અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળા અંગે જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ.

અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળા અંગે જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ.
આગામી તારીખ 14-15 ઓક્ટોબર 2022 દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તબક્કાવાર અમલીકરણ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આજે આ સંદર્ભમાં બેઠકમાં આખરી ઓપ આપવા માટે જિલ્લાના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. 
જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મોડાસા ઇજનેરી કોલેજ ખાતે યોજાશે અને તેમાં અંદાજે 5 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે અને વિવિધ વિભાગોની અમલી યોજનાઓની સહાય કીટ વિવિધ વિભાગોના સ્ટોલ ઊભા કરવામાં આવશે જેનો લાભ લોકો સરળતાથી લઈ શકે તે પ્રકારનું આયોજન અને અમલવારી કરવા બેઠકમાં જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી એ તાલુકા કક્ષાના અધિકારીઓની સંકલન બેઠક યોજીને જે તે વિભાગમાંથી સ્ટેજ પરના લાભાર્થીને આપવાની કીટ સહાય તથા તેમને મેળાના સ્થળે હાજર રાખવા જણાવ્યું હતું અને જે લોકોની એન્ટ્રીઓ બાકી છે તે ઝડપથી પૂર્ણ કરી લાભાર્થી ઓળખ કરી લે, મળવાપાત્ર સહાય અને કીટ પણ જે તે એજન્સી પાસેથી મંગાવી તેની ગુણવત્તા અંગે ચકાસણી કરી લેવા પણ સૂચના અપાઈ.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેશ કૂચારા અને જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો