વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના મોડાસાના મેઢાસણ અને ભિલોડાના જેસીંગપુર ખાતે પોહચીં હતી.
વિકાસ યાત્રાના રથનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ અરવલ્લીના ભિલોડા તાલુકાના જેસીંગપુર અને મોડાસાના મેઢાસણ પોહચ્યાં હતાં.જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોનું ખાતમૂર્હત, લોકાર્પણ અને લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com