અરવલ્લી જિલ્લાના "સખી" વન સ્ટોપ સેન્ટરે નવસારી ની દોઢ માસ થી ઘરે થી નીકળેલ મહિલા ને બે દિકરીઓ સાથે ૧૨ દિવસ આશ્રય આપી પરિવાર જોડે પુનઃ સ્થાપન અર્થે નવસારીના "સખી" વન સ્ટોપ સેંન્ટર ખાતે તા - ૨૪/૯/૨૦૨૨ ના રોજ મૂકવામાં આવેલ છે*
અરવલ્લી જિલ્લાના "સખી" વન સ્ટોપ સેન્ટરે નવસારી ની દોઢ માસ થી ઘરે થી નીકળેલ મહિલા ને બે દિકરીઓ સાથે ૧૨ દિવસ આશ્રય આપી પરિવાર જોડે પુનઃ સ્થાપન અર્થે નવસારીના "સખી" વન સ્ટોપ સેંન્ટર ખાતે તા - ૨૪/૯/૨૦૨૨ ના રોજ મૂકવામાં આવેલ છે માનનીય કલેક્ટર સાહેબશ્રી ની અધ્યક્ષતા તથા માર્ગદર્શન હેઠળ તથા "સખી" વન સ્ટોપ સેન્ટર ના નોડલ અધિકારી અને મહિલા બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન થી પરખ સંસ્થા હિંમતનગર સંચાલિત "સખી" વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી દ્વારા તા.૧૩/૯/૨૦૨૨ ના રોજ રાત્રે પરખ સંસ્થા સંચાલિત "સખી" વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે ૧૮૧ અભયમ હેલ્પ લાઇન દ્વારા આ મહિલા ને બે દિકરિઓ સાથે આશ્રય આપવામાં આવેલ તથા મેડિકલ સારવાર કરાવેલ તેમજ વધુ મેડિકલ તપાસ માટે હિંમતનગર સિવિલ ખાતે લઈ જઈ સારવાર કરાવેલ અને બેનનું કાઉન્સિલિંગ કરતા બેન જુદા જુદા ગામો ના નામ જણાવતા હતા અને સેંન્ટરના કર્મચારીઓ ધ્વારા આપેલ ગામ પ્રમાણે જુદા જુદા પોલિસ સ્ટેશનમા તપાસ કરાવેલ પરંતુ નવસારીના વિસ્તારનું સરનામુ આપતા સખી વન સ્ટોપ સેંન્ટર નવસારીના કર્મચારીનો સંપર્ક કરતા બેન તેમના વિસ્તારમાં જઇ તેમના માતા- પિતાની મુલાકાત લઇ માહિતિ મળેલ કે બેન ના પતિ બીજી પત્ની સાથે લગ્ન કરી ભાગી ગયેલ છે ત્યારથી બેનની માનસિક સ્થિતિ સારી નથી અને પતિ જોડે જવુ છે એમ કહી ઘર છોડીને નિકળી ગઈ છે અને પિતાની પરિસ્થિતિ સારી ન હોવાથી લેવા આવી શકે તેમ નથી જેથી સખી વન સ્ટોપ સેંન્ટર અરવલ્લી ના કેસ વર્કર સીતાબેન ,મલ્ટિ પર્પઝ ગાયત્રીબેન ,સિક્યુરિટી જયેશભાઇ તથા મહિલા પોલિસ સ્ટાફ સંગીતાબેન મણાત સાથે નવસારી સખી વન સ્ટોપ સેંન્ટર ખાતે બેનને બે દિકરિઓ સાથે પુન;સ્થાપન અર્થે મુકવામાં આવેલ છે.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com