અરવલ્લી જિલ્લના અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમારની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક
અરવલ્લી જિલ્લના અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમારની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક
અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક
આજે મોડાસા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જળસંચય, માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.
બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી. સેવાસેતું કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી.
બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.
21 મે - આતંકવાદ વિરોધી દિન નિમિતે સંકલન સમિતિમાં અધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા. સંકલન સમિતિના તમામ અધિકારી શ્રી ઓએ દેશની અહિંસા અને સહનશીલતામાં દ્રઢ વિશ્વાસ રાખી શપથ ગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી દિન નિમિતે આતંકવાદ સામે લડવા, સામજીક સદભાવના જાળવવા અને માનવ જીવન મૂલ્યોના ખતરાને પહોચી વળવા શપથ લેવામાં આવ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી. ડી. ડાવેરા , અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમાર શ્રી સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતાં. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com