આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના પ્રત્યેક ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર દ્રારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના પ્રત્યેક ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર દ્રારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના વધુને વધુ ખેડુતો આગામી ખરીફ સિઝનમાં પ્રાકૃતિક ખેતીમાં જોડાય તે હેતુથી આત્મા યોજના દ્રારા ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગ સાથે ખાસ ઝુબેશા ચલાવવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે અરવલ્લી જિલ્લાના ૩૨૦ ગ્રામપંચાયતના ૬૭૪ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ અપવામાં આવેલ હતી. આ તાલીમની જિલ્લામાં તારીખ૨૦-૫-૨૦૨૨ થી ૩૦-૬-૨૦૨૨ સુધી જિલ્લાના દરેક ગામમાં આત્મા, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગ દ્રારા પ્રાકૃતિક ખેતી તાલીમ આપવામાં આવેલ હતી.
સૌપ્રથમ માનનીય જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મિટીગ કરવામાં આવેલ હતી. તેમના માર્ગદર્શક હેઠળ જિલ્લાના દરેક તાલુકામાં એક લાયઝન અધિકારીને તરીકે નિમણુક આપવામાં આવી હતી અને દરેક તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ખેતી અધિકારી, બાગાયત અધિકારી, પશુપાલન અધિકારી, વિસ્તરણ અધિકારી(ખેતી), બી.ટી.એમ અને એ.ટી.એમ વગેરે અધિકારીઓની તાલુકા કક્ષાની કમિટી બનાવવામાં આવેલ હતી. આ કમિટી દ્રારા દરેક ગામમાં ગ્રામસેવક, ખેડુતમિત્ર, તલાટી, જીલ્લા અને તાલુકાના પ્રાકૂતિક ખેતીના સંયોજક, સહસંયોજક, માસ્ટર ટ્રેનર વગેરે દ્રારા દરેક ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવેલ. જેના પરિણામા સ્વરૂપે જિલ્લાની ૩૨૦ ગ્રામ પંચાયતના ૬૭૪ ગામાના ૨૨૨૪૫ ખેડુતોને તાલીમ આપવામાં આવેલ હતી, જેમાંથી ૧૨૯૭૦ જેટલા ખેડુત આગામી ખરીફ સિઝનમાં પ્રાકૃતિક ખેતી કરશે તેમ ખેડુતોએ સંમતિ આપેલ છે.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com