અરવલ્લી જિલ્લામાં હડકવા દિવસ અંતર્ગત યોજાયો જાગૃતિ કાર્યક્રમ.
આજ રોજ વિશ્વ હડકવા દિવસ( World Rabies Day ) ની ઉજવણી અરવલ્લી જિલ્લામાં ૧૯૬૨ ની ટીમે દ્વારા આવરી લેતા ગામોમાં નજીકની સ્કૂલમાં હાજરી આપીને હડકવા વિશેની માહિતી આપી લોકોમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા અનેરો પ્રયાસો કરવામાં આવ્યા. જેમાં રણેચી, કુસ્કી, મુલોજ, ભેરુંડા અને અન્ય ગામો સામેલ છે
હડકવા વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળ ગ્રંથીઓમાં હાજર હોય છે. જ્યારે આ ચેપગ્રસ્ત પ્રાણી કોઈને કરડે છે, ત્યારે આ વાયરસ ઘા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. પછી તે મગજ સુધી પહોંચે છે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં સ્થાપિત થાય છે.
મનુષ્યો સહિત તમામ ગરમ લોહીવાળા પ્રાણીઓ હડકવાના ચેપ માટે સંવેદનશીલ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં હડકવાના લક્ષણો ત્રણ મહિનાની અંદર દેખાવા લાગે છે, પરંતુ કેટલાક દુર્લભ કિસ્સાઓમાં, આ રોગ ઘણા વર્ષો પછી પણ થઈ શકે છે. કૂતરાઓ મનુષ્યમાં હડકવાના પ્રસારણનો મુખ્ય સ્રોત છે. આવી સ્થિતિમાં, હડકવા (Rabies virus) વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હડકવા દિવસ (world rabies day )ની ઉજવણી કરવામાં આવે છે.
હડકવા માટે કોઈ ઇલાજ નથી, પરંતુ જો આ રોગ થાય તે પહેલાં જરૂરી સાવચેતી અને સારવાર લેવામાં આવે તો તેને ટાળી શકાય છે. ચેપગ્રસ્ત પશુના કરડ્યા પછી તરત જ ઘા સાફ કરવો જોઈએ. વ્યક્તિએ એન્ટિ રેબીઝ સીરમનો એક જ ડોઝ લેવાની જરૂર છે. આ સીરમ ઘોડાઓ કે મનુષ્યો પાસેથી મેળવવામાં આવે છે. સીરમ દર્દીને રેબીઝ એન્ટિજેન સામે પૂર્વ-રચિત એન્ટિબોડી (Antibody)પ્રદાન કરે છે. આ સારવાર માત્ર ત્યારે જ અસરકારક છે જો તે એક્સપોઝરનાં 24 કલાકની અંદર આપવામાં આવે. પરંતુ જો તે ત્રણ દિવસથી વધુ સમય પછી આપવામાં આવે તો તેનું મહત્વ ઘણું ઓછું થઈ જાય છે. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com