અરવલ્લી જિલ્લામાં તાલુકા કક્ષાનો વિદ્યાર્થીઓ માટેનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
રાજ્ય સરકારની ઉમદા પહેલને વિદ્યાર્થીઓએ આવકારી, મોટી સંખ્યામાં કારકિર્દી માર્ગદર્શન સેમીનારમાં ભાગ લીધો.
અરવલ્લીમાં બાયડ, મેઘરજ અને ધનસુરામાં તાલુકા કક્ષાનો 1-6-22ના રોજ શ્રી એન. એચ. શાહ હાઈસ્કૂલમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારની આ ઉમદા પહેલને વિદ્યાર્થીઓએ આવકારી લીધી હતી અને સેમીનારમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને નિષ્ણાંતો દ્વારા ઓનલાઇન તેમજ ઓફલાઇન માર્ગદર્શન અપાયું હતું.તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરી માંથી ડામોર કિરીટભાઈ,જિલ્લા રોજગાર કચેરી માંથી કેરિયર કાઉન્સિલર ધારાબેન પંડ્યા,ઔધોગિક તાલીમ સંસ્થા માંથી પટેલ નિરભાઈ તથા શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈ ઉપસ્થિત રહ્યાં હતા.અને વિદ્યાર્થીઓને કારકિર્દી માટેની શુભેચ્છા સહ માર્ગદર્શન આપ્યું હતું. આ વિષયના નિષ્ણાંતો ઉપર તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર બાબતે માર્ગદર્શન કર્યું હતું.
તાલુકા કક્ષાનો બીજા દિવસે તારીખ 2-6-22ના રોજ મોડેલ સ્કૂલ મેઘરજ ખાતે કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં જિલ્લા શિક્ષણકચેરી માંથી શ્રી કે.પી. મનાત, જિલ્લા રોજગાર કચેરી માંથી કેરિયર કાઉન્સિલર પંડ્યા ધારાબેન, સરકારી ઈજનેરી કોલેજમાંથી એ. કે. ડોડીયા, ITI મેઘરજ આચાર્યશ્રી પટેલ જતીનભાઈ, શાળાના આચાર્યશ્રી તથા બહોળી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
તારીખ 3-6-22 ના રોજ તાલુકા કક્ષાના કારકિર્દીલક્ષી કાર્યક્રમ ધનસુરા શ્રી જે. એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો. જેમાં જિલ્લા શિક્ષણકચેરીમાંથી કિરીટભાઈ ડામોર, જિલ્લા રોજગાર કચેરી માંથી પંડ્યા ધારાબેન, ITI વડાગામ આચાર્યશ્રી, ITI મોડાસામાંથી પટેલ નિરભાઈ, સરકારી ઈજનેરી કોલેજમાંથી ભાવિનભાઈ બ્રહ્મભટ્ટ, શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા કક્ષા ઉપરાંત તાલુકા કક્ષાએ પણ યોજાઇ રહ્યાં છે. જેથી છેવાડાના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ સુધી પણ કારકિર્દી ઘડવા માટેનું માર્ગદર્શન મળી રહે.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com