છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી 
  પત્રકાર એકતા પરિષદના  બોડેલી તાલુકા પ્રમુખ પદે શેહજબભાઈ ખત્રીની સર્વાનુમતે વરણી કરાઈ
પત્રકાર એકતા પરિષદના પ્રદેશ કારોબારી સભ્ય સઈદ સોમરા  ના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પ્રમુખ સંજય મહેશ્વરી ઝોન પ્રભારી જમીલ પઠાણ જિલ્લા આઈ. ટી સેલ તૌફીક શેખ ની ઉપસ્થિતી મા આજરોજ તા. ૦૪/૦૬/૨૦૨૨ ને શનીવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. 
 જેમાં બોડેલી તાલુકા ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા
     પત્રકાર એકતા પરિષદની રૂપરેખા રજૂ કરતાં પ્રદેશ કારોબારી સભ્ય સઈદ  સોમરા એ જણાવ્યું હતું કે,ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.
      હાજર ઉપસ્થિત મહાનુભવોએ સંગઠનમાં જોડાવાથી થતાં ફાયદાઓ અને સંગઠનની તાકાત વિશે વિસ્તારથી સમજૂતી આપી હતી. આજના સમયમાં સંગઠન શક્તિ એ જ સર્વોપરિ છે. જેથી વધુને વધુ પત્રકારો આપણા સંગઠનમાં જોડાય તે માટે પ્રેરિત કર્યા હતા.
    છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે શ્રી શેહજબભાઈ ખત્રી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને સૌ કોઈએ હર્ષ અને તાળીઓ સાથે વધાવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે શ્રી જિગ્નેશ દરજી અને ઈમરાન મનસુરી ની નિમણૂંક કરાઈ હતી. જ્યારે મહામંત્રીપદે મહંમદ હુશેન ખત્રી અને મૈયુદ્દીન ખત્રી મંત્રી તરીકે જહીર સૈયદ અને આરીફ પઠાણ સહમંત્રી તરીકે  આસીફ ખત્રી અને રવીભાઈ તરબદા જ્યારે ખજાનચી તરીકે હૈદરખાન પઠાણ  અને આઇટી સેલમાં સોએબ ભાઈ શેખની  નિમણૂંક કરાઈ હતી નવા વરાયેલા તમામ હોદેદારોએ એકમતે પત્રકાર એકતા પરિષદને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ PHN NEWS Gujarat 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો