પોસ્ટ્સ

બનાસકાંઠાના દાંતા તાલુકાના ગામોમાં પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખાં

છબી
બનાસકાંઠાના દાંતા તાલુકાના ગામોમાં પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખાં ગુજરાતમા ઠેર ઠેર રોડ રસ્તા અને પાણી ની સમશ્યાઓ દૂર થઈ છે ત્યારે દાંતા તાલુકાના કુંડેલ ખાઈવાડ અને પાણોદરા મા પીવાના પાણી ન મળતા લોકોએ પોતાની સમશ્યા મીડિયા સમક્ષ વર્ણવી વાત કરવામાં આવે બનાસકાંઠાના દાંતા તાલુકાની તો દાંતા તાલુકાના ખાઈવાડ પાણોદરા અને કુંડેલ ગામ મા પીવાના પાણી ન મળતા ગામ લોકો મા રોષ ફેલાયો હતો ત્યારે હાલમાં નવીન ચૂંટાયેલા સરપંચ ને પાણીને લઇ અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ ગામમાં પાણીની સમશ્યા દુર ન થતાં ગામ લોકોએ પોતાની વેદના મીડિયા સમક્ષ રજુ કરી હતી વધુમાં વાત કરવામાં આવે તો ખાઈવાડ ગામની તો આ ગામમાં લોકોને અને મુગા ઢોરો ને પણ પાણી વગર તરશે મારવાનો વારો આવી આવ્યો છે  તેવામાં ખાઈવાડ ગામના એક જાગૃત યુવાને સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર 1916  ફરિયાદ કરવામાં આવી હતી જો આ ગામ માં  પાણી પુરૂ પાડવામાં નહીં આવે ગામ લોકો દ્વારા  ચુટણી નો બહિષ્કાર કરી ગાંધી ચિધ્યા મારગે આન્દોલન કરવાની ઉચ્ચારી હતી ચિમકી  રિપોર્ટર જયો

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાન દાદાની વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામગીરી શરૂ થતાં હનુમાન ભક્તોમાં આનંદ છવાયો..

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાન દાદાની વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામગીરી શરૂ થતાં હનુમાન ભક્તોમાં આનંદ છવાયો..  બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે 11મુખી હનુમાનજીની જોધપુરી લાલ પથ્થર માંથી 31ફૂટ ઉંચી તથા 150 ટન વજનની વિરાટ પ્રતિમા નિર્માણનુ કામ કાજ શરૂ થતાં 11મુખી હનુમાન દાદા ના વિશાળ ચાહક વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે 11મુખી હનુમાન ધામના મહંત ઘેવરદાસ બાપુ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 82મા શનિવારે માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમ ભાઈ દવે ના મુખે વૈષ્ણવ પ્રકાશદાસજી ભગવાનદાસજી મુ પરાવા તા સાંચોર રાજ,.ના સૌજન્ય થી યોજાયો આ પ્રસંગે થરાદ તાલુકા ભાજપાના મહામંત્રી અભેરામભાઈ રાજગોર, વરિષ્ઠ અધ્યાપક ઓમપ્રકાશ વૈષ્ણવ સાંકડી, ગણપતદાસ પુરાવા, ભરતદાસ વાઘાસણ ,બાલકદાસ બાપુ તથાબહોળી સંખ્યામાં ભક્તજનો તથા ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો  11મુખી હનુમાન દાદા ના અપરંપાર પરચાઓને કારણે દર શનિવારે દુર દુરથી શ્રદ્ધાળુઓ નો મ

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રધાનમંત્રી આદર્શગામ યોજનાની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રધાનમંત્રી આદર્શગામ યોજનાની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કેન્દ્રીય પુરસ્કૃત પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાની સમીક્ષા માટે જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં જિલ્લાના પસંદગી પામેલ ભિલોડા તાલુકાના મોટીબેબાર ગામ અને ભિલોડા તાલુકાના ઉકરડી ગામના વિકાસ કાર્યોની ચર્ચા કરાઈ. ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, રોડ રસ્તા, પાણીની ટાંકી, ગ્રામ પંચાયતના બાંધકામની કામગીરીની પણ સમિક્ષા કરાઈ. આ યોજનાથી ગામમાં કોઈ પણ વ્યક્તિ મકાન વીના નહિ રહે. જરુરી એવી તમામ સુવિધઓથી આ ગામ સજજ હશે. બેઠકમાં સરકાર દ્રારા મંજૂર થયેલા કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી.બેઠકમાં ગ્રામ પંચાયતે આપેલ કામ પૈકી કચેરી હસ્તકના કામોની પણ વિગત મેળવાઈ. આ ઉપરાંત જીલ્લાના લાભાર્થીઓને આપતા લાભ અંગે પણ ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના , અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમાર સહીતના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.  બ્યૂ

અરવલ્લી જિલ્લના અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમારની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

છબી
અરવલ્લી જિલ્લના અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમારની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક  આજે મોડાસા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જળસંચય, માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના,  સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી. સેવાસેતું કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપ

અરવલ્લી જિલ્લામાં મળી " સખી" વન સ્ટોપ સેન્ટરની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમીક્ષા બેઠક-------------------------------------------------------------------------માનનીય. કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું--------------------------------------------------

છબી
અરવલ્લી જિલ્લામાં મળી " સખી" વન સ્ટોપ સેન્ટરની  જિલ્લા મોનિટરિંગ સમિતિની સમીક્ષા બેઠક ------------------------------------------------------------------------- માનનીય. કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું -------------------------------------------------- માનનીય કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને પરખ સંસ્થા,હિંમતનગર  સંચાલિત " સખી" વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી ની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં અરવલ્લીના  દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડો.નરેશભાઈ મેણાત શ્રી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર મારફતે થયેલ કામગીરીનુ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતુ. સખી વન સ્ટોપ સેંન્ટર મારફતે મહિલા કલ્યાણ ક્ષેત્રે થયેલ કામગીરીની માન. કલેક્ટર શ્રી તથા સમિતિના સભ્યોએ નોંધ લીધી અને થયેલ કામગીરીથી સંતોષ વ્યક્ત કરેલ તથા મહિલા કલ્યાણ ક્ષેત્રે હજુ વધારે સારી કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરી.  બેઠકમાં સખી વન સ્ટોપના નવિન મકાન અંગે પણ ચર્ચા કરવામાં આવી જેમાં જણાવાયું કે નવીન મકાનનું બાંધકામની કામગીરી પુર્ણ

અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે Scheme for Financial Assistance to Integrated Logistics Facilities અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો જે અન્વયે સરકારશ્રીની સદર યોજનાનો લાભ મેળવી શકાય અને જિલ્લામાં લોજીસ્ટીક પાર્ક ડેવલોપ થાય તેના પ્રયાસ રૂપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અરવલ્લીના મદદનીશ ઉદ્યોગ કમિશ્નરશ્રી ડી.ડી.સોલંકી એ જરૂરી પ્રેઝન્ટેશન મારફતે ઉદ્યોગકારોને સદર યોજનાઓ અંગે જાણકારી આપી

છબી
અરવલ્લીના મોડાસામાં યોજાયો ઉદ્યોગકારો માટે સેમીનાર ------------------------------------------------------------------------ અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે Scheme for Financial Assistance to Integrated Logistics Facilities અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો જે અન્વયે સરકારશ્રીની સદર યોજનાનો લાભ મેળવી શકાય અને જિલ્લામાં લોજીસ્ટીક પાર્ક ડેવલોપ થાય તેના પ્રયાસ રૂપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અરવલ્લીના મદદનીશ ઉદ્યોગ કમિશ્નરશ્રી ડી.ડી.સોલંકી એ જરૂરી પ્રેઝન્ટેશન મારફતે ઉદ્યોગકારોને સદર યોજનાઓ અંગે જાણકારી આપી આ સેમિનારમાં મોડાસા ઇન્ડ્સ્ટ્રીયલ એસ્ટેટ એસોસીએશના પ્રતિનિધીશ્રી મોહનભાઇ પટેલ, વાંકાનેર જીઆઇડીસી એસ્ટેટ એસોસીએશના પ્રમુખશ્રી કબીરભાઇ થોરી, રોડ ટ્રાન્સપોર્ટ એસોસીએશન મોડાસાના પ્રમુખ સાજીદભાઇ તથા બાબુભાઇ ટાઢા ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં જિલ્લાના બહોળા પ્રમાણમાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી  અરવલ્લી

કેપ્સિકમની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.12 લાખનો ચોખ્ખો નફો

છબી
પ્રગતિશીલ ખેડૂત ------------------------------------------------------------------------- કેપ્સિકમની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.12 લાખનો ચોખ્ખો નફો ----------------------------------------------------------------------- તમે કેટલાય ખેડૂતોને પરંપરાગત પાકની ખેતીથી હટી કંઇક અલગ વાવેતર કરી લાખોની કમાણી કરતા જોયા હશે. આજે આપણે અરવલ્લી જીલ્લાના એવા જ એક ખેડૂતની વાત જણાવીશું જેણે કેપ્સિકમની ખેતી કરી લાખોની કમાણી કરી છે. અરવલ્લીના બામણવડ ગામમાં રહેતા રામાભાઈ પટેલ પહેલાં મગફળી અને ઘઉંની ખેતી કરતા હતાં જેમાં તેમને બહું સારું વળતર મળતું ન હતું. આ ખેતીથી તેમના પરિવારનું ભરણપોષણ મુશ્કેલીથી થતું હતું. પછી બાગાયત વિભાગના અધિકારીઓએ તેમને બાગાયતી ખેતી કરવા યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડયું. બાયાગત ખાતા દ્વારા હાઈબ્રિડ બિયારણ ઘટકમાં રૂ.19 હજાર અને પ્લાસ્ટિક આવરણા ઘટકમાં રૂ.14 હજારની પ્રોત્સાહિત રકમ પણ પૂરી પાડવામાં આવી.  યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતા રામાભાઈ પટેલે તેમના ખેતરમાં કેપ્સિકમની ખેતી કરી. છેલ્લા વર્ષ 2021-2022 માં તેમને 2 લાખનો ખેતી ખર્ચ કર

જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આશ્રમમાં રહેતી શ્રી જગત કુમારી શર્મા સાથે સંવેદના- નિખાલસતા - પિતૃવાત્સલ્ય ભાવ સાથે વાતચીત કરી*

છબી
જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આશ્રમમાં રહેતી શ્રી જગત કુમારી શર્મા સાથે સંવેદના- નિખાલસતા - પિતૃવાત્સલ્ય ભાવ સાથે વાતચીત કરી *મૂળ નેપાળના વતની જગત કુમારી શર્મા હવે પરત જવા માગતા નથી.. આ સંસ્થામાં રહીને જ સેવા કરવા માંગે છે 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ' દ્વારા મને બીજી વખત જીવન મળ્યું છે. મારે હવે આ આશ્રમમાં રહીને આજીવન આશ્રમની બહેનોની સેવા કરવી છે આ શબ્દો છે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે મુલાકાત કરનાર મૂળ નેપાળના વતની અને હાલ આશ્રમમાં જ રહેતા શ્રી જગત કુમારી શર્માના.*  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે બાયડ સ્થિત 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આશ્રમમાં રહેતી શ્રી જગત કુમારી શર્મા સાથે સંવેદના અને નિખાલસતા તેમજ પિતૃવાત્સલ્ય ભાવ સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રી સાથે થયેલી મુલાકાતનું વર્ણન કરતા શ્રી જગત કુમારી શર્માએ કહ્યું કે, મને આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકા

અરવલ્લી જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ* .અરવલ્લીના બાયડમાં જિલ્લા અધિકારીઓ સાથે બેઠક*

છબી
અરવલ્લી જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*  .અરવલ્લીના બાયડમાં જિલ્લા અધિકારીઓ સાથે બેઠક ___________________ .*જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુદ્રઢ સંકલનથી વિકાસ કામોમાં સિદ્ધિ પ્રાપ્ત કરીએ* -  *ટીમ અરવલ્લી" એક થઇ, નેક થઈ પ્રજાકીય પ્રશ્નોના ઉકેલની દિશામાં આગળ વધે*:- *મુખ્યમંત્રીશ્રી* ............ *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાના વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને હાથ ધરી હતી*.  *મુખ્યમંત્રીશ્રી ગુરૂવારે અરવલ્લીની મુલાકાતે હતા અને બાયડ ખાતે તેમણે અરવલ્લી જિલ્લામાં હાથ ધરાઇ રહેલા તથા પ્રગતિ હેઠળના વિવિધ કામો, રાજ્ય સરકારની યોજનાઓ વગેરેમાં જિલ્લાની પ્રગતિની વિગતો આ બેઠકમાં મેળવી હતી* .    *મુખ્યમંત્રીશ્રીએ "ટીમ અરવલ્લી" સાથે સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુદ્રઢ સંકલનથી  આપણે વિકાસ કામોમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું*   *તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને પ્રજાના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે દિશા નિર્દેશ આપત

અરવલ્લીનાં બાયડ ખાતે 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલસંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાંથી સમય કાઢીને તેમની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો..

છબી
અરવલ્લીનાં બાયડ ખાતે 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાંથી સમય કાઢીને તેમની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો.. મનોદિવ્યાંગ મહિલાઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ પિતૃ વાત્સલ્ય ભાવથી સંવાદ સાધ્યો...* *મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે સંવેદનાપૂર્ણ  વાતચીત કરી- સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પૃચ્છા કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અરવલ્લીનાં બાયડ સ્થિત 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની આજે મુલાકાત લીધી હતી. સંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રી શ્રી તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાંથી પણ સમય કાઢીને આજે  અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ આ સંસ્થાની મનોદિવ્યાંગ મહિલાઓ સાથે પિતૃ વાત્સલ્યભાવથી વાતચીત કરી હતી. સાથે સાથે સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ અને મહિલાઓને આપાતી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ પૃચ્છા કરી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાની એક એક જગ્યાની મુ

અંબાજીધામ માં ધાર્મિક લૂંટારાઓ થી સાવધાન !

છબી
અંબાજીધામ માં ધાર્મિક લૂંટારાઓ થી સાવધાન !  આવો સાહેબ...આવો...આવો...અહિં તમારી ગાડી મૂકી દો....પાર્કીંગ ના પૈસા નથી *(આમ પણ એ પાર્કીંગ વાળી જમીન એની નહોતી, સરકારી હતી)*...બસ ખાલી આ બીજા નંબર ની દુકાન પર થી પ્રસાદ લઈ લો.  *(જો પ્રસાદ ન લો તો દર્શન કરી ને પાછા આવો ત્યાં સુધી માં તમારી ગાડી ની હવા નીકળી જાય અથવા તમારી ગાડી ને લીસોટા પડી જવાની પૂરેપૂરી શક્યતાઓ હોઈ તમારી ઈચ્છા ન હોવાં છતાં તેમની બતાવેલી દુકાને થી પ્રસાદ લઈ લેવું વૈચારીક રીતે હિતાવહ છે.)* લાવો પ્રસાદ....બોલો સાહેબ શું શું આપુ કહીં, કંઈ બોલીએ તે પહેલા જ દુકાનવાળા ભાઈ એ તો થેલીમાં શ્રીફળ, ચુંદડી ને એને મનફાવે તેમ બધું ભરવા માંડ્યુ. ત્યાં જ મેં કહ્યુ ભાઈ અંદર તો શ્રીફળ ધરાવવા જ નથી દેતાં, બહાર જ મૂકાવી દે છે. તો મારે આ બધું નથી જોઈતું તું માત્ર સાકરીયાનો પ્રસાદ આપી દે. *(કેમ કે મહિનો પૂરો થવાનાં આરે હોઈ મોટા ભાગ નો પગાર વપરાઈ ગયેલ હોઈ મારી પાસે માપનાં જ રૂ.૧૨૦૦/- ખીસ્સામાં હતાં અને એમાંથી છોકરાઓ ને ઊડન ખટોલા (રોપ-વે) અને રમકડાં અપાવવાની પ્રોમિસ ઘરે થી કરીને નીકળેલો એટલે માપ માં ખર્ચ કરવાનો હતો.)* આવું તો ચાલતું હશે

અંબાજી યાત્રાધામમાં અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ

છબી
અંબાજી યાત્રાધામમાં અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ દેશી દારૂની કોથળીના ઢગલા જોવા મળ્યાં અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે અને અંબાજીમા દિવસના લાખની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ અબાજી ના અંબિકા કોલોની પાછળ અંબાજી જોગી વાસ અને મયુર મારબલના પાછળ ના વિસ્તારોમાં દેશી દારૂની રેલમછેલ થતી હોય તેવી ચર્ચાઓ એ જોર પકડયું છે અને જાહેર રસ્તાઓ અને જાહેર મુતડીઓમા દેશી દારૂના ઢગલા જોવા મળી રહયાં છે તેમ છતાં પણ અંબાજી પોલીસ ની ઊંઘ ઉડતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના એસપી તાત્કાલિક ધોરણે અંબાજી ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર લાલઆંખ કરે અને અંબાજી ની પવિત્ર છબીનુ નામ ખરાબ થતું અટકાવે તેવી જાહેર જનતાની માગ ઉઠી રહી છે  રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

મોડાસા તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવીપત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ પદે ભરતભાઇ કડીયાની વરણી કરાઈ

છબી
મોડાસા તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી પત્રકાર એકતા પરિષદના  તાલુકા પ્રમુખ પદે ભરતભાઇ કડીયાની વરણી કરાઈ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તા. 17/05/2022 ને મંગળવારના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રદેશ સ્તરે થી મનોજભાઈ રાવલ,  અરવલ્લી જિલ્લા પ્રમુખ વિપુલભાઈ રાણા,ઉપ પ્રમુખ શૈલેષભાઇ પંડ્યા,વૈભવભાઈ રાઠોડ,અમિતભાઇ ઉપાધ્યાય,બાબરભાઈ પટેલ,જયદીપ ભાટિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. પત્રકાર એકતા પરિષદની રૂપરેખા રજૂ કરતાં જિલ્લા પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું. જિલ્લાના ઉપપ્રમુખ શૈલેષભાઇ અને વૈભવભાઈ તેમજ અમિતભાઈએ  સંગઠનમાં જો