પોસ્ટ્સ

દાંતા માં દેશી દારુના અડ્ડાઓ ને લઈ પોલીસ ઉપર અનેક સવાલો*

છબી
દાંતા માં  દેશી દારુના અડ્ડાઓ ને  લઈ પોલીસ ઉપર અનેક સવાલો દાંતામા દિતાના અડ્ડા ઉપર પોલીસના કાયદાઓ નેવે મુકી દારૂની મહેફીલ જામી દાંતા તાલુકામાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ અને અ સમાજિક ત્ત્તવો જ્યારે કાયદાનો કોઈ ડર જ ના હોય તે રીતે જાહેરમાં દારુની મહેફીલ જમાવી બેઠા હોય છે  ત્યારે કાયદા ના લીરેલીરા ઉડી રહ્યા છે તેમ છતાં પણ પોલીસ આખ આડા કાન કરી રહી ત્યારે પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થઇ રહયાં છે કેમ આવાં માથા ભારે બુટલેગરો ઉપર પોલીસ કોઈ પગલાં કે કોઈ કાર્યવાહી કરતી નથી શુ પોલીસ ને દર મહિને તેનુ મળી જતું હશે કે શુ તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠવા પામી રહયાં છે શુ બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબ આવાં માથા ભારે બુટલેગરો ઉપર કોઈ કાર્યવાહી કે કોઈ પણ પ્રકારના પગલાં લેવરાવશે ખરા કે પછી જેસે ચલતા હૈ વૈસે ચલને દો એવું થઈને રહેશે હવે એ જોવાનું રહયું કે દાંતામા વર્ષો થી ચાલતો દેશી દારૂના અડ્ડા પર દાંતા પોલીસ રેડ કરીને કેટલા સમયમાં દિતાને જેલના હવાલે કે તે જોવાનું રહયું  રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં સરપંચશ્રીઓને અને ખેડુતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા.

છબી
અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં સરપંચશ્રીઓને અને ખેડુતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા.                                   વડાપ્રધાનશ્રી દ્વારા તારીખ 16- 12 -2020 ના 'નેશનલ કોનકલેવ ઓન નેચરલ ફાર્મિંગ 'ના કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ નું મહત્વ અને તેની હાલની જરૃરિયાત ધ્યાને લઇ દરેક ગ્રામ પંચાયતના એક ગામમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેડૂતો ખેતી કરતા થાય તો આ પદ્ધતિનો સરળતાથી વ્યાપ વધી શકે તેમ જણાવ્યું છે.આ માટે જિલ્લાના તમામ સરપંચશ્રીઓ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા.ભારત સરકાર દ્વારા મેનેજ હૈદરાબાદની રાષ્ટ્રીય કક્ષાની નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે .રાજ્યકક્ષાએ સમિતિને એજન્સી તરીકે નિયુક્ત કરેલ છે. આજરોજ ભિલોડા અને મેઘરજ તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભિલોડા તાલુકા નો કાર્યક્રમ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતે અને મેઘરજ તાલુકા નો કાર્યક્રમ તાલુકા પંચાયતની રચના સભાખંડ ખાતે યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઓનલાઇન માધ્યમથી તેમ જ ઓફલાઈન માધ્યમ

સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મથી બાળકોના ચહેરા પર લાવ્યા સ્મિત.

છબી
સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મથી બાળકોના ચહેરા પર લાવ્યા સ્મિત. સરકારના પ્રયત્નોથી કલેફ્ટ લિપ ધરાવતા બાળકોને મળી નવી મુસ્કાન. બાળકો દેશની આવતીકાલ છે દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. બાળકની એક મુસ્કાન આપણા દિલને રાહત આપે છે. ક્લેફ્ટ લિપ( કપાયેલા હોઠ) ધરાવતા બાળકોને સ્મિત આપવાનું કાર્ય કર્યું છે અરવલ્લી જીલ્લાની આરોગ્ય ટીમે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કલેફટ લિપ ધરાવતા બાળકોને અમદાવાદ લઈ જઈ તેમનું ઓપરેશન કરાવી બાળકો અને તેના પરિવારના સભ્યોને નવી મુસ્કાન મળી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાલીઓને સમજાવી, બાળકોની યોગ્ય તપાસ કરી તેના ઓપરેશન સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. ઓપરેશન બાદ પણ બાળકની સારવાર અંગે તંત્ર દ્વારા સતત માહિતી મેળવવામાં આવે છે. આ યોજનાની મદદથી મોડાસાના વતની એવા અને સામાન્ય જીવન જીવતા વ્યક્તિના પુત્રને સારવાર આપવામાં આવી. સરકાર અને તંત્રનો આભાર માનતા તેમને જણાવ્યું કે અમને હતું કે બાળકને આ પરિસ્થિતિમાં હેરાન થવું પડશે પરંતુ સરકારે તેની સારવાર કરાવી તેને ખુશહાલ બનાવ્યો છે. હું સરકાર અને જિલ્લા તંત્રનો આભારી છું.

લોકોના જીવ બચાવવામાં અરવલ્લી જિલ્લા 108 સેવા અવ્વલ.

છબી
લોકોના જીવ બચાવવામાં અરવલ્લી જિલ્લા 108 સેવા અવ્વલ. --------------------------  3 મહિનામાં 3 હજાર 800 થી વધૂ લોકોની મદદે પહોંચી 108. રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે. રાજ્યના નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર રાજ્ય સરકારે 108ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા હતા પણ આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે.  એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે. અરવલ્લી જિલ્લામાં પણ 108 દ્વારા છેલ્લા 3 માસમાં 3 હજાર 800થી વધુ લોકોની મદદ કરી છે. જીલ્લાના કોઈ પણ ખૂણે 19 મિનિટથી ઓછા સમયમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી જાય છે. 108ના સ્ટાફ દ્વારા ઘણા બધા કેસોમાં પ્રસૂતા માતાઓની ડિલિવરી પણ કરાવવામાં આવે છે. 5 મહિન

અરવલ્લીના ખેડૂત શ્રિકાંતભાઈએ 3 વર્ષમાં કરી રૂ.1 કરોડ 58 લાખની કમાણી.====================

છબી
અરવલ્લીના ખેડૂત શ્રિકાંતભાઈએ 3 વર્ષમાં કરી રૂ.1 કરોડ 58 લાખની કમાણી. ==================== શ્રીકાંતભાઈ પટેલે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી મેળવ્યો અઢળક નફો. અરવલ્લી જિલ્લાના બાયડના વતની શ્રીકાંતભાઈ ઠાકોરભાઈ પટેલને ઘઉં,મગફળી જેવી પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતીમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી.  પહેલા પરંપરાગત પાકની ખેતીથી તેમને થોડી ઘણી આવક થતી હતી જેમાંથી તેમનું ગુજરાન મુશ્કેલીથી ચાલતી હતું. સરકારની વિવિધ યોજના અને જિલ્લા બાગાયત વિભાગના સહકારથી આજે તેમનાં સંયુક્ત કુટુંબ દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે. 3 વર્ષમાં પ્રતિવર્ષ 15 એકર એમ 60 એકર જમીનમાં થયેલ ડ્રેગન ફ્રૂટની ખેતીનો ખર્ચ બાદ કરતા કુલ રૂ.158,01,250/- ની આવક મેળવી છે  સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પદ્માવતી ફાર્મ નામની માર્કેટિંગ કરી મબલખ નફો મેળવ્યો છે. તેમજ તેઓ નર્સરીમાં ડ્રેગન ફ્રૂટના  રોપા તૈયાર કરી લોકલ તથા  અન્ય રાજ્ય મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, યુપી, રાજસ્થાન અને કાશ્મીરમાં પણ વેચાણ કરે છે. શ્રિકાંતભાઇએ રાજ્યસરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનતા જણાવ્યું કે સરકારની યોજનાની મદદથી હ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી

છબી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી    પત્રકાર એકતા પરિષદના  બોડેલી તાલુકા પ્રમુખ પદે શેહજબભાઈ ખત્રીની સર્વાનુમતે વરણી કરાઈ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ કારોબારી સભ્ય સઈદ સોમરા  ના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પ્રમુખ સંજય મહેશ્વરી ઝોન પ્રભારી જમીલ પઠાણ જિલ્લા આઈ. ટી સેલ તૌફીક શેખ ની ઉપસ્થિતી મા આજરોજ તા. ૦૪/૦૬/૨૦૨૨ ને શનીવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી.   જેમાં બોડેલી તાલુકા ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા      પત્રકાર એકતા પરિષદની રૂપરેખા રજૂ કરતાં પ્રદેશ કારોબારી સભ્ય સઈદ  સોમરા એ જણાવ્યું હતું કે,ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.       હાજર ઉપસ્થિત મહાનુભવોએ સંગઠનમાં જોડાવાથી થતાં ફાયદાઓ અને સંગઠનની તાકાત વિશે વિસ્તારથી સમ

અમદાવાદથી અંબાજી આવેલા ભક્તને પ્રસાદના વેપારીએ કહ્યું પ્રસાદના 1360 નહિ આપે તો જીવતો જવા દેશુ નહિ.

છબી
અમદાવાદથી અંબાજી આવેલા ભક્તને પ્રસાદના વેપારીએ કહ્યું પ્રસાદના 1360 નહિ આપે તો જીવતો જવા દેશુ નહિ. જીએનએ અંબાજી: અમદાવાદ બાપુનગરથી અંબાજી આવેલા ભક્તને પ્રસાદના વેપારીએ કહ્યું પ્રસાદના 1360 નહિ આપે તો જીવતો જવા દેશુ નહિ , પ્રસાદીયાની લુખ્ખાગીરી હર્ષ સંઘવી બંદ કરાવે   સમગ્ર વિશ્વમાં માં અંબાનું નામ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી તરીકે ઓળખાય છે .આ ધામમા માં અંબાના ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અંબાજી આવતા ભક્તો માતાજીના દર્શન કરવા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં આવે છે .અંબાજીને રાજ્ય સરકાર દેશનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવા જઈ રહી છે ત્યારે અંબાજી આવતા ભક્તો સૌ પ્રથમ લૂંટફાટ નો શિકાર બની રહ્યા છે.3 જૂનના રોજ અંબાજી આવેલા માઇભક્તોને ખુબજ કડવો અનુભવ થયો હતો અને ગુજરાતના વેપારીને ગુજરાતમાંજ ખુલ્લી ધમકી આપવામાં આવે તે ખુબજ ગંભીર બાબત છે છેવટે અમદાવાદ ના માઈ ભક્તે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.ગોપાલભાઈએ અંબાજીના પ્રસાદીયા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે અને પોલીસે પોલીસે 384,506(2) અને 114 મુજબ ગુન્હો નોંધીને વધુ તપાસ ચલા

મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો.

છબી
મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો. "કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ " અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર  કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર. આજ રોજ તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ગોપાલ સ્નેક્સ પ્રા.લી.,અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે "કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ " અંતર્ગત કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર ગોપાલ સ્નેક્સ પ્રા.લી કેમ્પસમાં યોજાયો. કાર્યક્રમમાં સાંનિધ્ય સમારંભના સ્થાનિક ફરિયાદ સમિતિ તેમજ કાર્યક્રમના સમારંભના અધ્યક્ષશ્રી વનીતાબેન પટેલ મોડાસા,  મુખ્ય મહેમાનશ્રી સ્થાનિક ફરિયાદ સમિતીના સભ્યશ્રી ડૉ.દિપ્તીબેન ઉપાધ્યાય કે.એસ.નીનામા, સભ્યશ્રી સ્થાનિક ફરિયાદ સમિતિ સહ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી,સભ્ય

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 84મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયોબનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ના મહંત ઘેવરદાસ બાપુ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 84મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ના મહંત ઘેવરદાસ બાપુ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 84મા શનિવારે માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમ ભાઈ દવે ના સ્વરમાં પટેલ માવાજી જેઠાજી મુ ભલાસરા ના સૌજન્ય થી બહોળી સંખ્યામાં ભક્તજનો તથા ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો  11મુખી હનુમાન દાદા ના અપરંપાર પરચાઓને કારણે દર શનિવારે દુર દુરથી શ્રદ્ધાળુઓ નો માનવ મહેરામણ ઉમટી પડે છે આગામી 11/6/22 ને શનિવારે 85મો સંગીતમય સુંદર કાંડ વૈષ્ણવ હિતેશદાસ હંસારામજી મુ પલાદર તા સાંચોરના સૌજન્યથી યોજાશે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

અરવલ્લી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી ૨૪/૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત રહેશે.

છબી
અરવલ્લી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી ૨૪/૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત રહેશે. ***************         અરવલ્લી -   રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમ્યાન કુદરતી આપત્તિઓ જેવી કે, વાવાઝોડું, પૂર, અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત /તકેદારીના પગલાં લેવા માટે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તારીખ ૧-૦૬-૨૦૨૨થી તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધી 24/7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરુ કરવામાં આવેલ છે.કુદરતી આફત દરમ્યાન જિલ્લાને ઓછામાં ઓછું નુકસાન થાય, સમયસર રાહત અને મદદ મળી રહે, સાધન સામગ્રી ઉપલબ્ધ થાય, અને પૂર્વવત પરિસ્થિતિનું પુનઃનિર્માણ કરવામાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મદદરૂપ થશે. તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધી ઇમરજન્સી ઓપેરશન સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. જે 24/7 કાર્યરત રહેશે. કંટ્રોલ રૂમના નંબરો  જિલ્લા ઇમરજન્સી ઓપેરશન સેંટર -કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, અરવલ્લી  ૦૨૭૭૪ - ૨૫૦૨૨૧-તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર, મામલતદાર કચેરી ભિલોડા  ૦૨૭૭૧ - ૨૩૪૫૨૪ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામલતદાર કચેરી, મેઘરજ ૦૨૭૭૩ – ૨૪૪૩૨૮ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામલતદાર કચેરી, માલપુર ૦૨૭૭૩ - ૨૨૩૦૪૧ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામ

અરવલ્લી જિલ્લામાં તાલુકા કક્ષાનો વિદ્યાર્થીઓ માટેનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

છબી
અરવલ્લી જિલ્લામાં તાલુકા કક્ષાનો વિદ્યાર્થીઓ માટેનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારની ઉમદા પહેલને વિદ્યાર્થીઓએ આવકારી, મોટી સંખ્યામાં કારકિર્દી માર્ગદર્શન સેમીનારમાં ભાગ લીધો. અરવલ્લીમાં બાયડ, મેઘરજ અને ધનસુરામાં  તાલુકા કક્ષાનો 1-6-22ના રોજ શ્રી એન. એચ. શાહ હાઈસ્કૂલમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારની આ ઉમદા પહેલને વિદ્યાર્થીઓએ આવકારી લીધી હતી અને સેમીનારમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને નિષ્ણાંતો દ્વારા ઓનલાઇન તેમજ ઓફલાઇન માર્ગદર્શન અપાયું હતું.તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરી માંથી ડામોર કિરીટભાઈ,જિલ્લા રોજગાર કચેરી માંથી કેરિયર કાઉન્સિલર ધારાબેન પંડ્યા,ઔધોગિક તાલીમ સંસ્થા માંથી પટેલ નિરભાઈ તથા શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈ ઉપસ્થિત  રહ્યાં હતા.અને વિદ્યાર્થીઓને કારકિર્દી માટેની શુભેચ્છા સહ માર્ગદર્શન આપ્યું હતું. આ વિષયના નિષ્ણાંતો ઉપર તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર બાબતે માર્ગદર્શન કર્યું હતું. તાલુકા કક્ષાનો

प्रदूषण के चलते नदियों के दम तोड़ते ही मानव के अस्तित्व पर लगा प्रश्नचिन्ह..ज्योति बाबा

છબી
नदिया हमारी जीवन रेखा है...ज्योति बाबा  वन अर्थ ! प्रकृति के साथ सद्भाव से रहना जरूरी है.. ज्योति बाबा  प्रदूषण के चलते नदियों के दम तोड़ते ही मानव के अस्तित्व पर लगा प्रश्नचिन्ह..ज्योति बाबा  कानपुर l नदिया हमारी जीवन रेखा हैं उनको हम मां मानते आए हैं लेकिन तब भी नदियों को जी भरकर गंदा करते हैं हमारी यह जीवन रेखाएं आज दम तोड़ रही हैं क्या हमें नदियों की गंदगी दिखाई नहीं दे रही है या हम देख करके भी अनदेखा कर रहे हैं याद रखें यही अनदेखी हमारे अस्तित्व पर ही प्रश्नचिन्ह खड़ा कर देगी उपरोक्त बात सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत विश्व पर्यावरण दिवस के परिप्रेक्ष्य में गुप्तार घाट कानपुर में आयोजित नदियों को प्रदूषित होने से बचाएं संकल्प के साथ ज्योति बाबा एकल जल सत्याग्रह आयोजन के बाद अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के नेशनल ब्रांड एंबेसडर योग गुरु ज्योति बाबा ने कही ज्योति बाबा ने आगे कहा की नदियों के बचाव और उनके जल को साफ रखने के लिए अगर ठोस कदम नहीं उठाए जाते हैं तो इसके परिणाम

ભારતના પુર્વ વડાપ્રધાન માનનીય શ્રીમાન મનમોહનસિંહ ના સલાહકાર અને સમાજ સેવક અને મહાત્મા ગાંધીજી ની વિચારધારા ને મજબુત કરવા માટે શહેર મા ગાંધી બાપુ નું સપના નુ ભારત ના જન સંવાદ ના ક્રયકમ ના પ્રણેતા માનનીય શબનમ હાશમીબેન .ભાવનાબેન શર્મા અને ગુજરાત રાજનીતિ ના વિસ્લેશક દેવભાઇ દેસાઈ આજે ડીસા ખાતે જીલ્લા પંચાયત રેસ્ટ હાઉસ મા તા 2/6/2022 ને સોમવારે બપોરે 12 કલાકે ગાંધીવાદી સમાજ સેવકો ને મળ્યા

છબી
ભારતના પુર્વ વડાપ્રધાન માનનીય શ્રીમાન મનમોહનસિંહ ના સલાહકાર અને સમાજ સેવક અને મહાત્મા ગાંધીજી ની વિચારધારા ને મજબુત કરવા માટે શહેર મા ગાંધી બાપુ નું સપના નુ ભારત ના જન સંવાદ ના ક્રયકમ ના પ્રણેતા માનનીય શબનમ હાશમીબેન .ભાવનાબેન શર્મા અને ગુજરાત રાજનીતિ ના વિસ્લેશક દેવભાઇ દેસાઈ આજે ડીસા ખાતે જીલ્લા પંચાયત રેસ્ટ હાઉસ મા તા 2/6/2022 ને સોમવારે બપોરે 12 કલાકે  ગાંધીવાદી સમાજ સેવકો ને મળ્યા જેમાં લાખની તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ મહેશભાઈ દવે. કોંગ્રેસ આગેવાન નરસિંહભાઈ રબારી (જોટાણા) (કિષ્ના કાઠીવાડી). જીલ્લા પંચાયતની કારોબારી સમિતિ ના પુર્વ ચેરમેન અજમલજી રાનેરા (ઠાકોર). ડીસા નગરપાલીકા ના સદસ્ય અને બનાસ મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર મોદી. જીલ્લા પંચાયતના પુર્વ ડેલીગેટ પોપટજી દેલવડિયા.યુવાન ધારાશાસ્ત્રી સુભાષભાઈ. કોંગ્રેસ આગેવાન  હરજીતભાઇ ચૌધરી. એન એસ યુ આઇ પ્રમુખ દીપક દેસાઈ કોંગ્રેસ શહેર મહામંત્રી પ્રભાતભાઈ દેસાઇ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા ને ગાંધીબાપુ ના ભારત નું સપનું પુણ કરવા માટે ની તૈયાર બતાવી હતી.  બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

અરવલ્લી જિલ્લામાં પોષણ અભિયાન થકી બાળકો અને મહિલાઓને મળ્યો લાભ.

છબી
અરવલ્લી જિલ્લામાં પોષણ અભિયાન થકી બાળકો અને મહિલાઓને મળ્યો લાભ. મધ્યાહન ભોજન યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો છે.બાળકોમાં પોષણ વધારવું, બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું અને પોષ્ટિક આહાર આપવો એ યોજનાના મુખ્ય ઘટક છે.                                  મધ્યાહન ભોજન યોજના થકી અરવલ્લી જિલ્લામાં કોરોના કાળમાં શાળાઓ બંધ હતી ત્યારે બાળકોના ઘર સુધી અનાજ પોહચાડવામાં આવ્યું હતુ.દેશમાં અને રાજ્યમાં કોરોના સમયમાં લોકડાઉનની સ્થિતિમાં દરેક ગામડાઓમાં મધ્યાહન ભોજન ઘ્વારા સુંદર કામગીરી કરવામાં આવી અરવલ્લી જિલ્લાના સાયરા ગામના વતની જાદવ અશોકકુમાર નાનુભાઈ જણાવે છે ; કે મધ્યાહન ભોજન ઘ્વારા ઘરે - ઘરે અનાજ પોહચાડવામાં આવ્યું તેનો લાભ કોરોનાની પરિસ્થિતિમાં દરેક ગ્રામવાસીઓએ લીધો.જો કોરોનામાં મધ્યાહન ભોજનનો લાભ લીધો તેનાથી મારો પરિવારને અનાજ મળી રહ્યું અને કોરોના સમયમાં અમારા પરિવારને મદદ મળી રહી. તેના માટે અમે આભારી છીએ. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .

દાંતા ખાતે તોલમાપ અધિકારીશ્રીના દરોડા : નિયમોના ભંગ બદલ વેપારી સામે યોગ્ય કાર્યવાહી કરી રૂ.૧,૧૬,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો*

છબી
*દાંતા ખાતે તોલમાપ અધિકારીશ્રીના દરોડા : નિયમોના ભંગ બદલ વેપારી સામે યોગ્ય કાર્યવાહી કરી રૂ.૧,૧૬,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો* ***** *ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા અને અંબાજી દ્વારા અંબાજીમાં રહી ગ્રાહકોના હિત માટે પુરા ગુજરાતમાં કરી રહી છે શ્રેષ્ઠ ગ્રાહક સુરક્ષાની કામગીરી* આજે કેટલાક તત્વો ગ્રાહકોને છેતરવાનું ચુકતા નથી જેમ શાકભાજીની લારી વાળા હોય કે પછી ફેરીયા વાળ હોય જે તોલ માપમાં ગરબડ કરી છેતરવાનું કામ કરતાં હોય છે તો કેટલાક વેપારીઓ પણ ઘણી વખત વસ્તુની વેંચાણ કિંમતમાં ચેડા કરી વધુ ભાવ લઈ લેતા હોય છે. આ ઉપરાંત કેટલાક વેપારીઓ પેકેટ પર છાપવામાં આવેલી મહત્તમ વેચાણ કિંમત કરતા વધુ ભાવ લેવો, પેકેટ પર છાપેલી કિંમતમાં ચેકચાક કરવી, કોમોડીટીઝ રૂલ્સ - ૨૦૧૧ ના નિયમ મુજબ જરૂરી નિર્દેશન વિગતો દર્શાવ્યા વિના પેકેટ વેંચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતાં હોય છે.  બનાસકાંઠા જિલ્લામાં ગ્રાહકોના હિતમાં સારી કામગીરી કરતી ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા અને અંબાજી સંસ્થાના પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જરના ધ્યાને આવેલ હકીકતના આધારે દાંતા ખાતે આવેલ ફેરસુક સુપર માર્કેટ

जानलेवा तंबाकू बनी स्वच्छ पर्यावरण के लिए कॉल.. कौशल किशोर ब्यूरो रिपोर्ट PHN NEWS

છબી
जानलेवा तंबाकू बनी स्वच्छ पर्यावरण के लिए कॉल.. कौशल किशोर  तंबाकू प्रकृति की हरियाली को कर रहा खत्म... कौशल किशोर  हरियाली है मानव की शान तंबाकू बना रही शमशान... कौशल किशोर  कानपुर/लखनऊ l ग्लोबल एडल्ट टोबैको सर्वेक्षण में यह खुलासा हुआ है कि जो तंबाकू नियंत्रण के लिए 2003 में कोटपा ला बनाया गया था उसका प्रभावी तरीके से क्रियान्वयन ना हो पाने के चलते तंबाकू का प्रयोग हर वर्ग में महामारी के रूप में फैल चुका है इसीलिए विश्व तंबाकू निषेध दिवस की इस बार की थीम है आओ पर्यावरण की सुरक्षा करें उपरोक्त बात नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तत्वाधान में सोसाइटी योग ज्योति इंडिया के सहयोग से बख्शी का तालाब में विश्व तंबाकू निषेध दिवस के अवसर पर आयोजित कौशल किशोर का तंबाकू विरोधी समागम में 10000 जागरूक लोगों से केंद्रीय मंत्री माननीय कौशल किशोर जी ने कही उन्होंने सभी को तंबाकू विरोधी अभियान को जन-जन तक पहुंचाने का संकल्प कराया बल्कि 128 लोगों ने आगे बढ़कर तंबाकू उत्पादों को फुटबॉल के रूप में फेंक कर मंत्री जी की बातों से प्रेरित होकर छोड़ने का संकल्प भी लिया समागम का

ડીસા નગરપાલીકા ના પુર્વ પ્રમુખ ડીસા બાર એસોસિયેશન ના પુર્વ પ્રમુખ પ્રતિષ્ઠિત એડવોકેટ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી ત્રિકમભાઈ અંબારામ ત્રિવેદી ની બનાસકાંઠા જિલ્લા માં ગુજરાત સરકારે ગ્રેન્ડ લેબિંગ ના કાયદા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર તરીકે જિલ્લા માં ચાલતા કેસ ની કામગીરી અંગે નવ નિમણુક કરેલ છે

છબી
ડીસા નગરપાલીકા ના પુર્વ પ્રમુખ ડીસા બાર એસોસિયેશન ના પુર્વ પ્રમુખ પ્રતિષ્ઠિત એડવોકેટ  તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી ત્રિકમભાઈ અંબારામ ત્રિવેદી ની બનાસકાંઠા જિલ્લા માં ગુજરાત સરકારે ગ્રેન્ડ લેબિંગ ના કાયદા માટે સ્પેશિયલ  પબ્લિક પ્રોસિકયુટર તરીકે જિલ્લા માં ચાલતા કેસ ની કામગીરી અંગે નવ નિમણુક કરેલ છે  વિધવાન ધારાશાસ્ત્રી ત્રિકમભાઇ ત્રીવેદી સાહેબ નું સન્માન ડીસા મોઢ મોદી ઘાંચી સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ઇશ્વરલાલ સેવંતીલાલ કાનુડાવાલા સ્વાગત ક્રેડીટ કો.ઓ.ઓપરેટીવ સો લી. ના ચેરમેન પીનલભાઇ નાનુભાઈ નાસરીવાલા શ્રી ડીસા કરીયાણામરચન્ટ એસોસિયેશન પ્રમુખ અને ડીસા નગરપાલીકા ના સદસ્ય જગદિશચંદ્ર શંકરલાલ મોદી  એ ડીસા મોઢ મોદી ઘાંચી સમાજ ટ્રસ્ટ વતી સાલ સુરત ની આટી થી સન્માનિત કરવામાં આવ્યા ને મોઢું મીઠું કરાવી ને સફળતા ના સીખરો સર કરો તેવી શુભકામના આપવામાં આવેલ  ખૂબ ખૂબ અભિનંદન... ડીસા માટે ગૌરવની વાત છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા