પોસ્ટ્સ

અંબાજી ખાતે ઇન્ટરનેશનલ નર્સ ડે દિવસની ઉજવણી કરવામાં આવી

છબી
અંબાજી ખાતે ઇન્ટરનેશનલ નર્સ ડે દિવસની ઉજવણી કરવામાં આવી. શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે વિવિધ શાળાઓ અને કોલેજો આવેલી છે ત્યારે થોડા મહીના અગાઉ ખુલેલી ભવાની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડીયા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિંગ ડે દિવસની ઉજવણી કરવામાં આવી હતી.       આ પ્રસંગે વનવાસી ઉત્કર્ષ મંડળ સંસ્થાના મુખ્ય સંચાલક એલ કે બારડ દ્વારા તમામ  વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સારા ભવિષ્ય માટે પ્રાથના કરી શુભ કામનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભવાની નર્સિંગ કોલેજ ના પ્રિન્સીપાલ કોમલબેન જગદીશસિંહ ચૌહાણ અને તમામ નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા આધ્યશક્તિ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ ઇન્ચાર્જ નું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનાં કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. નર્સિંગ દિવસની ઊજવણીમા  ક્વીઝ, રંગોલી, સ્પીચ અને ડીબેટ જેવા કાર્યક્રમ  કેક કાપીને ઉજવવામાં આવ્યા હતા. રિપોટર જયોતિ ઠાકોર અંબાજી

ડીસાના વાડીરોડ વિસ્તારમાં _જુનું ઝાડ ધરાશય થતાં અફડાતફડી_મચી

છબી
ડીસાના વાડીરોડ વિસ્તારમાં  _જુનું ઝાડ ધરાશય થતાં અફડાતફડી_મચી ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં આવેલ બ્રહ્મપુરીના નાકે હનુમાનના મંદિર પાસે લગભગ વર્ષો જુનું પીપળાનું વૃક્ષ ધરાશયી થતા લોકો ભયનો માહોલ બનતાં અફડાતફડી મચી જતાં ધરાશયી વૃક્ષ નીચે એક સ્વિફ્ટ કાર ઉભેલી હતી તેમજ  બાજુમાં વિજ થાંભલો અને હનુમાન મંદિરને મોટું નુક્સાન થયાનું જાણવા મળે છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.   બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળલગ્ન અટકાવાયા

છબી
અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળલગ્ન અટકાવાયા  હાલમાં ચાલી રહેલ લગ્નની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં બાળલગ્ન હોવા અંગેની ફરીયાદો જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લીને મળી હતી. જેમની જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલન કરી સ્થળતપાસ કરવામાં આવી. જેમાં વર-વધુની ઉંમરના પુરાવાઓ ચકાસતા મે-૨૦૨૨ માસમાં અત્યાર સુધી કુલ ૦૪ બાળલગ્નો જેમાં “અક્ષયતૃતિયા (અખાત્રીજ)” ના દિવસે ૦૨ બાળલગ્નો હોવાનું જણાતા તમામ બાળકોના માતા-પિતા અને કુટુંબીજનોને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ વિશે સમજણ આપી તેમની પાસેથી લગ્ન મોકુફ રાખવા અંગે નિવેદનો લેવામાં આવ્યા તથા જ્યાં સુધી બાળકોની ઉંમર કાયદા પ્રમાણે પૂર્ણ થાય ત્યારબાદ જ લગ્ન કરાવવા અંગેની બાંહેધરી લેવામાં આવી તેમજ જો તેઓ બાળલગ્ન કરાવશે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની નોટીસ આપવામાં આવી તેમજ લગ્ન તારીખથી પોલીસ જાપ્તો ગોઠવી યેનકેન પ્રકારે બાળલગ્ન ના થાય તે અંગે પગલા લેવામાં આવ્યાં. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છ

सैकड़ों बीमारियों की जड़ वायु प्रदूषण...ज्योति बाबावायु प्रदूषण के चलते खतरनाक स्तर तक बढ़ें रोग कैंसर व अस्थमा...ज्योति बाबा भारत में 23 प्रतिशत से भी ज्यादा मौतों का कारण अब वायु

છબી
सैकड़ों बीमारियों की जड़ वायु प्रदूषण...ज्योति बाबा वायु प्रदूषण के चलते खतरनाक स्तर तक बढ़ें रोग कैंसर व अस्थमा...ज्योति बाबा  भारत में 23 प्रतिशत से भी ज्यादा मौतों का कारण अब वायु प्रदूषण...ज्योति बाबा  100 सिगरेट के बराबर धूआ प्रदूषण लेने को स्वस्थ व्यक्ति भी अभिशप्त...ज्योति बाबा  कानपुर l वायु प्रदूषण की गंभीर होती समस्या का अंदाजा इसी से लगाया जा सकता है कि देश में हर दसवां व्यक्ति अस्थमा का शिकार है और कैंसर के मामले तेजी से बढ़ रहे हैं उपरोक्त बात सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत आयोजित वेबीनार शीर्षक बड़ी से बड़ी बीमारियों का कारण बनता पोलूशन पर अंतर्राष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के नेशनल ब्रांड एंबेसडर योग गुरु ज्योति बाबा ने कही,ज्योति बाबा ने आगे कहा कि नेशनल हेल्थ प्रोफाइल 2018 की रिपोर्ट के अनुसार देश में होने वाली संक्रामक बीमारियों में सांस संबंधी बीमारियों का प्रतिशत करीब 69 फीसदी है और देश भर में 23 फ़ीसदी से भी ज्यादा मौतें अब वायु प्रदूषण के कारण ही होती ह

સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં ડીસાના મોદી સમાજના આગેવાનો ને સ્થાન મળ્યું

છબી
*સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં ડીસાના મોદી સમાજના આગેવાનો ને સ્થાન મળ્યુ. સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં એપ્રિલ 2020 થી માર્ચ 2025 સુધીના નવનિયુકત હોદ્દાઓ જાહેર કરવામાં આવેલ જેમાં ડીસાના મોદી સમાજના ત્રણ આગેવાનોને વહીવટી કમિટીમાં સ્થાન મળતા તેમજ રાજ્યકક્ષાની ક્રેડિટ સોસાયટીના પ્રમુખ તરીકે અને પીપલ્સ મંડળીના ચેરમેન શ્રી શાંતિલાલ કાળીદાસ હેરૂવાલા ની નિમણૂક કરવામાં આવી છે તેમજ ડીસા ઘટકના પ્રમુખ તરીકે શ્રી ઈશ્વરલાલ કાનુડા વાળા તેમજ મંત્રી તરીકે ડીસાના કરિયાણા મર્ચન્ટ ના પ્રમુખ શ્રી જગદીશચંદ્ર શંકરલાલ મોદી (પથ્થર વાળા) ની વરણી કરવામાં આવતા ગુજરાત ના મોદી સમાજ ના તમામ ઘટકો કાર્યરત છે અને તમામ ઘટકો એક સાથે એક જાજમ ઉપર આવે તે જરૂરી છે સમય ની સાથે મોદી સમાજ તમામ સમાજો સાથે તાલ મિલાવી ને આર્થિક સામાજીક અને શૈક્ષણિક સાંસ્કૃતિક રીતે ખુબજ અગ્રસર છે પરંતુ મોદી સમાજ ના દરેક ઘટકો અલગ અલગ રીત રીવાજો થી ચાલે છે અને સમાજ ના દરેક ઘટકો વર્ષો પહેલાં એક્જ સમાજ હતો જે સમય અને એકત્રિત કરવા માટે ના ભગીરથ પ્રયાસ ને મોદી સમાજ ના દરેક ના દરેક ઘટકો ના

અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

છબી
*અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*  આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી દિવ્યાંગ મતદારોમાં સાક્ષરતા કેળવાય અને ચુંટણી પ્રક્રિયામાં અવરોધમુક્ત રીતે સહભાગી થઈ શકે તે અર્થે ૧૨ મે૨૦૨૨ નારોજ મોડાસની શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા બાળકોની શાળા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને ૩૧-મોડાસા વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી શ્રી ડૉ. મીતાબેન ડોડીયાની અધ્યક્ષતામાં “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોને મતદાન પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવ્યાં હતા તેમજ EVM અને VVPET નિદર્શન કરાવી તથા નવા દિવ્યાંગ મતદાતાઓને વોટીંગ કરાવી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત્ દિવ્યાંગ મતદારોને ચુંટણીને લગતી વિવિધ સેવાઓ ઘરે બેઠા મળી રહે તે માટે PwD મોબાઈલ એપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ દિવ્યાંગોની વિવિધ યોજનાઓથી પણ વાકેફ કરવામાં આવ્યાં અને સ્થળ પર યોજનાકીય ફોર્મ પણ ભરાવવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં મોડાસા તાલુકાના મામલતદારશ્રી એ.એસ.ગઢવી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.બી.ચૌધરી, તથા સંસ્થાના માનદમંત્ર

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ**સ્મિત, સેવા અને સંવેદના પ્રતિક સમાન અરવલ્લીની ૧૭૦ મહિલા નર્સ*

છબી
*આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ* *સ્મિત, સેવા અને સંવેદના પ્રતિક સમાન અરવલ્લીની ૧૭૦ મહિલા નર્સ*  સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાની અસર જોવા મળી રહી છે ત્યારે આરોગ્યના  કર્મીઓ ફન્ટ્રલાઇન વોરીયર્સ બનીને દિવસ-રાત સેવા કરી રહ્યા છે તો વળી રસીકરણની સઘન કામગીરી કરીને કોરોનાને મ્હાત આપવા પોતાની જીવને પણ જોખમાં મુકી અહર્નિશ સેવા કરનાર નર્સને આજના નર્સિગ દિવસે ખરેખર વંદન કરવાનું મન થાય   આવા જ આપણા અરવલ્લી જિલ્લાની ૧૭૦થી વધુ સ્ટાફ નર્સ બહેનો કોવિડ હોસ્પિટલ, સામૂહિક, પ્રાથમિક, સબ સેન્ટર ખાતે ફરજ તો બજાવી સાથો સાથ સમગ્ર દેશમાં જયારે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે નર્સ બહેનો દ્વારા અંતરીયાળ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને રસી આપી લોકોને મોતના મુખમાંથી બચાવવાનું ઉમદા કાર્ય કર્યુ છે. વળી સમગ્ર જિલ્લામાં જયારે કોરોનાનો કહેર હતો ત્યારે  જિલ્લામાં મોડાસાની સાર્વજનિક અને બાયડના વાત્રક ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને પોતાના સ્વજનની જેમ સારવાર કરી છે, તે કઇ રીતે ભૂલી શકાય   કોરોનાના કપરાકાળમાં સારવાર લઇ રહેલા દર્દીઓ જયારે દવા લેવાની કે ઉપચાર માટે અણગમો કે ગુસ્સો વ્યકત કરે

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આજથી બે દિવસીય યોગ શિબીરનો મોડાસાના કે.એન શાહ. ગ્રાઉન્ડ ખાતે આરંભ*

છબી
*ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આજથી બે દિવસીય યોગ શિબીરનો મોડાસાના કે.એન શાહ. ગ્રાઉન્ડ  ખાતે આરંભ      મોડાસા : બુધવાર અરવલ્લી જિલ્લામાં  ગુજરાત સરકારના ‘યોગમય ગુજરાત’ બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ  અને વહીવટીતંત્ર મોડાસાના સંયુક્ત ઉપક્રમે આજથી બે દિવસીય યોગ શિબિર કાર્યક્રમનો આરંભ કે.એન.શાહ હાઇસ્કુલના  ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે. આ શિબીર સવારના ૫.૩૦ થી ૭.૩૦ કલાક દરમ્યાન યોજાઇ હતી. આજથી આરંભ થયેલ યોગ શિબીરને ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી, રા.ક.ના આદિજાતિ મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ  ડીન્ડોર,જિલ્લા કલેકટરશ્રી ડૉ,નરેન્દ્રકુમાર મીનાના નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પા બેન ભાવસાર અને સંતશ્રી દેવગીરી મહારાજના   હસ્તે આ શિબીરનું દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી . આ યોગ શિબીરમાં સમગ્ર અરવલ્લી જિલ્લા અને મોડાસા શહેર, સરકારી અધિકારીઓ/કર્મચારીઓ અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં યોગ પ્રેમી નાગરિકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી 

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી

છબી
આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી  મોડાસા- સોમવાર   રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.  બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી

ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર_* *_પત્રકારોના સંગઠનને_* *_મળ્યું નવું નામ..._*પત્રકાર એકતા સંગઠન હવે "પત્રકાર એકતા પરિષદ" ના રજી.નંબર સાથે...

છબી
✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️ ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર_*      *_પત્રકારોના સંગઠનને_*         *_મળ્યું નવું નામ..._* પત્રકાર એકતા સંગઠન હવે "પત્રકાર એકતા પરિષદ" ના રજી.નંબર સાથે... ગુજરાતમાં જ નહિ સમગ્ર ભારત દેશનું કોઈ એવું રાજ્ય નથી કે જે રાજ્યમાં પત્રકારોનું સંગઠન તમામ જિલ્લા અને તમામ તાલુકામાં કારોબારી ધરાવતું હોય, એક માત્ર પત્રકાર એકતા સંગઠને આ ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે. દરેક સંગઠન એક બે મિટિંગ કરે ને રજીસ્ટ્રેશન કરાવી નાખે છે, પરંતુ સાચા અર્થનું શિસ્તબદ્ધ સંગઠનનું નિર્માણ અને ઘડતર કરી ત્રણ વર્ષમાં જિલ્લા અને તાલુકાઓના પ્રવાસ કરી, જાહેર મિટિંગમાં કારોબારીના હોદ્દા પણ ઉપસ્થિત સ્થાનિક પત્રકારો નક્કી કરે, આટલી પારદર્શકતા સાથે, સમસ્યાઓ સામે લડતા લડતા, સંગઠન તો કર્યું, પણ સાથે સાથે સરકાર સમક્ષ પત્રકારોની સમસ્યાઓ રજૂ કરી..., દરેક જિલ્લામાંથી બીજા તબક્કા માં આવેદન સ્વરૂપે સમસ્યા રજૂ કરી..., ત્રીજા પ્રયત્નમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોને પત્ર લખ્યા, તેના ભલામણ પત્રો લખાવ્યા....  છેવટે સમસ્યાઓના ઉકેલ માટે શાસક પક્ષના પ્રદેશ અધ્યક્ષ સાથે બે મિટિંગ હોદ્દ

ડીસાથી સરીપડા પગપાળા યાત્રાસંધની પૂણાર્હુતિ

છબી
ડીસાથી સરીપડા પગપાળા યાત્રા સંધની પૂણાર્હુતિ ડીસા શહેરના મોદી સમાજના યુવકો દ્વારા ડીસા થી સરીપડા પગપાળા યાત્રા સંધનુ તા: ૮/૦૫/૨૦૨૨ ને રવિવાર વૈશાખ સુદ-૭ ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે ૪:૦૦ કલાકે મોટા મહોલ્લામાં આવેલ શ્રી વિરદાદાના મંદિરથી પ્રસ્થાન કરી રીસાલા, એ.સી. ડબલ્યુ હાઈસ્કૂલ થઈને ડીસા પાલનપુર હાઈવે થઇને  મોદી સમાજના આગેવાનો તેમજ ભાઈ - બહેનો મોટી સંખ્યામાં લગભગ ૪૦૦ ઉપરોક્ત ભાવિક ભક્તો આ પગપાળા સંઘમાં જોડાયા હતા   સમાજના આગેવાનો શ્રી શાંતિલાલ હેરૂવાલા ( ચેરમેન પીપલ્સ બેંક ) શ્રી અશોકભાઈ પાવાલા ( વાઈસ ચેરમેન પીપલ્સ બેંક ) એમ.ડી શ્રી કાન્તીલાલ કાનુડાવાળા, શ્રી જયેશભાઈ નાસરીવાળા, શ્રી વિનોદ ચંદ્ર હેરૂવાલા, તેમજ સહયોગ મંડળીના ચેરમેન શ્રી મુકેશભાઈ પંચીવાળા, મોદી સમાજના પ્રમુખ શ્રી કનુભાઈ ભરતીયા,. કરીયાણા એસોસિએશન ના વાઈસ ચેરમેન શ્રી ઈશ્વરલાલ ચોખાવાળા, દિનેશભાઈ પંચીવાળા ( ભગત ) શ્રી જગદીશચંદ્ર પટણી, તેમજ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ- બહેનો લગભગ ૪૦૦ ઉપરોક્ત લોકો જોડાયા હતા આ સંધ નારસુગા વિરદાદાના મંદિરે બપોરે પહોચી ગયો હતો વિરદાદાના ચમત્કારી કે આ મંદિરમાં લો

અંબાજી મંદિરને પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘‘BHOG’’ પ્રમાણપત્ર અપાયું

છબી
અંબાજી મંદિરને પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘‘BHOG’’ પ્રમાણપત્ર અપાયું વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા માઇભક્તોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા બાબતે “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.           તાજેતરમાં જ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને હવે અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેનાથી યાત્રધામ અંબાજીની યશકલગીમાં ઉમેરો થયો છે. માતાજીના દર્શનાર્થે આવતા માઇભક્તોને સારી ગુણવત્તાવાળો પ્રસાદ આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટીબધ્ધ છે.               તાજેતરમાં ગુજર

અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયારતમામ તાલુકાના અને જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ થશે

છબી
અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયાર તમામ તાલુકાના અને જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ થશે     મોડાસા, શુક્રવાર, વાવાઝેાડા તથા અન્ય જોખમો અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂનના આયોજન અંગેની બેઠક જિલ્લા સમાહર્તા શ્રીડૉ. નરેન્દ્રકુમાર મીના ની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.  જેમાં દરેક તાલુકાના તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મામલતદાર ધ્વારા ,શહેરી વિસ્તારના સીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ચીફ ઓફિસર ધ્વારા  અને વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ટીડીઓ ધ્વારા ઓનલાઈન અપડેટ કરવાની કામગીરી હાથ ધરવા કલેકટર શ્રીડૉ. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું. જેમાં જીલ્લા ના દરેક વિભાગોના ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવા ભાર આપ્યો હતો.  બેઠક દરમિયાન સિંચાઈ વિભાગ ધ્વારા વાયરલેસ થી દર બે કલાકે સ્થિતિ ની જાણકારી આપવા અને તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ કોઝ વે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા જણાવ્યું હતું          તેમણે મામલતદારોને દરેક ગામોની અગત્યના વ્યક્તિઓની સંપર્ક સૂચી તૈયાર કરવામાં અને જીલ્

અરવ્લ્લી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈજર માટે તા. ૮ મેં થી ૧૪ મંા સુધી ભરતી શિબિર યોજાશે

છબી
અરવ્લ્લી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈજર માટે તા. ૮ મેં થી ૧૪ મંા સુધી ભરતી શિબિર યોજાશે ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી. ના સહયોગથી અરવલ્લી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુર ક્ષા સુપરવાઇઝ્રરની ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે, તારીખ:- ૦૮.૦૫.૨૦૨૨ – સેન્ટ ઝેવિયર્સ વિધાલય,ભિલોડા ૦૯.૦૫.૨૦૨૨ –પી.જી.મહેતા હાઇસ્કૂલ માલપુર ૧૦.૦૫.૨૦૨૨ – પી.સી.એન હાઇસ્કૂલ, મેઘરજ ૧૧.૦૫.૨૦૨૨ – એન.એચ. શાહ હાઇસ્કૂલ, બાયડ ૧૨.૦૫.૨૦૨૨- સી .જી બુટાલા હાઇસ્કૂલ , મોડાસા  ૧૩.૦૫.૨૦૨૨ – જે.એસ.મહેતા હાઇસ્કૂલ, ધનસુરા ૧૪.૦૫.૨૦૨૨ આર્ય જ્યોતિ વિધાલય, શામળાજીના રોજ શિબિર નુ આયોજન કરેલ છે. જેનો સમય સવારે ૧૦.૦૦ થી બપોરના ૧૬,૦૦ કલાક સુધી રાખેલ છે ઉમેદવારની ઉમર ૨૧ થી ૩૬વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૦પાસ/ નાપાસ, ઊચાઇ ૧૬૮ સે.મી, વજન ૫૬ કિ.લો, છાતી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધાજ ડોકયુમેંટની જેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈજ ના ફોટા,આધારકાર્ડ, બૉલપેન સાથે રાખવાનું રહેશે,પાસ થનાર ઉમેદવાર ભરતી સથળે રજીસ્ટ્રેશન કરવાન

રાજપૂત કરની સેના સમાજ દ્વારા ગુજરાત એકતા યાત્રા નું આયોજન કરાયું......

છબી
રાજપૂત કરની સેના સમાજ દ્વારા ગુજરાત એકતા યાત્રા નું આયોજન કરાયું. ગુજરાત માં ૧૮૦૦ થી ૨૦૦૦ કી. મી.ની યાત્રા કરી સામાજિક કુરિવાજો ને દૂર કરી સમાજ ઉત્થાન માટે કરાયું યાત્રા નું આયોજન. ગુજરાત રાજપૂત કરણી સેના દ્વારા સમગ્ર ગુજરાત માં રાજપૂત સમાજ ના ઉત્થાન અર્થે યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ યાત્રા દ્વારા ગુજરાત ના વિવિધ ભાગો માં પરિભ્રમણ કરી રાજપૂત સમાજ ના કુરિવાજો ને દૂર કરવા અને આધુનિક યુગ અનુસાર સમાજ ના નવ નિર્માણ અને સમાજ ના સામાજીક, રાજકીય,શૈક્ષણિક જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય થી ગુજરાત ભર માં ૧૮૦૦ થી ૨૦૦૦ કી.મી ની યાત્રા કાઢવામાં આવેલ હતી જેમાં જે.પી.જાડેજા અધ્યક્ષ શ્રી રાજપૂત કરણી સેના , કીર્તિ સિંહ વાઘેલા , તેમજ સાધુ - સંતો તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા . યાત્રા ની શરૂઆત માતાના મઢ થી મોરાગઢ અને ત્યાં થી અંબાજી તા.૦૪ મે ના રોજ સાંજ ના સુમારે આવી પહોંચી હતી અને અંબાજી મંદિર માં માતાજી અને અખંડ જ્યોત ના દર્શન કર્યા હતા, અંબાજી આવી પહોંચેલ આ યાત્રા માં અંબાજી ના  રાજપૂત કરણી સમાજ ના લોકો ને પણ યાત્રા માં જોડાવા મટે આમંત્રણ અપાયુ હતુ .  અંબાજી

અરવલ્લીમાં ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) ની બેઠક સાંસદશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ

છબી
અરવલ્લીમાં ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) ની બેઠક સાંસદશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ મોડાસા-ગુરૂવાર, અરવલ્લી જિલ્લા ડ્રિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક સાસંદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં મોડાસા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.  બેઠકમાં સાસંદ શ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ગામડાના છેવાડાના લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરીયાતોને પ્રાથમિકતા અપાય તે જરૂરી છે. વધુમાં તેમણે સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ સબંધિત હેતુ માટે અને સમયમર્યાદામાં થાય તેવું અધિકારીઓને જણાવ્યું અને જૂના રહેલ બાકી  કામોને પૂર્ણ કરવા તેમજ બાકી રહેલી અરજીઓનો ઝડપથી નિકાલ કરવા. તેમજ અમલીકરણ અધિકારીશ્રીઓ પાસેથી પૂર્ણ થયેલ કામોની વિગતો મંગાવાઈ હતી.    આ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, જિલ્લા જળ સ્વચ્છતા એકમ

ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, અરવલ્લી તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અરવલ્લી ના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ ની જિલ્લાકક્ષાની તમામ વયજુથની ચેસ ભાઇઓ/બહેનો ની સ્પર્ધા શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ખાતે યોજાયેલ હતી. જેમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ, બિપિનભાઇ શાહ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, રાકેશભાઇ એસ. પટેલ, શાળા આચાર્યશ્રી, મનિષભાઇ જોષી તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા

છબી
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, અરવલ્લી તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અરવલ્લી ના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ ની જિલ્લાકક્ષાની તમામ વયજુથની ચેસ ભાઇઓ/બહેનો ની સ્પર્ધા શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ખાતે યોજાયેલ હતી. જેમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ, બિપિનભાઇ શાહ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, રાકેશભાઇ એસ. પટેલ, શાળા આચાર્યશ્રી, મનિષભાઇ જોષી તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં ૮૦ જેટલા ખેલાડીઓએ જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. વિજેતા થયેલ સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધા ભાગ લેવા માટે જશે. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી