અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીની અઘ્યક્ષતામાં મળી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત બેઠક.
આગામી દિવસોમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળા અંગે કરાયું માઇક્રો પ્લાનિંગ.
અરવલ્લી જિલ્લામાં 14 અને 15 ઓકટોબરે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન. ડી. પરમારની અઘ્યક્ષતામાં બેઠક મળી. ગરીબ કલ્યાણ મેળા દરમિયાન મોટી સંખ્યામાં જિલ્લાના લાભાર્થીઓને સહાય મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગીય અધિકારીશ્રિઓને ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કરવાની કામગીરી અંગે સૂચન આપવામાં આવ્યા. દરેક છેવાડાના માનવીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ મળે તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન. ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડિરેક્ટર શ્રી રાજેશ કુચારા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com