અરવલ્લીના મોડાસામાં ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન.

અરવલ્લીના મોડાસામાં  ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન.
ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરી , ઓક્સોડાઈઝ જ્વેલરી,  હેન્ડમેડ જ્વેલરી,  દાંડિયા,  કુર્તી જેવી નવરાત્રી ને અનુરૂપ ચીજ - વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન.
અરવલ્લીના મોડાસામાં  ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન કરાયું,નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર દ્વારા મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.મેળામાં ખરીદી કરીને મહિલાઓનું પ્રોત્સાહન વધાર્યું.મોડાસામાં ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું.ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.સ્વસહાય જૂથોની ઉત્પાદિત વિવિધ ચીજ - વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી પર્વને ધ્યાને રાખી તા.૨૧-૦૯-૨૦૨૨ થી તા.૨૭-૦૯-૨૦૨૨ દરમ્યાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળામાં નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર દ્વારા ખરીદી કરીને મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું.આ મેળામાં વધુ ને વધુ જનતા આવે અને  લાભ લઇ સ્વસહાય જૂથોની મહિલાઓને પ્રોત્સાહિત
કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.