દાંતાના વસી ગામમાં છેલ્લા 12 દિવસ થી પાણી ન આવતા મહીલાઓ એ રસ્તા રોકી વિરોધ દર્શાવ્યો હતો*

*દાંતાના વસી ગામમાં છેલ્લા 12 દિવસ થી પાણી ન આવતા મહીલાઓ એ રસ્તા રોકી વિરોધ દર્શાવ્યો હતો*
દાંતા તાલુકામાં પહાડોની વચ્ચે આવેલી વસી ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે અને આજે ગ્રામજનો ગ્રામ પંચાયતમાં જઈને ચીમકી આપવામાં આવી હતી કે સાંજ સુધીમાં પાણી નહીં આવે તો ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવશે તો બીજી તરફ ગામની મહિલાઓ દાંતાથી અંબાજી તરફનો છે માર્ગ છે તે વસી ગામના બસ સ્ટેન્ડ પર માર્ગ રોકીને પાણી આપો, પાણી આપોના નારા લગાવ્યા હતા અને વાહન વ્યવહાર થોડા સમય માટે અહી રોકાઈ ગયો હતો. વશી ગામના સરપંચ પાણીની સમસ્યાનો નિકાલ ન લાવતા ગ્રામજનો લડી લેવાના મૂડમાં આજે જોવા મળ્યા હતા.

દાંતા તાલુકામાં પહાડો ની વચ્ચે અંતરિયાળ વિસ્તારમાં આવેલી વશી ગ્રુપ ગ્રામ પંચાયત પણ ફરીથી વિવાદમાં આવી છે અને આ વિવાદમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે આ ગામમાં 400 કરતાં વધુ ઘર આવેલા છે અને વશી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સાત જેટલા અલગ ગામો પણ આવેલા છે,પરંતુ છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા ગ્રામજનો આજે લડાયક મૂડમાં અને ગ્રામ પંચાયતમાં આવીને ઉગ્ર રજૂઆત કરતા જોવા મળ્યા હતા અને ગ્રામ પંચાયતમાં આવીને ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો આજ સાંજ સુધીમાં પાણી નહીં આપવામાં આવે તો અમે ગ્રામ પંચાયતને તાળાબંધી કરીશું. વસી ગામના બે પૂર્વ સરપંચ અને હાલના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં વસી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવ્યા હતા અને પાણીના પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની માંગ કરી હતી તો બીજી તરફ જે હાલના સરપંચ છે તેમને પાણીનો પ્રશ્ન સાંજ સુધીમાં નિકાલ આવી જશે તેવી ખાતરી આપી હતી. દાંતાથી અંબાજી તરફનો જે બીજો માર્ગ છે જે વાયા વસી થઈને અંબાજી જાય છે તે વસી બસ સ્ટેન્ડ પર વસી ગામની મહિલાઓ પાણીના ખાલી વાસણો લઈને રોડ પર ચક્કાજામ કર્યું હતું અને વાહન વ્યવહાર થોડા સમય માટે અહિ રોકાયેલો જોવા મળ્યો હતો મહિલાઓએ જે માંગ કરી હતી કે અમને પાણી આપો, પાણી આપો તેવા નારા બસ સ્ટેન્ડ પર સાંભળવા મળ્યા હતા.15 મુ નાણાપંચ 22- 23 વસી ગ્રુપ ગ્રામ પંચાયત નીચે સાત ગામ આવેલા છે, પરંતુ આ પંચાયતમાં કામ કરતાં કોન્ટ્રાક્ટરોના લીધે આ ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રાન્ટ વશી ગામમાં વાપરવાને બદલે બાજુના દીવડી - 2 ગામમાં જતી રહી છે, જે કારણે ગ્રામજનોને ભારે હેરાનગતિ થઈ રહી છે તેવું પૂર્વ સરપંચ સરદાર ભાઈએ જણાવ્યું હતું.


*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો