અરવલ્લીના ખેડૂત શ્રિકાંતભાઈએ 3 વર્ષમાં કરી રૂ.1 કરોડ 58 લાખની કમાણી.====================
અરવલ્લીના ખેડૂત શ્રિકાંતભાઈએ 3 વર્ષમાં કરી રૂ.1 કરોડ 58 લાખની કમાણી.
અરવલ્લી જિલ્લાના બાયડના વતની શ્રીકાંતભાઈ ઠાકોરભાઈ પટેલને ઘઉં,મગફળી જેવી પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતીમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી. પહેલા પરંપરાગત પાકની ખેતીથી તેમને થોડી ઘણી આવક થતી હતી જેમાંથી તેમનું ગુજરાન મુશ્કેલીથી ચાલતી હતું. સરકારની વિવિધ યોજના અને જિલ્લા બાગાયત વિભાગના સહકારથી આજે તેમનાં સંયુક્ત કુટુંબ દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે.
3 વર્ષમાં પ્રતિવર્ષ 15 એકર એમ 60 એકર જમીનમાં થયેલ ડ્રેગન ફ્રૂટની ખેતીનો ખર્ચ બાદ કરતા કુલ રૂ.158,01,250/- ની આવક મેળવી છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પદ્માવતી ફાર્મ નામની માર્કેટિંગ કરી મબલખ નફો મેળવ્યો છે. તેમજ તેઓ નર્સરીમાં ડ્રેગન ફ્રૂટના રોપા તૈયાર કરી લોકલ તથા અન્ય રાજ્ય મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, યુપી, રાજસ્થાન અને કાશ્મીરમાં પણ વેચાણ કરે છે.
શ્રિકાંતભાઇએ રાજ્યસરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનતા જણાવ્યું કે સરકારની યોજનાની મદદથી હું આ મોંઘી ગણાતી એવી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી શક્યો છું. આ ખેતીથી મને અને મારા પરિવારને ખુબજ લાભ મળ્યો છે . અમને જોઈને ઘણા અન્ય લોકો પણ આ પ્રકારની ખેતી તરફ વળ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com