અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં મળી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક.
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં મળી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક.
અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી. બેઠકમાં અનાજ વિતરણના ભાવ અને પ્રમાણ બાબતે ચર્ચા કરવામાં આવી. આ સાથે જિલ્લામાં કેરોસીન ફાળવણી તેમજ તેના વિતરણ પ્રમાણ અને ભાવમાં થયેલ ફેરફાર અંગે પણ સમિક્ષા કરવામાં આવી.
આ ઉપરાંત જિલ્લામાં વિવિધ કારણોસર બંધ થયેલ વાજબી ભાવની દુકાનો અને જાહેરનામા બહાર પાડવા ઉપરાંત નવીન દુકાનોની ફાળવણી અંગે પણ ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવા સૂચન આપવામાં આવ્યા. બેઠકમાં નિગમના ગોડાઉનમાં હાજર અનાજ વગેરેના સ્ટોકની પોઝિશન અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી.
આજની બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મિના , ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ, અન્ન પુરવઠા વિભાગના અધિકારી શ્રી ડો. મિતા ડોડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com