અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળલગ્ન અટકાવાયા

અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળલગ્ન અટકાવાયા  હાલમાં ચાલી રહેલ લગ્નની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં બાળલગ્ન હોવા અંગેની ફરીયાદો જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લીને મળી હતી. જેમની જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલન કરી સ્થળતપાસ કરવામાં આવી. જેમાં વર-વધુની ઉંમરના પુરાવાઓ ચકાસતા મે-૨૦૨૨ માસમાં અત્યાર સુધી કુલ ૦૪ બાળલગ્નો જેમાં “અક્ષયતૃતિયા (અખાત્રીજ)” ના દિવસે ૦૨ બાળલગ્નો હોવાનું જણાતા તમામ બાળકોના માતા-પિતા અને કુટુંબીજનોને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ વિશે સમજણ આપી તેમની પાસેથી લગ્ન મોકુફ રાખવા અંગે નિવેદનો લેવામાં આવ્યા તથા જ્યાં સુધી બાળકોની ઉંમર કાયદા પ્રમાણે પૂર્ણ થાય ત્યારબાદ જ લગ્ન કરાવવા અંગેની બાંહેધરી લેવામાં આવી તેમજ જો તેઓ બાળલગ્ન કરાવશે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
તે અંગેની નોટીસ આપવામાં આવી તેમજ લગ્ન તારીખથી પોલીસ જાપ્તો ગોઠવી યેનકેન પ્રકારે બાળલગ્ન ના થાય તે અંગે પગલા લેવામાં આવ્યાં.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છેતેથી બાળલગ્ન અટકાવવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કે સમાજ દ્વારા બાળલગ્ન કરાવવામાં આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ અને તેનાં માતા-પિતા કે વાલી, મદદગારી કરનાર, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધીમાં લાભ લેનાર, સંચાલન કરનાર, બાળલગ્ન કરાવનાર તમામને અપરાધી ગણવામાં આવે છે અને આ અધિનિયમમાં બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે. જેથી સેવાઓ આપતા પહેલા લગ્નગ્રંથીથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઈ કરી લેવા જણાવવામાં આવે છે.
અરવલ્લી જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપેજિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ હેલ્પલાઈન નં. ૧૦૯૮અને સ્થાનિક પોલીસ અધિકારીને અથવા કંટ્રોલરૂમ નં. ૧૦૦ ઉપર તાત્કાલિક જાણ કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અરવલ્લીની યાદીમાં જણાવાયુ છે.
 બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો