કેપ્સિકમની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.12 લાખનો ચોખ્ખો નફો
પ્રગતિશીલ ખેડૂત
-------------------------------------------------------------------------
કેપ્સિકમની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.12 લાખનો ચોખ્ખો નફો
તમે કેટલાય ખેડૂતોને પરંપરાગત પાકની ખેતીથી હટી કંઇક અલગ વાવેતર કરી લાખોની કમાણી કરતા જોયા હશે. આજે આપણે અરવલ્લી જીલ્લાના એવા જ એક ખેડૂતની વાત જણાવીશું જેણે કેપ્સિકમની ખેતી કરી લાખોની કમાણી કરી છે.
અરવલ્લીના બામણવડ ગામમાં રહેતા રામાભાઈ પટેલ પહેલાં મગફળી અને ઘઉંની ખેતી કરતા હતાં જેમાં તેમને બહું સારું વળતર મળતું ન હતું. આ ખેતીથી તેમના પરિવારનું ભરણપોષણ મુશ્કેલીથી થતું હતું. પછી બાગાયત વિભાગના અધિકારીઓએ તેમને બાગાયતી ખેતી કરવા યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડયું. બાયાગત ખાતા દ્વારા હાઈબ્રિડ બિયારણ ઘટકમાં રૂ.19 હજાર અને પ્લાસ્ટિક આવરણા ઘટકમાં રૂ.14 હજારની પ્રોત્સાહિત રકમ પણ પૂરી પાડવામાં આવી.
યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતા રામાભાઈ પટેલે તેમના ખેતરમાં કેપ્સિકમની ખેતી કરી. છેલ્લા વર્ષ 2021-2022 માં તેમને 2 લાખનો ખેતી ખર્ચ કરી કેપ્સિકમ મરચાંની ખેતી કરી. જેનું ખૂબ સારું ઉત્પાદન થયું અને રાજસ્થાનમાં તેનું વેચાણ કરતાં 14 લાખ જેટલો ભાવ મળ્યો. જેમાં ખેતી ખર્ચ બાદ કરતાં તેમને રૂ.12 લાખનો ચોખ્ખો નફો મળ્યો.
આ નફાની રકમ, માર્ગદર્શન, સહાયને જોતા જિલ્લાના અન્ય ઘણાં ખેડૂતો પણ બાગાયતી ખેતી કરવા પ્રેરિત થયા છે. તેમની આસપાસના ઘણા ખેડૂતોએ તો બાગાયતી ખેતી કરવાનું શરૂ પણ કરી દીધું છે બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com