ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર_* *_પત્રકારોના સંગઠનને_* *_મળ્યું નવું નામ..._*પત્રકાર એકતા સંગઠન હવે "પત્રકાર એકતા પરિષદ" ના રજી.નંબર સાથે...

✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️

ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર_*
     *_પત્રકારોના સંગઠનને_*
        *_મળ્યું નવું નામ..._*

પત્રકાર એકતા સંગઠન હવે "પત્રકાર એકતા પરિષદ" ના રજી.નંબર સાથે...

ગુજરાતમાં જ નહિ સમગ્ર ભારત દેશનું કોઈ એવું રાજ્ય નથી કે જે રાજ્યમાં પત્રકારોનું સંગઠન તમામ જિલ્લા અને તમામ તાલુકામાં કારોબારી ધરાવતું હોય, એક માત્ર પત્રકાર એકતા સંગઠને આ ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે.

દરેક સંગઠન એક બે મિટિંગ કરે ને રજીસ્ટ્રેશન કરાવી નાખે છે, પરંતુ સાચા અર્થનું શિસ્તબદ્ધ સંગઠનનું નિર્માણ અને ઘડતર કરી ત્રણ વર્ષમાં જિલ્લા અને તાલુકાઓના પ્રવાસ કરી, જાહેર મિટિંગમાં કારોબારીના હોદ્દા પણ ઉપસ્થિત સ્થાનિક પત્રકારો નક્કી કરે, આટલી પારદર્શકતા સાથે, સમસ્યાઓ સામે લડતા લડતા, સંગઠન તો કર્યું, પણ સાથે સાથે સરકાર સમક્ષ પત્રકારોની સમસ્યાઓ રજૂ કરી..., દરેક જિલ્લામાંથી બીજા તબક્કા માં આવેદન સ્વરૂપે સમસ્યા રજૂ કરી..., ત્રીજા પ્રયત્નમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોને પત્ર લખ્યા, તેના ભલામણ પત્રો લખાવ્યા.... 

છેવટે સમસ્યાઓના ઉકેલ માટે શાસક પક્ષના પ્રદેશ અધ્યક્ષ સાથે બે મિટિંગ હોદ્દેદારોની હાજરીમાં થઈ, ને ટેબલ ટોકથી 14 પૈકી મોટાભાગની સમસ્યાના ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી. જેની જાહેરાત અધિવેશનમાં ટુંક સમયમાં રજૂ થશે..

આખરે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન સાથે સોસાયટી રજીસ્ટ્રેશન એમ બેવડું રજીસ્ટ્રેશન કરાવ્યું..., રજીસ્ટ્રેશન સમયે "સંગઠન" શબ્દના સ્થાને "પરિષદ" સાથે મંજુરી પ્રમાણપત્ર મળ્યું...

બસ ટુંક સમયમાં રાજ્યમાં પત્રકારોનું એક અધિવેશન મળવાનું છે, તેનો કાર્યક્રમ જાહેર થશે. ત્યાં સુધીમાં પ્રદેશ કારોબારી સહિત તમામ પૂર્તતાઓ પૂર્ણ થશે..

એક શિસ્તબદ્ધ સંગઠન અને એ પણ પત્રકારો નું..? સૌને આશ્ચર્ય થશે, પણ નિર્માણ પામી ચૂક્યું છે. તેના યશભાગી જોડાયેલા તમામ પત્રકાર મિત્રો છે... 

આ સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી લાભુભાઈ કાત્રોડીયા ફરી સર્વાનુમતે નક્કી થયા બાદ ખૂબ ઝડપભેર બાકી રહેલ સંગઠન રચના પૂર્ણ કરવા તેમજ સાથે સાથે જ્યાં જરૂર હતી એવા 21 જિલ્લાઓમાં બીજી કે ત્રીજી વખત પણ પ્રવાસ કર્યો છે અને જરૂરી ફેરફારો પણ કર્યા છે.

"પત્રકાર એકતા સંગઠન" હવે રજીસ્ટ્રેશન થતાં "પત્રકાર એકતા પરિષદ" એવા નામથી ઓળખાશે..
દીર્ઘકાલીન સંગઠન ટકે, સામજિક કાર્યો કરતું રહે અને એક સામાજિક સંગઠન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ સાથે નવા આયામો સર કરવાનો પ્રારંભ થઇ ચૂક્યો છે... 

આ સંગઠનના સાથી બનવાનું પણ ગૌરવ મળે એવું કાર્ય આ સંગઠન કરવા જઈ રહ્યું છે, ત્યારે સલીમભાઈ બવાણીનું એક શ્રેષ્ઠ સંગઠનનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.. 

સાથ-સહકાર આપનાર અને નિ:સ્વાર્થપણે જવાબદારી સ્વીકારનાર સૌનો અંત:કરણપૂર્વક આભાર...

પ્રદેશ કારોબારીના માર્ગદર્શન હેઠળ. 12 ઝોન કાર્યરત છે. જેમાં સિનિયર પત્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક જિલ્લાને પ્રદેશ કારોબારીમાં સ્થાન સાથેની ગોઠવણ થશે..

33 જિલ્લાઓમાં 35 પ્રમુખો હશે. સુરતમાં બે ભાગ પાડ્યા છે. કચ્છ બે ભાગમાં ગોઠવાઈ રહ્યું છે તેમજ 252 તાલુકાઓ પૈકી જે તાલુકાઓમાં ઓછી સંખ્યા હોય તેવા બે તાલુકા ભેગા મળી કારોબારીની રચના કરવામાં આવી છે, ને જ્યાં ઓછા પત્રકારો હોય ત્યાં અલગ કારોબારીની રચના કરવામાં આવી છે.

છેલ્લા 25 વર્ષમાં પત્રકારો એ જે ગુમાવ્યું હતું તે પરત મળવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ગુજરાતનો પત્રકાર દસ લાખનું વીમા કવચ ધરાવતો હશે... રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો