અરવલ્લી જિલ્લામાં પોષણ અભિયાન થકી બાળકો અને મહિલાઓને મળ્યો લાભ.
મધ્યાહન ભોજન યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો છે.બાળકોમાં પોષણ વધારવું, બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું અને પોષ્ટિક આહાર આપવો એ યોજનાના મુખ્ય ઘટક છે. મધ્યાહન ભોજન યોજના થકી અરવલ્લી જિલ્લામાં કોરોના કાળમાં શાળાઓ બંધ હતી ત્યારે બાળકોના ઘર સુધી અનાજ પોહચાડવામાં આવ્યું હતુ.દેશમાં અને રાજ્યમાં કોરોના સમયમાં લોકડાઉનની સ્થિતિમાં દરેક ગામડાઓમાં મધ્યાહન ભોજન ઘ્વારા સુંદર કામગીરી કરવામાં આવી
અરવલ્લી જિલ્લાના સાયરા ગામના વતની જાદવ અશોકકુમાર નાનુભાઈ જણાવે છે ; કે મધ્યાહન ભોજન ઘ્વારા ઘરે - ઘરે અનાજ પોહચાડવામાં આવ્યું તેનો લાભ કોરોનાની પરિસ્થિતિમાં દરેક ગ્રામવાસીઓએ લીધો.જો કોરોનામાં મધ્યાહન ભોજનનો લાભ લીધો તેનાથી મારો પરિવારને અનાજ મળી રહ્યું અને કોરોના સમયમાં અમારા પરિવારને મદદ મળી રહી. તેના માટે અમે આભારી છીએ. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com