અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
કલેક્ટરશ્રીએ જિલ્લા કચેરીના વિવિધ વિભાગોને લઇને લોકોના પ્રશ્નો સાંભળી જરૂરી મદદ-સહાયની ખાતરી આપી.
કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અઘ્યક્ષસ્થાને મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કુલ 11 પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગેરકાયદેસર દબાણ, લાભાર્થીઓને યોજનાકીય લાભ મળવા બાબત, વિવિધ નિમણુક આપવા બાબત, પારિવારિક પ્રશ્નો વગેરે અંગેની રજૂઆત કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ અરજદારોના આ પ્રશ્નો સાંભળીને તેનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. તેઓએ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમને કનડતાં પ્રશ્નો અંગે પૂછપરછ કરી જરૂરી સહાય- મદદની ખાતરી આપી હતી.કલેક્ટરશ્રીએ પ્રશ્નોની રજૂઆત સાંભળીને આ બાબતે સત્વરે ધ્યાન આપીને તુરંત આ પ્રશ્નોનો નિકાલ કરવાં માટે જિલ્લા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી હતી.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com