લાચાર પિતા બે સાક્ષી, તલાટી, મહારાજ સામે કલમ 468 નોધાવવા પોલીસમથકના પગથિયા ઘસી રહ્યા છે (ટોપી)

લાચાર પિતા બે સાક્ષી, તલાટી, મહારાજ સામે કલમ 468 નોધાવવા પોલીસમથકના પગથિયા ઘસી રહ્યા છે (ટોપી)
દાંતા પીએસઆઇના જવાબ ફરિયાદ નહીં લવુ તમારે પાલનપુર ગાંધીનગર સુધી ફુટવુ હોય ત્યાં ફુટી જજો  લાચાર પીતાનુ નિવેદન 
દાંતાપંથકની પરિણિત યુવતીને ઉઠાવી જઇ ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંધનામું રજુ કરી પ્રેમ લગ્ન કરાવી દીધા હોવાના આક્ષેપ
પુત્રી અને ભગાડી જનારા શખ્સ સામે પોલીસે એફ. આઇ. આર. નોંધી, ખોટું સોગંધનામું કરનારા સામે કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત
દાંતા તાલુકાના નાગેલ ગામની પરિણીત યુવતીને બાજુના જગતાપુરાનો સગીર અપહરણ કરી ગયો હતો. જે પછી ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંધનામું રજુ કરી સગીરના પ્રેમલગ્ન કરાવી દીધા હતા. આ અંગે યુવતીના પિતાએ અપહરણકર્તા શખ્સ અને પોતાની પુત્રી સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, લગ્ન કરાવવામાં મદદગારી કરનારા બે સાક્ષી, તલાટી અને લગ્ન કરાવનારા મહારાજ સામે કલમ 468 મુજબ ગૂનો નોંધવવા ગૃહસ્થ દાંતા પોલીસ મથકના પગથિયા ઘસી રહ્યા છે. આ અંગે તેમણે જિલ્લા પોલીસવડા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

દાંતા તાલુકાના નાગેલના ગૃહસ્થે તેમની પુત્રીના લગ્ન વશી ગામે કર્યા હતા. જ્યાં તેણી એક માસ અને 10 દિવસ રહ્યા પછી પિયર પરત આવી હતી. દરમિયાન 13 જુલાઇ 2021ના દિવસે બાજુના જગતાપુરા ગામનો સગીર તેણીનું અપહરણ કરી ગયો હતો. જે બંનેએ તારીખ 14/07/2021ના રોજ ખેડા જીલ્લાના થસરા તાલુકાના ચંદાસર ગામે પ્રેમલગ્ન કરી લીધા હતા. આ અંગે ગૃહસ્થે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ રીટ દાખલ કરતાં પોલીસે બંનેને કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં તેમની પુત્રીએ જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેની પાસે જવાનું કહેતા કોર્ટે તેને સોંપી હતી. દરમિયાન ગૃહસ્થે આ શખ્સનું લીવીંગ સર્ટી મેળવતાં તેની જન્મ તારીખ 31/08/2002 હતી. જે પુખ્તવયનો ન હોવા છતાં તેના જન્મના પ્રમાણપત્રનું સ્ટેમ્પ પેપર ઉપર ખોટું સોગંધનામું કરાવી પ્રેમ લગ્ન કરાયા હતા. આથી તેમણે પોતાની પુત્રી અને લગ્ન કરનારા શખ્સ સામે દાંતા પોલીસ મથકે 18/11/2021ના રોજ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને સામે ગૂનો નોંધ્યો હતો. જોકે, જન્મનું ખોટું સોગંધનામું કરી  આ લગ્નમાં સાક્ષી બનેલા વડગામ તાલુકાના વગદડી ગામના બે શખ્સો, ચંદાસરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને પ્રેમ લગ્ન કરાવનારા પાલનપુરના મહારાજ સામે આ ગૂનામાં ભારતીય ફોજદારી ધારાની કલમ 468 મુજબ આરોપીઓના નામ ઉમેરવા માટે જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, દાંતા પોલીસ મથક, જીલ્લા પોલીસવડા સહિત ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

બોક્ષ: ઉચ્ચ કક્ષાથી રેલો પગ સુધી આવતાં દાંતા પોલીસની ઊંઘ ઊડી બે સાક્ષી, તલાટીની ધરપડક કરવામાં આવી )

પ્રેમ લગ્ન કરનારા સગીરે રજુ કરેલા એલ.સીના જન્મના પ્રમાણપત્રમાં ઓછી ઉંમર હોવાનું ફલિત થાય છે. જે મુજબ તેની સામે પોલીસ મથકે બાળલગ્ન પ્રતિબંધક કલમ મુજબ ગૂનો નોંધવામાં આવ્યો છે. જેમાં મદદગારી કરનારા બે સાક્ષી, તલાટી, નોટરી તેમજ પ્રેમ લગ્ન કરનાર બંનેની ધરપકડ કરવામાં આવી છે. જોકે, યુવતીના પિતા જે આક્ષેપ કરી રહ્યા છે. તે જન્મ તારીખનું પ્રમાણપત્ર માત્ર તેમની પાસે જ હશે. પોલીસ તપાસમાં પણ કોઇપણ જગ્યાએથી સગીર દ્વારા બનાવેલ ખોટા દસ્તાવેજો કે જન્મનું પ્રમાણપત્ર ખોટું બનાવેલ હોય તેવું ફલિત થયેલ નથી. જેથી તેમની સામે કલમ 468 ઉમેરી શકાય નહીં
અહેવાલ જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો