અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રધાનમંત્રી આદર્શગામ યોજનાની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રધાનમંત્રી આદર્શગામ યોજનાની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કેન્દ્રીય પુરસ્કૃત પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાની સમીક્ષા માટે જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં જિલ્લાના પસંદગી પામેલ ભિલોડા તાલુકાના મોટીબેબાર ગામ અને ભિલોડા તાલુકાના ઉકરડી ગામના વિકાસ કાર્યોની ચર્ચા કરાઈ. ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, રોડ રસ્તા, પાણીની ટાંકી, ગ્રામ પંચાયતના બાંધકામની કામગીરીની પણ સમિક્ષા કરાઈ. આ યોજનાથી ગામમાં કોઈ પણ વ્યક્તિ મકાન વીના નહિ રહે. જરુરી એવી તમામ સુવિધઓથી આ ગામ સજજ હશે.
બેઠકમાં સરકાર દ્રારા મંજૂર થયેલા કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી.બેઠકમાં ગ્રામ પંચાયતે આપેલ કામ પૈકી કચેરી હસ્તકના કામોની પણ વિગત મેળવાઈ. આ ઉપરાંત જીલ્લાના લાભાર્થીઓને આપતા લાભ અંગે પણ ચર્ચા કરવામાં આવી.
આજની બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના , અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમાર સહીતના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com