જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આશ્રમમાં રહેતી શ્રી જગત કુમારી શર્મા સાથે સંવેદના- નિખાલસતા - પિતૃવાત્સલ્ય ભાવ સાથે વાતચીત કરી*
જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આશ્રમમાં રહેતી શ્રી જગત કુમારી શર્મા સાથે સંવેદના- નિખાલસતા - પિતૃવાત્સલ્ય ભાવ સાથે વાતચીત કરી
'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ' દ્વારા મને બીજી વખત જીવન મળ્યું છે. મારે હવે આ આશ્રમમાં રહીને આજીવન આશ્રમની બહેનોની સેવા કરવી છે આ શબ્દો છે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે મુલાકાત કરનાર મૂળ નેપાળના વતની અને હાલ આશ્રમમાં જ રહેતા શ્રી જગત કુમારી શર્માના.* મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે બાયડ સ્થિત 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આશ્રમમાં રહેતી શ્રી જગત કુમારી શર્મા સાથે સંવેદના અને નિખાલસતા તેમજ પિતૃવાત્સલ્ય ભાવ સાથે વાતચીત કરી હતી.
મુખ્યમંત્રી સાથે થયેલી મુલાકાતનું વર્ણન કરતા શ્રી જગત કુમારી શર્માએ કહ્યું કે, મને આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને એક નવી ઊર્જા મળી છે. મારા માટે આ એક યાદગાર પ્રસંગ છે જેને હું આજીવન ભૂલી શકું એમ નથી. મુખ્યમંત્રીશ્રીએ મારું નામ, ગામ અને હું અહી કેવી રીતે આવી એ સમગ્ર વાત એકદમ નિખાલસ મન સાથે મને પૂછી હતી.આ આશ્રમમાં શ્રી જગત કુમારી કેવી રીતે આવ્યા તેની વાત વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, આશરે બે અઢી વર્ષ પહેલા હું નેપાળથી અમદાવાદ નોકરી માટે આવી હતી. ત્યારે મને અમદાવાદના નજીકના વિસ્તારમાંથી કિડનેપ કરી લેવામાં આવી હતી. કિડનેપ કર્યા બાદ મારી માનસિક સ્થિતિ સારી રહેતી નહોતી. મને ગુજરાત રાજ્યની 181 અભયમ દ્વારા આશ્રમ લાવવામાં આવી હતી. ત્યારબાદ મારી અહી ટ્રીટમેન્ટ થઈ હતી. મારા પરિવારને પણ જાણ કરવામાં આવી અને મારો પરિવાર પણ મને મળવા આવી પહોંચ્યો હતો. પણ મે પરિવાર સાથે જવાની ના પાડી ને આશ્રમમાં સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.આજે હું એકદમ સ્વસ્થ છું અને આશ્રમના રહેતી બહેનોની દિલથી સેવા કરી રહી છું.
બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com