અરવલ્લી જિલ્લામાં આગામી તા. 05 થી 18 જુલાઇ 2022 દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે.......................

અરવલ્લી જિલ્લામાં આગામી તા. 05 થી 18 જુલાઇ 2022 દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે.
કાર્યક્રમ નોડલ અધિકારી અને DRDO ના ડાયરેક્ટ શ્રી બી.ડી. દાવેરાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ.
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત “વંદે ગુજરાત વિકાસ યાત્રા” આગામી તા. 05 જુલાઈ થી 18 જુલાઈ દરમિયાન યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે તાજેતરમાં સમગ્ર રાજ્યના કલેક્ટરશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે રાજયના મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. ત્યાર બાદ કાર્યક્રમ નોડલ અધિકારી અને DRDO ના ડાયરેક્ટ શ્રી બી.ડી. દાવેરાના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે કાર્યક્રમના સંલગ્ન  અધિકારીઓ/કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ હતી. 
વિડિયો કોંફરન્સમાં આપેલ માહિતી અનુસાર રાજયના તમામ જિલ્લાઓમાં આગામી તા. 05 જુલાઈ થી તા.18 જુલાઈ દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને જરૂરી સુચનો કર્યા હતા. જેમાં વિકાસ યાત્રામાટે રૂટ પ્લાન બનાવવા અંગે, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાની સમિતી તૈયાર કરી તેઓને માર્ગદર્શન આપવા અંગે, ગ્રામ્ય કક્ષાએ રથના સ્વાગત માટે ગ્રામજનોને જાણકારી આપવા અંગે, રથના રાત્રી રોકાણ અંગે, રથ દ્વારા ગામોમાં સરકારશ્રીની જનકલ્યાણકારી વિવિધ યોજના અંગે પ્રચાર-પ્રસાર કરવા અંગે, તથા રથ અંગેની ડેટા અન્ટ્રી ઉપર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું. અંતે આ યાત્રા દરમિયાન તમામ આનુસાંગિક કામગીરી સંપુર્ણ નિષ્ઠા અને જવાબદારી પુર્વક હાથ ધરવા કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. 
અત્રે ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જિલ્લામાં કુલ- 2 રથની ફાળવણી સાથે સમગ્ર રાજ્યમાં કુલ- 82 રથ દ્વારા  “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે. ગુજરાતમં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ યાત્રા દરમિયાન 14 જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. 
 બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો