પોસ્ટ્સ

જેઠ મારવા આવતાં મહિલાએ બાળક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

છબી
જેઠ મારવા આવતાં મહિલાએ બાળક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ ધામમાં વિવિઘ માર્કેટ અને કોમ્પલેક્ષ આવેલા છે ત્યારે આજે બપોરે અંબાજી બસ સ્ટેન્ડ પાછળ આવેલાં બે માળના ગ્રામ પંચાયત કોમ્પલેક્ષ નાં ધાબા પર એક મહિલા પોતાના એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા આવી હતી. મહીલા પોતાના એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા ધાબા ઊપર આવતા ભારે કુતુહુલ સર્જાયું હતું.આ લાઇવ દ્રશ્યો જોઈ લોકોનાં રૂંવાટા ઉભા થઇ ગયા હતા. આસપાસના લોકોએ મહિલાને સમજાવવા ભારે પ્રયાસ કર્યો હતો પરંતુ એક સમય માટે મહીલા પોતાના ફુલ જેવા 1 વર્ષના બાળકને ઉપરથી નીચે લટકાવી દીધો હતો ત્યારે પાસે દુકાન ધરાવતાં એક ભાઈ ઉપર જઇને મહિલાના બાળકને ખેંચી બચાવી લીધો હતો.     ત્યારબાદ આ મહીલા જેનું નામ રજનીબેન સંજયકુમાર દંતાણીછે તેમને પણ ધાબા પર થી નીચે કૂદવાની કોશિષ કરી હતી ત્યારે તે વખતે હાજર એક દુકાનદાર ભાઈએ આ મહિલાને પણ બચાવી લીધી હતી. આ મહિલાનું કહેવું છે કે મારા સસરાનું પાલનપુર ખાતે 15 દીવસ અગાઉં ઓપરેશન કરાવવામાં આવ્યું હતું અને અમે પાલનપુર

દાંતા વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા રાજયના ગૃહમંત્રીને પત્ર લખાયો પત્ર...દાંતા તાલુકાના પોલીસ કર્મીઓને હડાદ થી બદલી કરી દાંતા પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવ્યોદાંતા પોલીસ સ્ટેશનમાં અનેક વાર રજુઆતઓ કરવા છતાં દાંતા પોલીસના પેટનું પાણી પણ ના હલ્યુ...

છબી
દાંતા વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા રાજયના ગૃહમંત્રીને પત્ર લખાયો પત્ર... દાંતા તાલુકાના પોલીસ કર્મીઓને હડાદ થી બદલી કરી દાંતા પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવ્યો દાંતા પોલીસ સ્ટેશનમાં અનેક વાર રજુઆતઓ કરવા છતાં દાંતા પોલીસના પેટનું પાણી પણ ના હલ્યુ... કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી,યાત્રાધામ અંબાજી પણ દાંતા તાલુકામાં આવેલું છે...        ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે.દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છ.દાંતા મોહોબ્તગઢ  ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે.  જાણવા મળ્યા મુજબ દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે.દાંતા વિસ્તારમાં ઓડવાસ,મોહોબ્તગઢ,ભેમાળ વિસ્તારમાં- વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે.આ દુષ

અરવલ્લી જિલ્લામાં ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું.અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાયછે : કલેક્ટરશ્રી

છબી
અરવલ્લી જિલ્લામાં ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાય છે : કલેક્ટરશ્રી  અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કલેક્ટરશ્રી નરેન્દ્ર કુમાર મીના દ્વારા કરવામાં આવ્યું.માર્ગ પર થતા અકસ્માતો અને મૃત્યુના કિસ્સાઓ નિવારવા અને લોકોને એ બાબતે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો/અભિયાન ચલાવવામાં આવે છે. આવુ જ એક અભિયાન માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ ૧૧ જાન્યુઆરી થી શરૂ કરવામાં આવ્યું.માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલવવા માટેનો સપ્તાહ. ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે. કલેક્ટરશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાક લ

ગંગા સ્વરૂપા મહિલાઓના પુનઃ લગ્ન માટે અરવલ્લી જિલ્લા તંત્રની કવાયત.

છબી
ગંગા સ્વરૂપા મહિલાઓના પુનઃ લગ્ન માટે અરવલ્લી જિલ્લા તંત્રની કવાયત. ગંગા સ્વરૂપા મહિલાઓને  પુન:લગ્ર પરત્વે સામાજિક પરિવર્તન આવે તેમજ પુન: લગ્રનો સમાજ દ્રારા સાહજિક પણે સ્વીકાર થાય, તથા દરજ્જા અને ભુમિકાના વિભિન્ન આયામોમાં વ્યવહારિક  પરિવર્તન સુનિશ્ચિત થાય તેમજ સમાજમાં ગંગા સ્વરૂપા મહિલાઓને  પુન:લગ્રનો સ્વીકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્રારા ‘ગગા સ્વરૂપા પુન:લગ્ર આર્થિક સહાય યોજન અમલમાં મુકવામા આવી છે. ગંગા સ્વરૂપા પુન :લગ્ર આર્થિક સહાય યોજનામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ પુન:લગ્ન કરે છે તો તેઓને યોજના અંતર્ગત રૂ.૨૫.૦૦૦/-ની આર્થિક સહાય પુન :લગ્ર કરનાર ગંગા સ્વરૂપા મહિલાના ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવે છે તેમજ રૂ.૨૫.૦૦૦/-ની રકમના રાસ્ટ્રીય બચત પત્રો {NSC}  એમ કુલ રૂ.૫૦.૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. અરવલ્લી જીલ્લામાં ૬ ગંગા સ્વરૂપા બહેનોએ આ યોજનાનો લાભ મેળવેલ છે. યોજનાનો લાભ લેવા ઇચ્છુક પાત્રતા ઘરાવતા લાભાર્થિઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,A/S/18, બીજો માળ, જિલ્લા સેવા સદન, મોડાસા, અરવલ્લીનો સંપર્ક ક

રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવા બાયડ નગરપાલિકા તંત્ર એક્શનમાં.

છબી
રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવા બાયડ નગરપાલિકા તંત્ર એક્શનમાં. અરવલ્લી જિલ્લાના બાયાડ નગરપાલિકા વિસ્તારમાં રખડતાં ઢોર અંગે ફરિયાદ મળતાં તંત્રએ કાર્યવાહી શરૂ કરી. નગરપાલિકા ચીફ ઓફિસરે આ અંગે કાર્યવાહી કરવા આદેશ કર્યો. આદેશ બાદ બાયાડ નગર પાલિકા વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી. આ કામગીરી દરમિયાન ૧૦ ગાય અને ૧૦ આખલાને પકડી પાડવામાં આવ્યા છે. આ પશુધનને નરોડા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. તંત્રની કામગીરીથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે.  બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

દાંતા તાલુકાના ગ્રામજનો ધરોઈ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારને લઈને લડી લેવાના મૂડમાં*

છબી
દાંતા તાલુકાના ગ્રામજનો ધરોઈ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારને લઈને લડી લેવાના મૂડમાં બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો સરહદી અને અંતરિયાળ જીલ્લો તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે આ તાલુકાઓમાં દાંતા તાલુકો અતિ પછાત અને અંતરિયાળ અને પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ધરોઈ ડેમમાંથી દાતા તાલુકાના લોકોને પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ધરોઈ ડેમ થી પાઇપલાઇન દ્વારા પાણી મોકલવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, આ કામ શરૂ થયું ત્યારથી વિવિધ ગામના લોકો દ્વારા આ યોજનાના કામને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા. દાતા તાલુકામાં જગતાપુરા અને નાનાસડા ગામમાં પણ પાઇપલાઇન ના કામમાં ભ્રષ્ટાચારને લઈને ગામના પૂર્વ સરપંચ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલી પાઇપની પ્રોટેક્શન દીવાલને લઈને ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ

અંબાજી પોલીસે માત્ર 3 ચોર જ પકડયા, બાકીના ચોરીઓના ભેદ બાકી*

છબી
અંબાજી પોલીસે માત્ર 3 ચોર જ પકડયા, બાકીના ચોરીઓના ભેદ બાકી શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.અંબાજી ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે માટે પોલીસ સ્ટેશન આવેલુ છે. અંબાજી ખાતે જ્યારથી પીઆઇ ધવલ પટેલ આવ્યા છે ત્યારથી ચોરીઓની ઘટનામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 3-4 મહિનામાં અંબાજી ખાતે ચોરીઓની ઘટનાઓમાં વધારો થયો છે જેમાં બાઇકો ચોરાવાની ઘટનામાં વધારો થયો છે.     અંબાજી ખાતે ટાઉન અને બીટ વિસ્તારમા ચોરીઓની ઘટનાઓમાં પણ વધારો થયો છે.અંબાજી પોલીસે હજુ સુધી જૂની ચોરીઓની કોઈજ કાર્યવાહી કરી નથી જે કારણે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.અંબાજી ખાતે થયેલી તમામ ચોરીઓના ચોર પકડાય તેવી માંગ પણ ઉઠી છે.અંબાજી પોલીસે માત્ર પોષી પુનમે 3 ચોર પકડી સંતોષ લીધો હતો.અંબાજી પોલીસ દ્વારા ગ્રામજનો સાથે ઘણાં સમયથી લોક દરબાર યોજયો નથી. *રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ,મેઘરજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારાવિધાર્થી બહેનો માટે ‘સ્વ રક્ષણ તાલીમ ’નું આયોજન

છબી
એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ,મેઘરજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારાવિધાર્થી બહેનો માટે ‘સ્વ રક્ષણ તાલીમ ’નું આયોજન ઉપરોક્ત વિષય અન્વયે તાજેતરમાં અત્રેની શાળા એક્લ્વ્ય મોડેલ રેસિડેનિયલ સ્કુલ,મેઘરજ ખાતે તા.04/01/2023 ના રોજ જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરી,અરવલ્લી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શાળાની બહેનો માટે ‘સ્વ રક્ષણ તાલીમ’ માટે 10 દિવસની તાલીમ શરૂ કરવામાં આવી. જેમાં કાર્યક્રમ ના ઉદ્દગાટનમાં શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વી.ડી.વાઘેલા સાહેબ,સ્વ રક્ષણ તાલીમ એકેડમીના હેડ જુજારસિંહ વાઘેલા શાળાના આચાર્યશ્રી ગઢવી પરેશકુમાર તથા સ્ટાફ મિત્રોએ હાજરી આપી હતી. આજ થી શરૂ થતો 10 દિવસની તાલીમ દરમ્યાન બાળકોને પંચીગ,બ્લોકિંગ,જુડો –કરાટે ફાઇટ કરાટે જેવી પાયાની સ્વ રક્ષણ તાલીમ આપવામાં આવશે.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઇઃ પોષી પૂનમે લાખો માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી*

છબી
શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઇઃ પોષી પૂનમે લાખો માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અંબાજી મંદિરના ચાચર ચોકમાં વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્માએ મહાશક્તિ યજ્ઞનો શુભારંભ કરાવ્યોઃ મહાશક્તિ યજ્ઞમાં ૬૧ જેટલાં યજમાનો જોડાયા* *અંબાજીમાં હાથીની અંબાડી પર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળીઃ બુંદી અને સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું*   પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે જગતજનની માં અંબાના પ્રાગટ્યોત્સવ- પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂનમ એ માં આંબાનો પ્રાગટય દિવસ હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા- જ્યોતયાત્રા, મહાશક્તિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં દાંતા પ્રાંત અધિકારી અને મંદિરના વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્માએ માતાજીની પૂજા કરીને મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહાશક્તિ યજ્ઞમાં ૬૧ જેટલાં યજમાનો જોડાઇને યજ્ઞમાં આહૂતિ આપી હતી.             ત્યાર

ડીસા ની માતા શેરી ખાતે માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતિ નિમિત્તે ૪૫૦/- કિલો ઉંધીયું અને ૭૧/- કિલો શીરાની પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું*

છબી
*ડીસા ની માતા શેરી ખાતે માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતિ નિમિત્તે ૪૫૦/- કિલો ઉંધીયું અને ૭૧/- કિલો શીરાની પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડીસા શહેરમાં લેખરાજ ચાર રસ્તા પાસે આવેલ માતાશેરી વિસ્તારમાં માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાવતી અને માં જગતજનની જગદંબાના પ્રાગટ્ય પ્રસંગે ૪૫૦/- કિલો ઊંધિયું અને ૭૧/- કિલો શીરાના પ્રસાદ નું ભાવિ ભક્તો દ્વારા તેમજ મંદિરના પૂજારી શ્રી કૌશિકભાઇ રાવલ દ્વારા આજરોજ તારીખ ૬-૧-૨૦૨૩ ને શુક્રવારના રોજ જગતજનની માં અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પોષી પૂનમની ધામધૂમથી ઉજવવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે ભાવિક ભક્તોને દર્શન તેમજ પ્રસાદનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લાભ લીધો હતો તેમજ ડીસા ના વેપારી શ્રી હિતેશભાઈ ગોરધનદાસ હેરૂવાલા  દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે માં અંબાના પ્રાગટ્ય દીને નિમિત્તે મોટી કેક કાપીને માં અંબા બહુચરના મંદિરે ભાવિકો ભક્તોને પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું આમ માં અંબા બહુચરના પોષી પૂનમ ના દિવસે ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવીને દર્શન તેમજ પ્રસાદનો લાભ શાંતિ થી લીધો હતો આ પ્રસંગે ડીસા નાં

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીરાજ્યના યાત્રાધામોમાં રૂ ૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે

છબી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી રાજ્યના યાત્રાધામોમાં રૂ ૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે અંબાજી-દ્વારકા-પાવાગઢ-બહુચરાજી-માતાનો મઢ-માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થસ્થાનોનો સર્વગ્રાહી વિકાસ થશે*  * માતૃતર્પણ ભૂમિ સિદ્ધપૂર તીર્થ ક્ષેત્ર તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પવિત્ર આસ્થા-શ્રદ્ધા સ્થાનોના સર્વાંગી વિકાસ માટે નાણાં વ્યવસ્થાપન સુનિશ્ચિત કરાશે* * રાજ્યના ૩૪૯ ધાર્મિક-યાત્રા સ્થાનોમાં સોલાર એનર્જી સિસ્ટમ કાર્યરત થતાં વાર્ષિક ૩ કરોડ રૂપિયાની વીજ બચત* * અંબાજી શક્તિપીઠ ખાતે એકાવન શક્તિપીઠ ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ ઉજવાશે* * ૮ પવિત્ર યાત્રાધામોમાં 24x7 હાઇ એન્ડ સ્વછતા જાળવણી માટે રૂ. ૧૭ કરોડનું બજેટ ફાળવાયુ છે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.  ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ પવિત્ર યાત્રાધામ, ર૮ અ

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આઠમું વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ માનનીય શ્રી કુબેરભાઈ ડીંડોર આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યુ.

છબી
અરવલ્લી જિલ્લાનું આઠમું વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ શુભારંભ. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આઠમું વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩  માનનીય શ્રી કુબેરભાઈ ડીંડોર આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યુ. મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે,નવું સંશોધન કરવા તરફ વિદ્યાર્થીઓ પ્રેરાય છે અને ખુબજ આગળ વધે તેના માટે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ ખુબજ સુંદર પ્રયત્નો કરે છે. આજે અનેક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ જેમાં દીકરી અને દીકરાઓ નામ રોશન કરી રહ્યા છે. અને તેના માટે ખુબજ મેહનત થઈ રહી છે.ભારત દેશ ઋષિ મુનિયોના સમયથી શિક્ષા પ્રદાન કરવામાં મોખરે રહ્યો છે. આજે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં શિક્ષણ લેવા પ્રેરિત થયાં છે.રાજ્યના બાળકોને નવી નવી રીતથી નવા આયામો સર કરવાનાં છે જેના માટે દરેક પ્રકારની પ્રવૃત્તિઓ માટે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે.શાળાના વિદ્યાર્થીઓ મ્યુઝિયમ અને ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈને નવું જાણે અને શીખે. માનનીયશ્રી વડાપ્રધાન દ્વારા શિક્ષણને ખુબજ મહત્વ આપીને રાષ્ટ્ર અને સમાજને એક ભેંટ આપી

ચિખલા ખાતે ગેર કાયદેસર દરવાજો વન વિભાગની જગ્યામાં બન્યો, વન વિભાગ મૌન!

છબી
ચિખલા ખાતે ગેર કાયદેસર દરવાજો વન વિભાગની જગ્યામાં બન્યો, વન વિભાગ મૌન!     ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ આવેલા છે,જેમાં સૌથી મોટો સરહદી જિલ્લો કચ્છ બાદ બનાસકાંઠા જિલ્લો આવે છે આ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં સૌથી પછાત અને અંતરીયાળ તાલુકો દાંતા તાલુકો રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર પહાડો માં આવેલો છે. દાતા તાલુકામાં સરકારી કામો માત્ર કાગળ પર ચાલી રહ્યા છે અને આ કારણે આ તાલુકામાં ભૂતકાળમાં ઘણા બધા ભ્રષ્ટાચાર થયા છે. ગુજરાત રાજ્યના આ તાલુકામાં શિક્ષણ વિભાગ, વન વિભાગ અને વહીવટી કામોમાં મોટા પાયે ગેરરિતી થયેલી છે.દાંતા તાલુકામાં વન વિભાગમા પણ ભ્રષ્ટાચાર આચરવામાં ઘણું જ આગળ નીકળી ગયું છે. દાંતા તાલુકામાં વન વિભાગ ની જગ્યા ઉપર ઘણા બધા દબાણો થયેલા છે,પરંતુ વન વિભાગ ઘોર નિંદ્રામાં ઉંઘી ગયુ હોઈ કોઈ દબાણ હટાવતું નથી અને આ જગ્યા ખુલ્લી કરાવતુ નથી અને આ કારણે દાંતા તાલુકામાં જંગલની જગ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે જેના કારણે જંગલમાં રહેતા જંગલી જાનવરોને પણ પારાવાર મુશ્કેલી નડી રહી છે.      દાંતા તાલુકામાં અંબાજી થી ખેડબ્રહ્મા માર્ગ પર ચીખલા ગામ આવેલું છે આ ગામમાં તિરુપતિ માર્બલ

અરવલ્લી જિલ્લામાં તમામ બાગાયતદાર ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

છબી
અરવલ્લી જિલ્લામાં તમામ બાગાયતદાર ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.                     આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી, અરવલ્લી દ્વારા મેઘરજ તાલુકાના લીંબોદરા (રામગઢી) ગામ ખાતે  મહિલાઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના અંતર્ગત માહિલાઓને પાંચ દિવસીય તાલીમ આપવામાં આવી. તાલીમમાં કુલ- ૭૬ મહિલાઓને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે તેમાંથી બનતા વિવિધ અથાણા, ચટણી, મુરબ્બા, કેન્ડી, જામ, જેલી, સ્ક્વોશ, શરબતો, ડ્રાય પ્રોડકટો જેવી બનાવટોની પ્રેક્ટિકલ સાથે તાલીમ આપવામાં આવી.. તાલીમ દરમ્યાન તાલીમાર્થી મહિલાઓને ગૃહ ઉદ્યોગ  સ્થાપી શકે તે માટે ગોપાલ સ્નેક્સ પ્રા. લી. ધનસુરા ખાતે એક દિવસીય સફળ એકમની મુલાકાત તથા નિદર્શન યોજવામાં આવ્યું હતું.. તાલીમ પૂર્ણ થતાં નાયબ બાગાયત નિયામકશ્રી, ભાવિકભાઈ કરપટિયા તથા જે.આર.દેસાઈ, બાગાયત અધિકારી મેઘરજના હસ્તે મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણની માર્ગદર્શિકા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.    તાલીમનું આયોજન અને સંકલન બાગાયત નિરીક્ષક જે.પી. સોલંકી, માસ્

વિદેશી દારૂ બંધ કરવા ફરી દાંતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવીદારૂ બંધ નહીં કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ગ્રુહ મંત્રીને રજુઆત કરવામાં આવશે

છબી
વિદેશી દારૂ બંધ કરવા ફરી દાંતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી દારૂ બંધ નહીં કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ગ્રુહ મંત્રીને રજુઆત કરવામાં આવશે દારૂનુ અડ્ડાઓ બાબતે અગાઉ પણ લેખિત આપવામાં આવી આવી હતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી, યાત્રાધામ અંબાજી પણ આજ તાલુકામાં આવેલું છે દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે. દાંતા મોહોબ્તગઢ ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીમાં લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ  દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે. દાંતા વિસ્તારમાં ઓડવાસ મોહોબતદગઢ ભેમાળ વિસ્તારમાં-વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે. આ દુષણથી સ્થાનિક લોકો પરેશાનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ ગોરખ ધંધા પોલીસ તંત્રને

અરવલ્લી જિલ્લા ખાતે સુસાશન સપ્તાહની ઉજવણી. ગુજરાત સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ 25 ડિસેમ્બરથી સુસાશન સપ્તાહની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

છબી
અરવલ્લી જિલ્લા ખાતે સુસાશન સપ્તાહની ઉજવણી.  ગુજરાત સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ 25 ડિસેમ્બરથી સુસાશન સપ્તાહની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી  ર્ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા કાર્યક્રમની શરૂયાત કરાવતા તમામનું સ્વાગત કર્યું હતું.અને સુસાશન સપ્તાહનું મહત્વ સમજાવ્યું. સરકાર અને જનતા વચ્ચે કામગીરીનો સુંદર સમન્વય સર્જાય તેવી વડાપ્રધાનશ્રીની મુહિમ થકી આ સુસાશન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં મારાં અનુભવ મુજબ ખુબજ સારો સપોર્ટ જિલ્લાની જનતાનો મળી રહ્યો છે. દરેક અધિકારીઓ ફિલ્ડમાં જઈને લોકોમાં પ્રશ્નો સાંભળે છે. અને સારામાં સારી કામગીરી કરી રહ્યા છે. રાજ્યસરકાર ના માર્ગદર્શન પ્રમાણે કામગીરી સરળ બને તે માટે અરવલ્લી ટિમ કટીબદ્ધ છે.સરકારમાં આવ્યા પછી નવા નવા અનુભવો થકી બદલાવ આવે છે.હવે ટેકનોલોજીથી કામગીરી કરવાની રીત બદલાઈ છે અને સરળ પણ બની છે. ઓનલાઇન સિસ્ટમ થવાથી પારદર્શિતા જળવાઈ છે.આપણા જિલ્લામાં ખુબજ કામગીરી થાય છે. પરંતુ

દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે.

છબી
દાંતામા વિદેશી દારૂની બોટલો નજરે ચડી રહી છે દારૂનુ અડ્ડાઓ બાબતે અગાઉ પણ લેખિત આપવામાં આવી ચુક્યુ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી, યાત્રાધામ અંબાજી પણ આજ તાલુકામાં આવેલું છે દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે. દાંતા મોહોબ્તગઢ ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીમાં લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ  દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે. દાંતા વિસ્તારમાં ઓડવાસ મોહોબતદગઢ ભેમાળ વિસ્તારમાં-વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે. આ દુષણથી સ્થાનિક લોકો પરેશાનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ ગોરખ ધંધા પોલીસ તંત્રને દેખાતા નથી પોલીસ આંખો આડા કાન કરી રહ્યું છે. દાંતા વિસ્તારમાં દારૂના દુષણને ડામવા પ

અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લીધી હતી

છબી
અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે  આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લીધી હતી  અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે  આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનના મુલાકાત  ગુજરાત સરકારના રાજયકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા ,સામાજિક  ન્યાય અધિકારીતા મંત્રીશ્રી  ભીખુસિંહ પરમારે ગોડાઉનની મુલાકાત લઇ ગોડાઉનમાં ઉપલબ્ધ  અનાજ જથ્થા ની તેમજ ગુણવત્તાની ચકાસણી કરી હતી. અને મંત્રીશ્રીએ અધિકારીશ્રીએ સાથે સર્ચા વિચારણા કરી  જરૂરી માર્ગદર્શન   આપ્યુ  હતુ.  મંત્રીશ્રીના સાથે જિલ્લા  પુરવઠા  અધિકારીશ્રી , પુરવઠા મામલદારશ્રી ગોડાઉન  મેનેજર વગેરે ઉપસ્થિત રહયા હતા.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.