દાંતા ખાતે તોલમાપ અધિકારીશ્રીના દરોડા : નિયમોના ભંગ બદલ વેપારી સામે યોગ્ય કાર્યવાહી કરી રૂ.૧,૧૬,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો*

*દાંતા ખાતે તોલમાપ અધિકારીશ્રીના દરોડા : નિયમોના ભંગ બદલ વેપારી સામે યોગ્ય કાર્યવાહી કરી રૂ.૧,૧૬,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો*
*****
*ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા અને અંબાજી દ્વારા અંબાજીમાં રહી ગ્રાહકોના હિત માટે પુરા ગુજરાતમાં કરી રહી છે શ્રેષ્ઠ ગ્રાહક સુરક્ષાની કામગીરી*

આજે કેટલાક તત્વો ગ્રાહકોને છેતરવાનું ચુકતા નથી જેમ શાકભાજીની લારી વાળા હોય કે પછી ફેરીયા વાળ હોય જે તોલ માપમાં ગરબડ કરી છેતરવાનું કામ કરતાં હોય છે તો કેટલાક વેપારીઓ પણ ઘણી વખત વસ્તુની વેંચાણ કિંમતમાં ચેડા કરી વધુ ભાવ લઈ લેતા હોય છે. આ ઉપરાંત કેટલાક વેપારીઓ પેકેટ પર છાપવામાં આવેલી મહત્તમ વેચાણ કિંમત કરતા વધુ ભાવ લેવો, પેકેટ પર છાપેલી કિંમતમાં ચેકચાક કરવી, કોમોડીટીઝ રૂલ્સ - ૨૦૧૧ ના નિયમ મુજબ જરૂરી નિર્દેશન વિગતો દર્શાવ્યા વિના પેકેટ વેંચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતાં હોય છે. 
બનાસકાંઠા જિલ્લામાં ગ્રાહકોના હિતમાં સારી કામગીરી કરતી ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા અને અંબાજી સંસ્થાના પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જરના ધ્યાને આવેલ હકીકતના આધારે દાંતા ખાતે આવેલ ફેરસુક સુપર માર્કેટ મોલમાં ગ્રાહકોના હિતો જોખમાય તેવા પેકિંગ વાળી વસ્તુનું વેચાણ થઈ રહ્યું હોવાનું જણાતા શ્રી ગુર્જર દ્વારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી તેમણે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા તોલમાપ અધિકારીશ્રી અને સ્ટેટ લેવલે યોગ્ય કાર્યવાહી થાય તે માટે ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ અંગે તા.૧ જુન-૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લા તોલમાપ અધિકારીશ્રી એસ.વી.પટેલ, તાબા હેઠળના નિરીક્ષક શ્રી વરૂણ ચૌધરી, શ્રી રાહુલ ભૂટકા અને શ્રી ચંદનસિંહ કૂંકણાની ટીમને સાથે રાખી મોલમાં દરોડા પાડી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા મોલમાં ધાણા, મેથી અને મરી મસાલાના સહિતની સીલબંધ પેકેજો પર પેકેજ કોમોડીટીઝ રૂલ્સ - ૨૦૧૧ ના નિયમ મુજબ કોઈ જ પ્રકારના નિર્દેશન કરેલા ના હોવાથી અને ઉત્પાદક અને પેકર તરીકે નિયમો મુજબ નોંધણી કરાવેલ ના હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને આ મોલના જવાબદાર વ્યક્તિઓએ કાયદા અને નિયમોનો ભંગ કરેલ અને પેકેટ વેંચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. જેથી શ્રી પટેલ દ્વારા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી ૧ લાખ ૧૬ હજાર નો ગુના માંડવાળ ફિ ની વસૂલાત કરવામાં આવી હતી.
ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી અને દાંતાના શ્રી વિપુલ ગુર્જર અંબાજીમાં બેસીને પણ ગ્રાહકોના હિત માટે પુરા ગુજરાતમાં શ્રેષ્ઠ ગ્રાહક સુરક્ષાની કામગીરી કરી રહ્યા છે.

રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો