની જવાબદારી વહન કરી રહેલ છે એવા ગુજરાત ઝોન સમન્વયક આદરણીય ઉદય કિશોર મિશ્રા એક વિશેષ ટીમમાં આદ. તારાચંદ પવાર, આદ. કિર્તનભાઈ દેસાઈ સાથે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પધારેલ. ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ તથા મંત્રી કાન્તિભાઈ ચૌહાણે તિલક ફુલમાલાથી આ ટીમના સદસ્યોનું સ્વાગત કર્યું. ઉદય કિશોર મિશ્રાજીના હસ્તે આરતી પૂજાથી શુભારંભ થયો. ઉપસ્થિત સૌને સંબોધન કરતા તેઓએ કહ્યું પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના માનવમાત્રમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણના સ્વપ્નને સાકાર કરવા મોડાસા ક્ષેત્ર માટે આ ગાયત્રી ચેતના કેન્દ્ર ખૂબ જ ઉત્સાહભેર સરાહનીય પ્રયાસ કર