અરવલ્લી જિલ્લાના યુવાનો માટે આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો/પેરામિલેટ્રીફોર્સ તથા પોલીસફોર્સ માટે વિનામૂલ્યે તાલીમવર્ગ યોજાશે.
અરવલ્લી જિલ્લાના યુવાનો માટે આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો/પેરામિલેટ્રીફોર્સ તથા પોલીસફોર્સ માટે વિનામૂલ્યે તાલીમવર્ગ યોજાશે.
શારીરિક તેમજ માનસિક ક્ષમતાની 30-દિવસ ની નિવાસી તાલીમ "વિનામૂલ્યે"આપવામાં આવશે.
અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા જિલ્લાના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો/પેરામિલેટ્રીફોર્સ તથા પોલીસફોર્સ વગેરે માં જોડાવવા ઉમેદવારો ને ભરતીપૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા ની ધનિષ્ઠ 30-દિવસ ની નિવાસી તાલીમ "વિનામૂલ્યે" આપવા માટેના વર્ગ શરુ કરવામાં આવનારા છે.આ નિવાસી તાલીમમાં ધો-૧૦માં ઓછામાં ઓછા ૪૫% ગુણ તથા ધો.૧૨માં ઓછા માં ઓછા ૫૦% સાથે પાસ ઉમેદવારો ને તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ૧૭-૧/૨ થી ૨૧ વર્ષ સુધીના ઉમેદવારો ને તાલીમ આપવામાં આવશે.
આ નિવાસી તાલીમ નો સમયગાળો દિન-30નો રહેશે, તાલીમના સ્થળે રહેવા -જમવા ની સગવડ "વિનામુલ્યે" પૂરી પાડવામાં આવશે. આ નિવાસી તાલીમ માં ઉમેદવારે 30-દિવસ દરમિયાન તાલીમ સ્થળે ફરજીયાત રોકાણ કરીને તાલીમ મેળવવાની રહેશે. આ તાલીમમાં સામાન્ય રીતે શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ,વજન,તથા છાતી તથા શારીરિક કસોટીઓ જેવીકે દોડ,લાંબો કુદકો, પુલઅપસ,વગેરેની શારીરિક ક્ષમતા ની તાલીમ તથા અંગ્રેજી,ગણિત,વિજ્ઞાન તથા સામાન્ય જ્ઞાન ની ભરતીને અનુરૂપ ફીજીકલ મેન્ટલી તાલીમ આપવામાં આવશે.
તાલીમના સમયગાળા દરમિયાન આ નિવાસી તાલીમ લેનાર ઉમેદવારને નિયમાનુસાર સ્ટાઇપેંડ ચૂકવામાં આવશે. નિવાસી તાલીમવર્ગ ની યોજના મુજબ ગ્રાઉન્ડ,રહેવા-જમવાની વ્યવસ્થા અને તાલીમ આપવા માટે ના વર્ગ ની સગવડ ધરાવતી સંસ્થાઓ એ આ અંગેની દરખાસ્ત જિલ્લા રોજગાર કચેરી,મોડાસાને દિન-૧૫(પંદર) માં મોકલી આપવાની રહશે.
આથી આ સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ લેવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ:૨૦/૦૭/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન રોજગાર અધિકારી,જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જિલ્લા સેવા સદન સી/એસ-૧૨,બીજો માળ,મોડાસા ખાતે રૂબરૂમાં સંપર્ક કરવા જણાવવામાં આવે છે.જેથી આ નિવાસી તાલીમવર્ગ સમયસર શરુ કરી શકાય. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com