અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને મોટા ટ્રાફિક દેખાતા નથી!*તેમની હાલમાં નોકરી કયાં બોલે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો

અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને મોટા ટ્રાફિક દેખાતા નથી!*
તેમની હાલમાં નોકરી કયાં બોલે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો
   અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી ખાતે દેશ-વિદેશમાંથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે જેમાં મોટાભાગના યાત્રિકો પોતાના ખાનગી વાહનો લઈને અંબાજી આવે છે જ્યારે કેટલાક યાત્રિકો બસ ટ્રેન અને ટ્રાન્સપોર્ટ દ્વારા આવતા હોય છે. અંબાજી બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર પાર્કિંગ કરીને ઉભેલા વાહનો ટ્રાફિકજામ કરી રહ્યા છે ત્યારે અંબાજી પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશ શ્રીમાળીને આ ટ્રાફિક દેખાતા નથી પરંતુ અંબાજીના જુના બજારમાં શાક લેવા આવતા સ્થાનિક લોકો એક બે મિનિટ માટે રોડ સાઈડમાં ઊભા હોય ત્યારે પ્રકાશ શ્રીમાળીને આ ટ્રાફિક નડી રહ્યું છે.
     અંબાજીમાં જગ્યા જગ્યા પર ગેરકાયદેસર પાર્કિંગમાં અને નો પાર્કિંગ ઝોનમાં ઉભેલા વાહનો પોલીસ દ્વારા હટાવવામાં આવતા નથી કે પોલીસ દ્વારા આવા વાહનો સામે ડ્રાઈવ પણ ચલાવવામાં આવતી નથી અને જ્યારે અંબાજીના સ્થાનિક લોકો જ્યારે પોતાના વાહન દ્વારા બજારમાં કોઈ વસ્તુ લેવા માટે ઊભા રહે ત્યારે તે વાહનો અંબાજી પોલીસને ટ્રાફિક જામ લાગી રહ્યું છે. પ્રકાશ શ્રીમાળી જે જગ્યા પર ગેરકાયદેસર વાહનો ઉભેલા હોય છે તે ટ્રાફિકના વાહનોની મુલાકાત લે અને તેમની સામે કાર્યવાહી કરે તેવી માંગ અત્યારે તો અંબાજીમાં ઉઠવા પામી છે.

:- અંબાજી પોલીસ આબુરોડની જીપો સામે કાયદેસરની કાર્યવાહી કરે :-
અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા અંબાજીની ખાનગી રીક્ષા ઉપર ગબ્બર નું ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને તે માટે દસ રૂપિયા ભાડા વાળી સ્લીપો તમામ રીક્ષા પર લગાવવામાં આવી છે, ત્યારે અંબાજી થી આબુરોડ વચ્ચે ચાલતી અનેક જીપોના ચાલકો દ્વારા 50 રૂપિયા જેટલુ  અધધ ભાડું લેવામાં આવે છે. અંબાજી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આવા જીપચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અંબાજી થી આબુરોડ નું ભાડું 30 રૂપિયાથી વધુ  રાખવામાં ન આવે અને જે જીપ ચાલકો વધુ ભાડું લે તો તેમની જીપો ઉપર આરટીઓ લાલા કરે તેવી અંબાજી આવતા યાત્રિકો માંગ કરી રહ્યા છે

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો