અરવલ્લી જિલ્લામાં મળી " સખી" વન સ્ટોપ સેન્ટરની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમીક્ષા બેઠક-------------------------------------------------------------------------માનનીય. કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું--------------------------------------------------

અરવલ્લી જિલ્લામાં મળી " સખી" વન સ્ટોપ સેન્ટરની  જિલ્લા મોનિટરિંગ સમિતિની સમીક્ષા બેઠક
-------------------------------------------------------------------------
માનનીય. કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું
--------------------------------------------------
માનનીય કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને પરખ સંસ્થા,હિંમતનગર  સંચાલિત " સખી" વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી ની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં અરવલ્લીના  દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડો.નરેશભાઈ મેણાત શ્રી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર મારફતે થયેલ કામગીરીનુ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતુ. સખી વન સ્ટોપ સેંન્ટર મારફતે મહિલા કલ્યાણ ક્ષેત્રે થયેલ કામગીરીની માન. કલેક્ટર શ્રી તથા સમિતિના સભ્યોએ નોંધ લીધી અને થયેલ કામગીરીથી સંતોષ વ્યક્ત કરેલ તથા મહિલા કલ્યાણ ક્ષેત્રે હજુ વધારે સારી કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરી. 
બેઠકમાં સખી વન સ્ટોપના નવિન મકાન અંગે પણ ચર્ચા કરવામાં આવી જેમાં જણાવાયું કે નવીન મકાનનું બાંધકામની કામગીરી પુર્ણતાના આરે છે તેનુ ટુંક સમયમાં લોકાર્પણ કરવામાં આવનાર છે.બેઠકમાં સમિતિના સભ્યો ,પરખ  સંસ્થા,હિંમતનગરના મંત્રીશ્રી કૌશલ્યાકુવરબા,  પ્રમુખશ્રી સુરેશભાઈ ,"સખી " વન સ્ટોપ સેંન્ટરના કેંદ્ર સંચાલકો, મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીઓ ઉપસ્થિત રહયા હતાં .
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.