અરવલ્લીનાં બાયડ ખાતે 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલસંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાંથી સમય કાઢીને તેમની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો..
અરવલ્લીનાં બાયડ ખાતે 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
સંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાંથી સમય કાઢીને તેમની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો..
મનોદિવ્યાંગ મહિલાઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ પિતૃ વાત્સલ્ય ભાવથી સંવાદ સાધ્યો...*
*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે સંવેદનાપૂર્ણ વાતચીત કરી- સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પૃચ્છા કરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અરવલ્લીનાં બાયડ સ્થિત 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની આજે મુલાકાત લીધી હતી.
સંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રી શ્રી તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાંથી પણ સમય કાઢીને આજે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પહોંચ્યા હતા
મુખ્યમંત્રીશ્રીએ આ સંસ્થાની મનોદિવ્યાંગ મહિલાઓ સાથે પિતૃ વાત્સલ્યભાવથી વાતચીત કરી હતી. સાથે સાથે સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ અને મહિલાઓને આપાતી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ પૃચ્છા કરી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાની એક એક જગ્યાની મુલાકાત લઈ વિવિધ બાબતોનો અભ્યાસ કરી સંસ્થા દ્વારા કરાતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આ સંસ્થાની મુલાકાત તેમના માટે પ્રેરણા સમાન હોવાનું જણાવ્યું હોવાનું જણાવી સંસ્થાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે મુખ્યમંત્રીશ્રીએ મનોદિવ્યાંગ મહિલાઓ સંસ્થા સુધી કેવી રીતે પહોંચી તેની પણ વિસ્તૃત વિગતો ટ્રસ્ટીગણ પાસેથી મેળવી હતી.
સમાજમાં એવા ઘણા વ્યક્તિઓ છે કે જેમણે તેમની ઉંમરના પ્રમાણમાં વિચારવાની શક્તિ અત્યંત ક્ષીણ હોય છે ત્યારે તેવા લોકોની સેવા એ સમાજની નૈતિક ફરજ છે. 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'આવી મહિલોઓની સેવા દેખભાળ કરે છે તેને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ' બિનવારસી રહેતા મનોદિવ્યાંગ લોકોને આશ્રમમાં લાવી તેમની દેખરેખ રાખે છે. રોડ-રસ્તા પર રખડતા લોકોને સરકારની અભયમ ટીમની મદદથી આશ્રમમાં લાવી તેમને આશ્રય આપે છે. અત્યાર સુધીમાં 350 થી વધુ બહેનોને અહી આશ્રય અપાયો છે. ઘણા કિસ્સામાં હાથ-પગ કે માથાના ભાગમાં કીડા પડી ગયા હોય અને શારીરિક રીતે અત્યંત અશક્ત હોય તેવી મહિલાઓને પણ અહીં લાવીને સેવા સારવાર અપાય છે. જેમાંથી 170 બહેનોને માનસિક રોગની દવા, હૂંફ, લાગણી,પ્રેમ પુરા પાડી સફળ રીતે પરિવાર સાથે મિલન કરાવ્યું છે. સંસ્થા દ્વારા બીમાર કે અશક્ત વ્યક્તિના નિદાન પણ કરાવાય છે. અત્યાર સુધી પોલીસ દ્વારા સોંપાયેલ 17 બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ પણ આ સંસ્થાએ કરાવી છે.
આ વેળાએ મંત્રીશ્રી કુબેરભાઈ ડીડોર, જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીના તેમજ 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ' ના પ્રમુખ શ્રી અશોકભાઈ. એસ.જૈન, મંત્રીશ્રી વિજયભાઈ.પી.પટેલ, શ્રી વિશાલભાઈ.જે.પટેલ, ટ્રસ્ટીશ્રી જબરસિંગ.એસ.રાજપુરોહિત, મુકેશભાઈ લુહાર, વિનુભાઈ.જે.પટેલ,. દર્શન ભાઈ પંચાલ તેમજ સચીન ભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com