જાહેર વિજ્ઞપ્તિ. આથી અરવલ્લી જીલ્લાના મોડાસા, ભિલોડા અને મેઘરજ ધૃઅઃતાલુકાઓની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે આગામી દિપાવલી તહેવારો અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતો આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે.

જાહેર વિજ્ઞપ્તિ.
        આથી અરવલ્લી જીલ્લાના મોડાસા, ભિલોડા અને મેઘરજ ધૃઅઃતાલુકાઓની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે આગામી દિપાવલી તહેવારો અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતો આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે.
(૧) હંગામી કટાકડા પરવાના માંગતા ઈસમોએ જ મામલતદારશ્રીની કચેરી સંચાલિત જનસેવા કેન્દ્ર ખાતેથી અરજી ફોર્મ નં.એઈ-૫ નિયત નમૂનાના અરજી ફોર્મ તથા તેની પર રૂા.૩/–(ત્રણ પુરા) કોર્ટ ફી સ્ટેમ્પ તથા ધી એલપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ ના નિયમ-૧૦૦ મુજબ શીડયુલ ૫ એ ના પાર્ટ-૨(એ)(૮)(બી) મુજબની પરવાનાની ફી રૂ।.૨૦૦/-(બસો પુરા) તેમજ પાર્ટ-૨(બી) (TV) (૧)(એ) મુજબની પ્રોસેસ ફી ૬૦૦/- (છસો રૂપિયા પુરા/-) ૦૦૭૦-અન્ય વહીવટી સેવાઓ (OAS) સદરે બેન્કમાં ચલણથી નિયત ફી ભરી મેળવી તેમાં સુચિત આધાર-પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી રજુ કરવાની રહેશે. (નગર પાલિકા / મ્યુનિસિપલ બરો વિસ્તાર માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી.)
(૨) આવી અરજીઓ રજુ કરવાની મુદત કચેરી સમય દરમ્યાન તા. ૦૪/૧૦/૨૦૨૨ (મંગળવાર) સુધીની રહેશે.
(૩) ફટાકડા બજારો માટે સ્ટોલ સ્થાપવા, અગ્નિશામકની વ્યવસ્થા તથા સુરક્ષા વિષયક વ્યવસ્થા પરવાનેદારોએ સંગઠિત પણે જાતે ઉભી કરવાની છે. સ્થાનિક નગરપાલિકાની ભૂમિકા ફકત સ્થળે પાયાની સુવિધાઓ તથા જાહેરજનતા અવરજવર કરી શકે તેવા રસ્તા વિગેરે ઉપલબ્ધ રાખવા પૂરતી રહેશે.
(૪) એકથી વધુ પરવાના માટે એક જ અરજદાર અરજી કરી શકશે નહીં.
(૫) સંબંધિત સ્થળોએ જગ્યાની ઉપલબ્ધતાને ધ્યાને લઈ ૫૦-૫૦ ના સ્ટોલની મર્યાદામાં નિયમ મુજબ પરવાના મંજુર કરવામાં આવશે જગ્યાના પ્રમાણમાં અરજીઓ વધુ રજૂ થાય તો વહેલા તે પહેલાના ધોરણે પરવાના મંજૂર કરી બાકીની અરજીઓ રદ કરવામાં આવશે.
(૬) સ્ટોલ ફાળવણી અરજદારશ્રી દ્વારા જરૂરી આધાર પુરાવાઓ સાથે રજૂ કરવામાં અવેલ અરજી ફોર્મની તારીખ અને સમય ધ્યાને લઇ વહેલા તે પહેલાના ધોરણે ક્રમાનુસાર કરવામાં આવશે અને સદર બાબતે કોઇ વાંધા સુચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
(૭) હંગામી ફટાકડાની અરજીથી અત્રેની નકકી કરેલ સમયમર્યાદામાં મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે થી મેળવી જરૂરી આધાર-પુરાવાઓ સાથે તા. ૦૪/૧૦/૨૦૨૨ (મંગળવાર) સુધીમાં કચેરી સમય દરમિયાન નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે રજૂ કરવાની રહેશે. જાહેર રજાઓના દિવસે અરજી સ્વીકારવામાં આવશે નહીં. 
(૮) સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા નિયત કરવાની જગ્યાઓ ટાઇટલ કલીયર હોય તેમજ ખાનગી માલીકીની હોય તો જરૂરી સંમતિ સાથેની હોય તેમજ અન્ય જાહેર સંસ્થા કે સરકારી સંસ્થાની હોય તો કોઈ વિવાદ યુકત ન હોય તેની તકેદારી રાખવાની રહેશે.
(૯) તમામ પ્રક્રિયા, પરવાના મંજૂર કરવા, વિતરણ કરવા અને સૂચિત ફટાકડા બજાર માટેની જગ્યા સંબંધે આખરી નિર્ણય તથા કોઇ અનિયમિતતા સંબંધે કાર્યવાહી માટે આખરી સત્તા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટથી મોડાસા હસ્તક રહેશે.
(૧૦) નગરપાલિકા વિસ્તાર માટે એક જ સૂચિત સ્થળ સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, મામલતદારશ્રી તથા ચીફ ઓફિસરશ્રીએ સંકલન કરી નક્કી કરવાનું રહેશે તથા મેઘરજ અને ભિલોડાના સ્થળો માટે જે તે મામલતદરશ્રીએ સંકલન કરી નક્કી કરવાનું રહેશે તથા નગરપાલિકા વિસ્તારોમાં આવા પરવાના અરજદારની માલિકીની જગ્યામાં આપી શકાશે નહીં.
(૧૧) નગરપાલિકા વિસ્તારમાં આપવામાં આવનાર હંગામી ફટાકડા પરવાનેદારોએ જરૂરી વ્યવસ્થા પુરી પાડવાની રહેશે તથા આગ-અકસ્માતથી કંઈ હોનારત ન સર્જાય તે માટે પુરતી વ્યવસ્થા જાળવવાની રહેશે.
(૧૨) હંગામી પરવાના સ્ટોલો માટે લેવાની થતી તમામ સંબંધિત ખાતાની પરવાનગી જે તે અરજદારે મેળવી લેવાની રહેશે.
(૧૩) પરવાનેદારોએ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ તેમજ સ્ફોટક પદાર્થ નિયમો-૨૦૦૮ની તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
(૧૮) પરવાનેદારોએ પરવાનાની શરતો અને મે. જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અરવલ્લીના વખતોવખતના જાહેરમાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
       સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ
મોડાસા. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો