પોસ્ટ્સ

અરવલ્લી જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી.15 મી ઓગસ્ટ 2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ

છબી
અરવલ્લી જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી. 15 મી ઓગસ્ટ 2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત ઉજવશે સ્વતંત્ર પર્વ. સાબરકાંઠા જિલ્લામાંથી 15મી ઓગષ્ટ 2013 ના રોજ અલગ બન્યા બાદ અરવલ્લી જિલ્લો વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. સતત વિકાસ કરતું રાજ્ય ગુજરાત આ વર્ષે ખુબજ ઉત્સાહ પૂર્વક આઝાદીનો જશ્ન મનાવશે. આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે.  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સહિત રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં ઉત્તમ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવશે. શૌર્ય ગીત અને ત્રિરંગી રોશનીથી અરવલ્લી ઝળહળી ઉઠશે. જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરાઇ. તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા સૂચન આપવામાં આવ્યા. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્

લાચાર પિતા બે સાક્ષી, તલાટી, મહારાજ સામે કલમ 468 નોધાવવા પોલીસમથકના પગથિયા ઘસી રહ્યા છે (ટોપી)

છબી
લાચાર પિતા બે સાક્ષી, તલાટી, મહારાજ સામે કલમ 468 નોધાવવા પોલીસમથકના પગથિયા ઘસી રહ્યા છે (ટોપી) દાંતા પીએસઆઇના જવાબ ફરિયાદ નહીં લવુ તમારે પાલનપુર ગાંધીનગર સુધી ફુટવુ હોય ત્યાં ફુટી જજો  લાચાર પીતાનુ નિવેદન  દાંતાપંથકની પરિણિત યુવતીને ઉઠાવી જઇ ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંધનામું રજુ કરી પ્રેમ લગ્ન કરાવી દીધા હોવાના આક્ષેપ પુત્રી અને ભગાડી જનારા શખ્સ સામે પોલીસે એફ. આઇ. આર. નોંધી, ખોટું સોગંધનામું કરનારા સામે કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત દાંતા તાલુકાના નાગેલ ગામની પરિણીત યુવતીને બાજુના જગતાપુરાનો સગીર અપહરણ કરી ગયો હતો. જે પછી ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંધનામું રજુ કરી સગીરના પ્રેમલગ્ન કરાવી દીધા હતા. આ અંગે યુવતીના પિતાએ અપહરણકર્તા શખ્સ અને પોતાની પુત્રી સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, લગ્ન કરાવવામાં મદદગારી કરનારા બે સાક્ષી, તલાટી અને લગ્ન કરાવનારા મહારાજ સામે કલમ 468 મુજબ ગૂનો નોંધવવા ગૃહસ્થ દાંતા પોલીસ મથકના પગથિયા ઘસી રહ્યા છે. આ અંગે તેમણે જિલ્લા પોલીસવડા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના મોડાસાના મેઢાસણ અને ભિલોડાના જેસીંગપુર ખાતે પોહચીં હતી.

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના મોડાસાના મેઢાસણ અને  ભિલોડાના જેસીંગપુર ખાતે પોહચીં હતી. વિકાસ યાત્રાના રથનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું. વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ અરવલ્લીના ભિલોડા તાલુકાના જેસીંગપુર અને મોડાસાના મેઢાસણ  પોહચ્યાં હતાં.જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોનું ખાતમૂર્હત, લોકાર્પણ અને લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગ

આજે તા-07/07/2022 સ્વચ્છતા અભિયાન સંદર્ભમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કચરો અને ગંદકીના કારણે બીમારીઓ ઉત્પન્ન ના થાય તે માટે ગામ-મોડાસર તાલુકો-સાણંદ જીલ્લો-અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન હેઠળ પ્રાથમિક આદર્શ શાળા મોડાસર ગ્રામ પંચાયત મોડાસર અને સ્ટેટ ફાઉન્ડેશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું

છબી
આજે તા-07/07/2022 સ્વચ્છતા અભિયાન સંદર્ભમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કચરો અને ગંદકીના કારણે બીમારીઓ ઉત્પન્ન ના થાય તે માટે ગામ-મોડાસર તાલુકો-સાણંદ જીલ્લો-અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન હેઠળ પ્રાથમિક આદર્શ શાળા મોડાસર ગ્રામ પંચાયત મોડાસર અને સ્ટેટ ફાઉન્ડેશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પંચાયતના સદસ્યો અને સ્ટેપ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા ગામમાં શેરી મોહલ્લા ફળિયામાં ફરીને કચરાને એકઠું કરવું નહીં તેનો નિકાલ કેવી રીતે કરવો જેવી માહિતી અને જનજાગૃતિ આપવામાં આવી સ્વચ્છતાના સ્લોગનને ઉચ્ચારતા આખા ગામમાં રેલી ફેરવવામાં આવી જેમાં મોડાસર ગ્રામ પંચાયતના સદસ્યો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક ગણો સ્ટેપ ફાઉન્ડેશનના સંચાલક ગૌરવકુમાર ચોવસીયા જોડાયા હતા આ સમગ્ર મોડાસર ગામની સ્વચ્છતા અભિયાનનું સંચાલન ગૌરવકુમાર ચોવસીયાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે.  રિપોર્ટ PHN NEWS Gujarat

વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ અરવલ્લીના નાંદોજ ખાતે પોહચ્યાં: વિકાસ યાત્રાના રથનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું.

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ અરવલ્લીના નાંદોજ ખાતે પોહચ્યાં: વિકાસ યાત્રાના રથનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું. વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ અરવલ્લીના ભિલોડા તાલુકાના નંદોજ ગામ ખાતે પોહચ્યાં હતાં.જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. PMJY યોજના, અને કુંવાર બાઈનું મામેરું યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રસંગે

*શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યનક્ષસ્થાાને બેઠક યોજાઇ

છબી
*શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યનક્ષસ્થાાને બેઠક યોજાઇ* *બે વર્ષના વિરામ બાદ તા.૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર ભાદરવી પૂનમના મેળામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી દર્શનાર્થીઓ માટે ઉત્તમ વ્યવસ્થા કરાશે* --- *કલેકટરશ્રી આનંદ પટેલ* *દરેક વિભાગોએ શ્રધ્ધાના આ પર્વને માઇક્રો પ્લા્નિંગ કરી અનોખો બનાવવાનો છેઃ                                        ---*જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે  વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટે્મ્બર-૨૦૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે.બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે બે મહિના અગાઉ અત્યારથી જ વ્યાપક તૈયારીઓ  ધરવામાં આવી છે.          શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા  અંગે પાલનપુર ખાતે શ્રી આરા

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં મળી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં મળી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક. અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી. બેઠકમાં અનાજ વિતરણના ભાવ અને પ્રમાણ બાબતે ચર્ચા કરવામાં આવી. આ સાથે જિલ્લામાં કેરોસીન ફાળવણી તેમજ તેના વિતરણ પ્રમાણ અને ભાવમાં થયેલ ફેરફાર અંગે પણ સમિક્ષા કરવામાં આવી. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ કારણોસર બંધ થયેલ વાજબી ભાવની દુકાનો અને જાહેરનામા બહાર પાડવા ઉપરાંત નવીન દુકાનોની ફાળવણી અંગે પણ ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવા સૂચન આપવામાં આવ્યા. બેઠકમાં નિગમના ગોડાઉનમાં હાજર અનાજ વગેરેના સ્ટોકની પોઝિશન અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મિના , ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ, અન્ન પુરવઠા વિભાગના અધિકારી શ્રી ડો. મિતા ડોડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

દાંતા તાલુકાના માંકડ જુથ ગ્રામ પંચાયતમાં આવેલા બેકરી ગમાર ફળીયામાં યુવાન પર વિજળી પડવાથી મોત

છબી
દાંતા તાલુકાના માંકડ જુથ ગ્રામ પંચાયતમાં આવેલા બેકરી ગમાર ફળીયામાં યુવાન પર વિજળી પડવાથી મોત ભારે પવન સાથે આવેલા વરસાદે બુબડીયા કાન્તિભાઈ નો જીવ લેવા આખો પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ દાંતા તાલુકામા ગઈ રાત્રે ભારે પવન સાથે આવેલા વરસાદે અનેક ગામોમાં કોઈને ઝાડ પડવાથી નુકસાન થયું છે તો કોઈને ઉનાળામાં વાવેતર કરે મગફળી જેવ માકને નુકસાન થયું છે ત્યારે દાંતા તાલુકામાં આવેલાં વેકરી ફળીયામાં એક યુવાન બુબડીયા કાન્તિભાઈ કાળુભાઇ ઉંમર વર્ષ 25ને ગઇ રાત્રે ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે બુબડિયા કાન્તિભાઈ ના ઉપર રાત્રે સમય 09 વાગ્યે ના ગાળામાં વિજળી પડવાથી તેમને દાંતા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે કાન્તિભાઈ નો મૂત દેહ જાહેર કર્યો ત્યારે સવારે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખાતે પીએમ અર્થે લાવવામાં આવેલા અને પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

અરવલ્લી જિલ્લાના યુવાનો માટે આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો/પેરામિલેટ્રીફોર્સ તથા પોલીસફોર્સ માટે વિનામૂલ્યે તાલીમવર્ગ યોજાશે.

છબી
અરવલ્લી જિલ્લાના  યુવાનો માટે આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો/પેરામિલેટ્રીફોર્સ તથા પોલીસફોર્સ માટે વિનામૂલ્યે તાલીમવર્ગ યોજાશે. શારીરિક તેમજ માનસિક ક્ષમતાની  30-દિવસ ની નિવાસી તાલીમ "વિનામૂલ્યે"આપવામાં આવશે. અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા જિલ્લાના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો/પેરામિલેટ્રીફોર્સ તથા પોલીસફોર્સ વગેરે માં જોડાવવા ઉમેદવારો ને ભરતીપૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા ની ધનિષ્ઠ 30-દિવસ ની નિવાસી તાલીમ "વિનામૂલ્યે" આપવા માટેના વર્ગ શરુ કરવામાં આવનારા છે.આ નિવાસી તાલીમમાં ધો-૧૦માં ઓછામાં ઓછા ૪૫% ગુણ તથા ધો.૧૨માં ઓછા માં ઓછા ૫૦% સાથે પાસ ઉમેદવારો ને તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ૧૭-૧/૨ થી ૨૧ વર્ષ સુધીના ઉમેદવારો ને તાલીમ આપવામાં આવશે. આ નિવાસી તાલીમ નો સમયગાળો દિન-30નો રહેશે, તાલીમના સ્થળે રહેવા -જમવા ની સગવડ "વિનામુલ્યે" પૂરી પાડવામાં આવશે. આ નિવાસી તાલીમ માં ઉમેદવારે 30-દિવસ દરમિયાન તાલીમ સ્થળે ફરજીયાત રોકાણ કરીને તાલીમ મેળવવાની રહેશે. આ તાલીમમાં સામાન્ય રીતે શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ,વજન,તથા છાતી તથા શારીરિક કસો

મોડાસાના ભામાશા હોલ ખાતેથી માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે યાત્રાનો પ્રારંભ થયો.

છબી
મોડાસાના ભામાશા હોલ ખાતેથી માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે યાત્રાનો પ્રારંભ થયો. જાતિવાદના બદલે વિકાસના નામે મત માંગવાની શરૂઆત અમારી સરકારે કરી છે : જીતુભાઇ વાઘાણી  ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા. 5 થી 19 જુલાઇ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. જેનો પ્રારંભ માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે તા. 5 મી જુલાઈએ સાંજે 5.00 કલાકે મોડાસાના ભામાશા હોલ ખાતેથી કરવામાં આવ્યો.કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને વિવિધ કામગીરીમાં સારા કામ કરનાર લોકોને પ્રોત્સાહન પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોનું ખાતમૂર્હત, લોકાર્પણ અને લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામ

દાંતા તાલુકામાં દેહ વ્યાપાર કરતી ટોળકી થી રહેજો સાવધાનપહેલા છોકરીઓ આપે છે બાદમાં પાછી લાવીને મોકલવામાં આવતી નથી

છબી
દાંતા તાલુકામાં દેહ વ્યાપાર કરતી ટોળકી થી રહેજો સાવધાન પહેલા છોકરીઓ આપે છે બાદમાં પાછી લાવીને  મોકલવામાં આવતી નથી દાંતા તાલુકામાં દેહ વ્યાપાર કરતી ટોળકી દુબ્લીકેટ આધાર કાર્ડ જેવા દુબ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવીને દેહ વ્યાપાર કરતી ટોળકી અનેક લોકો ને ટાર્ગેટી કરી લાખો રૂપિયા ની   છેતરપિંડી કરીને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવે છે ત્યારે આવી ટોળકી દાંતા તાલુકાના કોઈ પણ વિસ્તારમાં દેખાય તો તાત્કાલિક પાસેનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવી તેથી લઈને કોઈ પણ માણસ આવાં લોકોના સકંજામાં ન ફેલાય તેનું ધ્યાન રાખવું દાંતા વિસ્તારમાં વચેટિયાઓ સાથે રહીને છોકરીઓ કમીશન લઈને છોકરીઓ આપે છે અને બાદમાં ચાર પાંચ દિવસમાં છોકરીને પાછાં લાવી દેશે અને ભોગ બનેલા માણસ ના ઘરમાં થી જ્યારે છોકરીને ભગાડવામાં આવે ત્યારે છોકરી ઘરમાં હાથ ફેરો કરીને જતી રહે છે તો આવા આવા લોકો લગ્નન ના બાને તમને છોકરીઓ બતાવવા આવે તો તેમના ડોક્યુમેન્ટ દુબ્લીકેટ છે કે ઓરિજ્નલ છે તેની તપાસ કરાવી કોણ છે ક્યાં ના તેની સંપૂર્ણ તપાસ કરાવવી અને જો તમને શંકાસ્પદ લાગે તો નજીક ના પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ કરવો તેથી  બનીને કોઈ પણ માણસ દેહ વ્યાપા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના પ્રત્યેક ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર દ્રારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

છબી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના પ્રત્યેક ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર દ્રારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.         તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના વધુને વધુ ખેડુતો આગામી ખરીફ સિઝનમાં પ્રાકૃતિક ખેતીમાં જોડાય તે હેતુથી આત્મા યોજના દ્રારા ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગ સાથે ખાસ ઝુબેશા ચલાવવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે અરવલ્લી  જિલ્લાના ૩૨૦ ગ્રામપંચાયતના ૬૭૪ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ અપવામાં આવેલ હતી. આ તાલીમની જિલ્લામાં તારીખ૨૦-૫-૨૦૨૨ થી ૩૦-૬-૨૦૨૨ સુધી જિલ્લાના દરેક ગામમાં આત્મા, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગ દ્રારા પ્રાકૃતિક ખેતી તાલીમ આપવામાં આવેલ હતી.  સૌપ્રથમ માનનીય જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મિટીગ કરવામાં આવેલ હતી. તેમના માર્ગદર્શક હેઠળ જિલ્લાના દરેક તાલુકામાં એક લાયઝન અધિકારીને તરીકે નિમણુક આપવામાં આવી હતી અને દરેક તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ખેતી અધિકારી, બાગાયત અધિકારી, પશુપાલન અધિકારી, વિસ્તરણ અધિકારી(ખેતી), બી.ટી.એમ અને એ.ટી.એમ વગેરે અધિકારીઓની તાલુકા ક

દાંતા વિસ્તારમાં હપ્તાના જોરે ચાલતા દેશી દારૂના અડ્ડા બન્યા પોલીસ ના આશીર્વાદ સમાન*

છબી
દાંતા વિસ્તારમાં હપ્તાના જોરે ચાલતા  દેશી દારૂના અડ્ડા બન્યા પોલીસ ના આશીર્વાદ સમાન દાંતા વિસ્તારમાં જાંબાઝ અને બાહોશ એચ એલ જોષી સાહેબ જેવા પીએસઆઇ ની માંગ દાંતા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ દેશી દારૂના લાઈવ વિડિયો વાઇરલ થયા હતા ત્યારે નાની બાળકી દેશી દારૂની કોથળી લઈને જાય છે ત્યારે આ ના બાળકીના ભવિષ્ય નું પણ દાંતાના પીએસઆઇ એ કોઈ પરવા પણ ન કરી અને આજ પણ દેશી દારૂનું ધુમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દારુબંધી ના ખોટા દાવા કરે છે અને અગાઉ પણ દાંતા વિસ્તારના mal કાન્તિભાઈ ખરાડી એ દાવા કર્યા હતા કે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ મોટાં પ્રમાણમાં દારુના બુટલેગરો પાસેથી લાખો ના હપ્તા ઓ લઇને દારૂના અડ્ડાઓ ની પ્રમિશન આપે છે તેવા કરેલાં દાવા આજ સાચાં પડ્યા અને આજ પણ દાંતા વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે દાંતા પીએસઆઇ જાદવના પેટનું પાણી પણ નથી હલતું અને બીજી બાજુ ધારપાડુ એક જ રાતમાં ત્રણ દુકાનોમાં પત્રા થોડી સિત્તેર હજાર પણ વધુ રોકડ નો હાથ ફેરો કરે છે  અને બીજી બાજુ અસામાજિક ત્તવો બેફામ બન્યા છે તેમ છતાં પણ દાંતા પોલીસને કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી રહ્યો ત

અરવલ્લી જિલ્લામાં આગામી તા. 05 થી 18 જુલાઇ 2022 દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે.......................

છબી
અરવલ્લી જિલ્લામાં આગામી તા. 05 થી 18 જુલાઇ 2022 દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે. કાર્યક્રમ નોડલ અધિકારી અને DRDO ના ડાયરેક્ટ શ્રી બી.ડી. દાવેરાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ. “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત “વંદે ગુજરાત વિકાસ યાત્રા” આગામી તા. 05 જુલાઈ થી 18 જુલાઈ દરમિયાન યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે તાજેતરમાં સમગ્ર રાજ્યના કલેક્ટરશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે રાજયના મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. ત્યાર બાદ કાર્યક્રમ નોડલ અધિકારી અને DRDO ના ડાયરેક્ટ શ્રી બી.ડી. દાવેરાના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે કાર્યક્રમના સંલગ્ન  અધિકારીઓ/કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ હતી.  વિડિયો કોંફરન્સમાં આપેલ માહિતી અનુસાર રાજયના તમામ જિલ્લાઓમાં આગામી તા. 05 જુલાઈ થી તા.18 જુલાઈ દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને જરૂરી સુચનો કર્યા હતા. જેમાં વિકાસ યાત્રામાટે રૂટ પ્લાન બનાવવા અંગે, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાની સમિતી તૈયાર કરી ત

અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વડવાસા ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ. અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વડવાસા ગામે જિલ્લા ક્લેક્ટર શ્રીની અઘ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ.રાત્રી ગ્રામસભામાં ઉત્સાહભેર લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ. સ્થળ પર જ પ્રશ્નોનો ઉકેલ આવ્યો.

છબી
અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વડવાસા  ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ.  અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વડવાસા ગામે જિલ્લા ક્લેક્ટર શ્રીની અઘ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ.રાત્રી ગ્રામસભામાં ઉત્સાહભેર લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ.  સ્થળ પર જ પ્રશ્નોનો ઉકેલ આવ્યો. ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ સભામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ગામના સરપંચશ્રી, પ્રાંત અધિકારી,મામલતદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામ અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી લોકોને આપી. શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ  સ્થાનિક તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વ્યક્તિગત તેમજ સામૂહિક યોજના અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.   આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્