પોસ્ટ્સ

અધિક નિવાસી કલેકટરશ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ અંગે સમિક્ષા બેઠક યોજાઈ.

છબી
અધિક નિવાસી કલેકટરશ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ અંગે સમિક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી એ જણાવ્યું કે, જિલ્લાના વિકાસલક્ષી કામોના ખાતમુર્હૂત અને લોકાર્પણ માટે આ કાર્યક્રમ યોજાશે. મોડાસાના ભામાશા હૉલ ખાતે તા.21 ઓકટોબરથી સવારે 10 કલાકથી 12 કલાક સુધી આ કાર્યક્રમ યોજાનાર છે. માનનીય મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અઘ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં અંદાજિત 7.44 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આજની બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજની બેઠકમાં જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેશ કુચારા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જિલ્લામાં  દબાણ, માર્ગ વિકાસ, અન્ન પુરવઠા, ભૂગર્ભ ગટરલાઇન, આરોગ્ય, બસ વ્યવસ્થા, શિક્ષણને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લામાં યોજાતા સેવાસેતું કાર્યક્રમ, PMJAY કાર્ડ વિતરણ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી એન. ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેશ કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત ર

અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળા અંગે જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ.

છબી
અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળા અંગે જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ. આગામી તારીખ 14-15 ઓક્ટોબર 2022 દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તબક્કાવાર અમલીકરણ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આજે આ સંદર્ભમાં બેઠકમાં આખરી ઓપ આપવા માટે જિલ્લાના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.  જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મોડાસા ઇજનેરી કોલેજ ખાતે યોજાશે અને તેમાં અંદાજે 5 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે અને વિવિધ વિભાગોની અમલી યોજનાઓની સહાય કીટ વિવિધ વિભાગોના સ્ટોલ ઊભા કરવામાં આવશે જેનો લાભ લોકો સરળતાથી લઈ શકે તે પ્રકારનું આયોજન અને અમલવારી કરવા બેઠકમાં જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી એ તાલુકા કક્ષાના અધિકારીઓની સંકલન બેઠક યોજીને જે તે વિભાગમાંથી સ્ટેજ પરના લાભાર્થીને આપવાની કીટ સહાય તથા તેમને મેળાના સ્થળે હાજર રાખવા જણાવ્યું હતું અને જે લોકોની એન્ટ્રીઓ બાકી છે તે ઝડપથી પૂર્ણ કરી લાભાર્થી ઓળખ કરી લે, મળવાપાત્ર સહાય અને કીટ પણ જે તે એજન્સી પાસેથી મંગાવી તેન
છબી

40 વિચરતી વિમુક્ત જાતિના ઉધ્ધાર અને વિકાસ માટે વિચરતી વિમુક્ત જાતિના તમામ આગેવાનો અને વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને 27 ટકામાંથી 11 અનામત આપવામાં આવે તો વિચરતા સમુદાયમાં શિક્ષણ દ્વારા જીવનમાં સુખ-સુવિધાઓમાં બદલાવ આવી શકે તેમ છે

છબી
40 વિચરતી વિમુક્ત જાતિના ઉધ્ધાર અને વિકાસ માટે વિચરતી વિમુક્ત જાતિના તમામ આગેવાનો અને વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને 27 ટકામાંથી 11 અનામત આપવામાં આવે તો વિચરતા સમુદાયમાં શિક્ષણ દ્વારા જીવનમાં સુખ-સુવિધાઓમાં બદલાવ આવી શકે તેમ છે અને ઘર વિહોણા લોકોને તાત્કાલિક ધોરણે પ્લોટ તથા પાકાં મકાનોમાં મળતી સહાય એક લાખ ત્રીસ હજારને વધારીને આપવામાં આવે ટૂંકમાં કહીએ તો ભારતીય જનતા પાર્ટીએ સુખાકારી યોજનાઓ જાહેર કરેલી છે તેનો લાભ સરળતાથી વિચરતી વિમુક્ત જાતિને મળી રહે આવી અનેક રજૂઆતો વિચરતી વિમુક્ત જાતિના આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે બાહેધરી પણ આપી છે કે જેમ બને તેમ જલદી વિચરતી વિમુક્ત જાતિના લોકોને પડતી તકલીફો તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવશે, બ્યુરો રિપોર્ટ PHN NEWS 

તમામ યુવાનોને ગોહિલ સાહેબના જય માતાજી 🚩આપણે ક્ષત્રિય અને આપણે શસ્ત્ર પુજન કરવું ખુબજ જરુંરી છે અને આપણે કરવું જ જોઈએ કારણ આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે આપણી વ્રુતિ પણ ક્ષત્રિય છે આ શસ્ત્ર પૂજન વિધિમાં જોડાયેલાં આપણા ધુમ્મડ ગામના તેમજ સલ્લા કે અન્ય ગામના તમામ યુવાનોને ફરી ફરી હ્રદય

છબી
🙏તમામ યુવાનોને ગોહિલ સાહેબના જય માતાજી 🚩આપણે ક્ષત્રિય અને આપણે શસ્ત્ર પુજન કરવું  ખુબજ જરુંરી છે અને આપણે કરવું જ જોઈએ કારણ આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે આપણી વ્રુતિ પણ ક્ષત્રિય છે આ શસ્ત્ર પૂજન વિધિમાં જોડાયેલાં આપણા ધુમ્મડ ગામના તેમજ સલ્લા કે અન્ય ગામના તમામ યુવાનોને ફરી ફરી હ્રદય પૂવઁકના નમસ્કાર 🙏🙏🙏         🙏 આ સાથે થોડી અરજ🙏🙏🙏છે કે જો આપણે ક્ષત્રિય  છીએ તો આપણે આપણા પોતાનામાં જે વ્યશન રૂપી આપણા માટે  આપણા સમાજ માટે ખુબજ  નુકશાન કતાઁ છે શું કોઈ દિવસ કોઈ પોતાના દુશ્મનોને  સાથે રાખતાં હોય છે શું આ કલ્પનામાં પણ શક્ય છે ખરી ? એમાય આપણે તો ક્ષત્રિય ઠાકોર હોઈએ તો તો અશક્ય અને અસંભવ જ છે તો આજના દિવસે આપણે શસ્ત્ર પૂજન કરનારા એવા આપણા ગામનાં તેમજ અન્ય ગામનાં આપના સાથી મિત્રો ને જાણાવશો એક વધારે સંકલ્પ કરી કે હું અને મારો પરિવાર મારું ગામ મારો ક્ષત્રિય ઠાકોર સમાજને વ્યશન મુક્ત બનાવીને સમાજને સદ્ વિચારો તરફ વાળવા પ્રયત્ન કરીશ જેમકે મારો ક્ષત્રિય ઠાકોર સમાજ શિક્ષિત અને અભ્યાસું બનાવવાના પણ પ્રયત્ન કરી હું સંકલ્પ કરું છું કે મારો ક્ષત્રિય  ઠાકોર

અરવલ્લી. શામળાજી શીતકેન્દ્ર માં મોટો અજગર આવી જતા શામળાજી વન વિભાગના વન કર્મીઓ ને શીતકેન્દ્ર ના કર્મચારીઓ ની મદદરૂપ થતાં વિશાળ કાય અજગરને પકડી લીધો હતો.

છબી
અરવલ્લી.                         શામળાજી શીતકેન્દ્ર માં મોટો અજગર આવી જતા શામળાજી વન વિભાગના વન કર્મીઓ ને  શીતકેન્દ્ર ના કર્મચારીઓ ની મદદરૂપ  થતાં વિશાળ કાય અજગરને પકડી લીધો હતો. શામળાજી વિસ્તારોમાં અચાનક ગત રોજ એકાએક પવન સાથે વરસાદી માહોલમાં સાબરડેરી સંચાલિત શામળાજી આશ્રમ ખાતે આવેલ શીતકેન્દ્ર માં મોટો વિશાળકાય અજગર આવી જતા શીતકેન્દ્ર ના કર્મચારીઓ તેમજ લેબર સ્ટાફ ના મંજૂરો અને મેઘરજ મોડાસા ભીલોડા તાલુકામાં થી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઓમાંથી કલેક્શન કરી દૂધ લાવતા ટ્રકો ના ડ્રાયવરો કંડકટર માં ફફડાટ વ્યાપી ગયો હતો . ત્યારે શામળાજી વન વિભાગના આર એફ ઓ વિજયભાઈ ચૌધરી અને સામાજિક વનીકરણ વિસ્તાર ના ડી એફ ઓ એસ ડી પટેલ ને રાત્રી ના સમયે એક જાગૃત નાગરિકે જાણ કરતા બંને અધિકારીઓ એ તેમની રેસ્ક્યુ ટીમ ને શીતકેન્દ્ર ખાતે મોકલતા એક કલાક થી વધુ સમય ભારે જહેમત બાદ અજગરને શીતકેન્દ્ર કર્મચારીઓ ની મદદ કરતા પકડી લીધો હતો અને વન વિભાગના કર્મચારીઓ એ અજગર ને સમાલત પકડી લેતા કર્મચારીઓ અને તમામ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. અને ભયથી મુક્ત થયા હતા.   વન વિભાગના અધિકારીઓ અને કર્મચ

અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો : જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કર્યું શસ્ત્ર પૂજન.

છબી
અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો : જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કર્યું શસ્ત્ર પૂજન. અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં પણ આજે વિજયાદશમીના પર્વને અનુલક્ષીને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, અને પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવીને પોલીસ અધિકારીઓની હાજરીમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં વિજયાદશમીના પર્વને અનુલક્ષીને પ્રતિવર્ષની પરંપરા અનુસાર પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા જુદા જુદા શસ્ત્રોને ગોઠવવામાં આવ્યા હતા, અને તેની પૂજા વિધિ કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા જુદા જુદા પોલીસ અધિકારીઓ પૂજા વિધિમાં જોડાયા હતા, અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પછી શસ્ત્રોનું પૂજન કર્યું હતું. પોલીસ બેડામાં વાહનની પણ મદદ લેવામાં આવે છે, જેથી શસ્ત્રપૂજનના કાર્યક્રમની સાથે સાથે વાહનનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
છબી
છબી
 
છબી

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના કુલ ૦૬ લાભાર્થીઓના આવાસ પરથી લાઈવ જીવંત પ્રસારણ અંબાજી ખાતે કરવામાં આવ્યું.

છબી
અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના કુલ ૦૬ લાભાર્થીઓના આવાસ પરથી લાઈવ જીવંત પ્રસારણ અંબાજી ખાતે કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસમાં ગૃહપ્રવેશ / લોકાર્પણ કરવામાં આવ્યા. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે તારીખ ૩૦-૦૯-૨૦૨૨ બનાસકાંઠાથી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લામાં ૪૦૦૦ વધુ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ આવાસોનું લોકાર્પણ /ખાતમૂહર્ત કરવામાં આવ્યું.બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસમાં ગૃહપ્રવેશ / લોકાર્પણ કરવામાં આવ્યા. સદર લોકાર્પણ કાર્યક્રમ અન્વયે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના કુલ ૦૬ લાભાર્થીઓના આવાસ પરથી લાઈવ જીવંત પ્રસારણ અંબાજી ખાતે કરવામાં આવ્યું.ટુ-વે કનેક્ટિવિટીથી જીવંત પ્રસારણમાં જોડાયેલ કુલ ૦૬ ગામોના લાભાર્થીઓ પૈકી મેઘરજ તાલુકાના રેલ્લાવાડાના ધોળાપાણા ખાતે ઉપરાંત આજરોજ અરવલ્લી જિલ્લાના કુલ ૧૪૮ ગામોમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી જેમાં સ્વચ્છતા રેલી

મહેંદી તે વાવી આંગણેને એનો રંગ ગયો ગુજરાત રે....અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ મહેંદીને સંગ .

છબી
મહેંદી તે વાવી આંગણેને એનો રંગ ગયો ગુજરાત રે.... અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ મહેંદીને સંગ . અરવલ્લી જિલ્લાનાં વિવિધ સ્થળોએ લોકોને મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી. અરવલ્લી જિલ્લામાં અનેકવિધ રીતે નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી પરિચિત કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે. જીલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. અરવલ્લી જિલ્લામાં ખલિકપુર ગામની શાળામાં બાળકીઓએ હાથમાં મહેંદી લગાવી મતદાન જાગૃતિ ફેલાવી. લોકોને ચુંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક . આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલ અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જળસંચય, દબાણ, માર્ગ વિકાસ, અન્ન પુરવઠા, બસ વ્યવસ્થા, શાળા પાસે સ્પીડબ્રેકર, ઝૂંપડપટ્ટીના લોકોને મકાન ફાળવણીને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લામાં યોજાતા સેવાસેતું કાર્યક્રમ હેઠળ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. ડી.પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્યશ્રી જશુભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ

અરવલ્લી જિલ્લામાં હડકવા દિવસ અંતર્ગત યોજાયો જાગૃતિ કાર્યક્રમ.

છબી
અરવલ્લી જિલ્લામાં હડકવા દિવસ અંતર્ગત યોજાયો જાગૃતિ કાર્યક્રમ. આજ રોજ વિશ્વ હડકવા દિવસ( World Rabies Day ) ની ઉજવણી અરવલ્લી જિલ્લામાં ૧૯૬૨ ની ટીમે દ્વારા આવરી લેતા ગામોમાં નજીકની સ્કૂલમાં હાજરી આપીને હડકવા વિશેની માહિતી આપી લોકોમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા અનેરો પ્રયાસો કરવામાં આવ્યા. જેમાં રણેચી, કુસ્કી, મુલોજ, ભેરુંડા અને અન્ય ગામો સામેલ છે હડકવા વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળ ગ્રંથીઓમાં હાજર હોય છે. જ્યારે આ ચેપગ્રસ્ત પ્રાણી કોઈને કરડે છે, ત્યારે આ વાયરસ ઘા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. પછી તે મગજ સુધી પહોંચે છે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં સ્થાપિત થાય છે. મનુષ્યો સહિત તમામ ગરમ લોહીવાળા પ્રાણીઓ હડકવાના ચેપ માટે સંવેદનશીલ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં હડકવાના લક્ષણો ત્રણ મહિનાની અંદર દેખાવા લાગે છે, પરંતુ કેટલાક દુર્લભ કિસ્સાઓમાં, આ રોગ ઘણા વર્ષો પછી પણ થઈ શકે છે. કૂતરાઓ મનુષ્યમાં હડકવાના પ્રસારણનો મુખ્ય સ્રોત છે. આવી સ્થિતિમાં, હડકવા (Rabies virus) વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હડકવા દિવસ (world rabies day )ની ઉજવણી કરવામાં આવે

જાહેર વિજ્ઞપ્તિ. આથી અરવલ્લી જીલ્લાના મોડાસા, ભિલોડા અને મેઘરજ ધૃઅઃતાલુકાઓની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે આગામી દિપાવલી તહેવારો અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતો આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે.

છબી
જાહેર વિજ્ઞપ્તિ.         આથી અરવલ્લી જીલ્લાના મોડાસા, ભિલોડા અને મેઘરજ ધૃઅઃતાલુકાઓની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે આગામી દિપાવલી તહેવારો અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતો આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે. (૧) હંગામી કટાકડા પરવાના માંગતા ઈસમોએ જ મામલતદારશ્રીની કચેરી સંચાલિત જનસેવા કેન્દ્ર ખાતેથી અરજી ફોર્મ નં.એઈ-૫ નિયત નમૂનાના અરજી ફોર્મ તથા તેની પર રૂા.૩/–(ત્રણ પુરા) કોર્ટ ફી સ્ટેમ્પ તથા ધી એલપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ ના નિયમ-૧૦૦ મુજબ શીડયુલ ૫ એ ના પાર્ટ-૨(એ)(૮)(બી) મુજબની પરવાનાની ફી રૂ।.૨૦૦/-(બસો પુરા) તેમજ પાર્ટ-૨(બી) (TV) (૧)(એ) મુજબની પ્રોસેસ ફી ૬૦૦/- (છસો રૂપિયા પુરા/-) ૦૦૭૦-અન્ય વહીવટી સેવાઓ (OAS) સદરે બેન્કમાં ચલણથી નિયત ફી ભરી મેળવી તેમાં સુચિત આધાર-પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી રજુ કરવાની રહેશે. (નગર પાલિકા / મ્યુનિસિપલ બરો વિસ્તાર માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી.) (૨) આવી અરજીઓ રજુ ક

અરવલ્લી જિલ્લાના અમરતપુરાકંપાના ખેડૂત જીજ્ઞેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરીને રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડી રહ્યાછે.

છબી
અરવલ્લી જિલ્લાના અમરતપુરાકંપાના ખેડૂત જીજ્ઞેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરીને રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડી રહ્યાછે.    પ્રાકૃતિક ખેતીને વેગ મળી રહ્યો છે.અરવલ્લીના ખેડૂત મબલખ પાક મેળવી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ સફળતા મેળવી રહ્યા છે.ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી  કરીને  હળદર, શાકભાજી,મગફળી ઉગાડે છે. ખેતરમાં પ્રાકૃતિક જીવામૃત જાતે તૈયાર કરે છે.ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે.જીવામૃત જાતેજ તૈયાર કરે છે. જેનો દવાના રૂપે છંટકાવ કરે છે. આમ અરવલ્લી જિલ્લાના ખેડૂતો રાજ્યપાલશ્રી અને ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતી કરીને મબલખ પાક સાથે પર્યાવરણને પણ ઉપયોગી બની રહ્યા છે અને કુદરતે આપેલું કુદરતને આપીને કુદરતી ચક્રને સાચવવાનો ફાળો આપી રહ્યા છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેના માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી જિલ્લાના "સખી" વન સ્ટોપ સેન્ટરે નવસારી ની દોઢ માસ થી ઘરે થી નીકળેલ મહિલા ને બે દિકરીઓ સાથે ૧૨ દિવસ આશ્રય આપી પરિવાર જોડે પુનઃ સ્થાપન અર્થે નવસારીના "સખી" વન સ્ટોપ સેંન્ટર ખાતે તા - ૨૪/૯/૨૦૨૨ ના રોજ મૂકવામાં આવેલ છે*

છબી
અરવલ્લી જિલ્લાના "સખી" વન સ્ટોપ સેન્ટરે  નવસારી ની  દોઢ માસ થી ઘરે થી નીકળેલ મહિલા ને  બે દિકરીઓ સાથે ૧૨ દિવસ આશ્રય આપી પરિવાર જોડે પુનઃ સ્થાપન અર્થે નવસારીના "સખી" વન સ્ટોપ સેંન્ટર ખાતે તા - ૨૪/૯/૨૦૨૨ ના રોજ મૂકવામાં આવેલ છે માનનીય કલેક્ટર સાહેબશ્રી ની અધ્યક્ષતા  તથા માર્ગદર્શન હેઠળ તથા "સખી" વન સ્ટોપ સેન્ટર ના નોડલ અધિકારી અને મહિલા બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન થી પરખ સંસ્થા હિંમતનગર સંચાલિત "સખી" વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી દ્વારા તા.૧૩/૯/૨૦૨૨ ના રોજ રાત્રે પરખ સંસ્થા સંચાલિત "સખી" વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે ૧૮૧  અભયમ હેલ્પ લાઇન દ્વારા આ મહિલા ને બે દિકરિઓ સાથે આશ્રય આપવામાં આવેલ તથા મેડિકલ સારવાર કરાવેલ તેમજ વધુ મેડિકલ તપાસ માટે હિંમતનગર સિવિલ ખાતે લઈ જઈ સારવાર કરાવેલ અને બેનનું કાઉન્સિલિંગ કરતા બેન જુદા જુદા ગામો ના નામ જણાવતા હતા અને સેંન્ટરના કર્મચારીઓ ધ્વારા આપેલ ગામ પ્રમાણે જુદા જુદા  પોલિસ સ્ટેશનમા તપાસ કરાવેલ પરંતુ નવસારીના વિસ્તારનું સરનામુ આપતા સખી વન સ્ટોપ સેંન્ટર નવસારીના કર્મચારીનો સંપર્ક કરતા બેન તેમના વિસ્તા

માનનીય વડાપ્રધાનશ્રીના વિવિધ જિલ્લાઓના ગ્રામ્ય કક્ષાએ થનાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા.

છબી
માનનીય વડાપ્રધાનશ્રીના વિવિધ જિલ્લાઓના ગ્રામ્ય કક્ષાએ થનાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ આવાસોનું લોકાર્પણ /ખાતમૂહર્ત કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે તારીખ ૩૦-૦૯-૨૦૨૨ ના શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ તથા રાજ્યના તમામ જિલ્લામાં ૪૦૦૦ વધુ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ આવાસોનું લોકાર્પણ /ખાતમૂહર્ત કાર્યક્રમનું આયોજન થવાનું છે.ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના વિવિધ જિલ્લાઓના ગ્રામ્ય કક્ષાએ થનાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા બેઠક  કરવામાં આવી. અરવલ્લી જિલ્લામાં ૧૪૮ ગામોમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. એ પૈકી ૪૩ ગામોમાં ટુ -વે કનેકટીવીટી થશે. જે પૈકી ૧૦ ગામોના લાભાર્થીઓ સાથે માનનીય વડાપ્રધાનશ્રી  વર્ચ્યુઅલ સવાંદ કરશે. જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પ્રભાતફેરી, વૃક્ષારોપણ,વાનગી સ્પર્ધા, આરોગ્ય તપાસણી,વેક્સિનેશન કેમ્પ,પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ,રંગોળી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અંબાજી મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજી*

છબી
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અંબાજી મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજી*  પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે કલેકટરશ્રીએ વિવિધ સમિતિઓની રચના કરી અધિકારીઓનું માર્ગદર્શન કર્યું* ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારનાર હોઇ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારીઓ માટે બેઠક યોજી હતી. જેમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા.         પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો અંબાજી ખાતેનો કાર્યક્રમ ગરિમાપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે થાય એ માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. કલેક્ટરશ્રી આનંદ પટેલે વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો સાથે તેમને સુપ્રત કરેલ કામગીરીની મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરી હતી તથા તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલ જવાબદારી પૂરતી કાળજી અને તકેદારીપૂર્વક નિભાવવા સૂ

જિલ્લામાં સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા દ્વારા આયોજીત થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.અરવલ્લીના મોડાસા ખાતે સરકારી ઈજનેરી કોલેજ દ્વારા 'થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

છબી
 જિલ્લામાં સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા દ્વારા આયોજીત થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. અરવલ્લીના મોડાસા ખાતે સરકારી ઈજનેરી કોલેજ દ્વારા 'થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કેમ્પ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાલડી, અમદાવાદp અને રામાણી બ્લડ બેંક, મોડાસા દ્વારા  સહયોગ આપવામાં આવ્યો. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યું હતું. થેલેસેમીયા ટેસ્ટ કેમ્પનો 649 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ રામાણી બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અને આદરણીય ફેકલ્ટી સભ્યો દ્વારા કુલ 149 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. તબીબોની ટીમ દ્વારા રક્તદાન માટે યોગ્યતાના માપદંડોની પણ ચકાસણી કરવામાં આવી હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવેલ.  સદર કેમ્પના આયોજન તેમજ સંચાલનમાં જીમખાના ટીમ, સરકારી ઈજનેરી કોલેજના તમામ ફેકલ્ટી સભ્યો, વૉલેનટીયર્સ વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કેમ્પને સફળ બનાવવામાં યોગ

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીની અઘ્યક્ષતામાં મળી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીની અઘ્યક્ષતામાં મળી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત બેઠક. આગામી દિવસોમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળા અંગે કરાયું માઇક્રો પ્લાનિંગ. અરવલ્લી જિલ્લામાં 14 અને 15 ઓકટોબરે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન. ડી. પરમારની અઘ્યક્ષતામાં બેઠક મળી. ગરીબ કલ્યાણ મેળા દરમિયાન મોટી સંખ્યામાં જિલ્લાના લાભાર્થીઓને સહાય મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી.                                   જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગીય અધિકારીશ્રિઓને ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કરવાની કામગીરી અંગે સૂચન આપવામાં આવ્યા.  દરેક છેવાડાના માનવીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ મળે તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન. ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડિરેક્ટર શ્રી રાજેશ કુચારા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.

છબી
અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. કલેક્ટરશ્રીએ જિલ્લા કચેરીના વિવિધ વિભાગોને લઇને લોકોના પ્રશ્નો સાંભળી જરૂરી મદદ-સહાયની ખાતરી આપી. કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અઘ્યક્ષસ્થાને મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કુલ 11 પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગેરકાયદેસર દબાણ, લાભાર્થીઓને યોજનાકીય લાભ મળવા બાબત, વિવિધ નિમણુક આપવા બાબત, પારિવારિક પ્રશ્નો વગેરે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ અરજદારોના આ પ્રશ્નો સાંભળીને તેનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. તેઓએ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમને કનડતાં પ્રશ્નો અંગે પૂછપરછ કરી જરૂરી સહાય- મદદની ખાતરી આપી હતી.કલેક્ટરશ્રીએ પ્રશ્નોની રજૂઆત સાંભળીને આ બાબતે સત્વરે ધ્યાન આપીને તુરંત આ પ્રશ્નોનો નિકાલ કરવાં માટે જિલ્લા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી હતી.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લીના મોડાસામાં ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન.

છબી
અરવલ્લીના મોડાસામાં  ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન. ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરી , ઓક્સોડાઈઝ જ્વેલરી,  હેન્ડમેડ જ્વેલરી,  દાંડિયા,  કુર્તી જેવી નવરાત્રી ને અનુરૂપ ચીજ - વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન. અરવલ્લીના મોડાસામાં  ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન કરાયું,નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર દ્વારા મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.મેળામાં ખરીદી કરીને મહિલાઓનું પ્રોત્સાહન વધાર્યું.મોડાસામાં ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું.ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.સ્વસહાય જૂથોની ઉત્પાદિત વિવિધ ચીજ - વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી પર્વને ધ્યાને રાખી તા.૨૧-૦૯-૨૦૨૨ થી તા.૨૭-૦૯-૨૦૨૨ દરમ્યાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર દ્વારા ખરીદી કરીને મહિલાઓને પ્રોત્સાહન પૂરું પા