આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ**સ્મિત, સેવા અને સંવેદના પ્રતિક સમાન અરવલ્લીની ૧૭૦ મહિલા નર્સ*

*આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ*
*સ્મિત, સેવા અને સંવેદના પ્રતિક સમાન અરવલ્લીની ૧૭૦ મહિલા નર્સ* 
સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાની અસર જોવા મળી રહી છે ત્યારે આરોગ્યના  કર્મીઓ ફન્ટ્રલાઇન વોરીયર્સ બનીને દિવસ-રાત સેવા કરી રહ્યા છે તો વળી રસીકરણની સઘન કામગીરી કરીને કોરોનાને મ્હાત આપવા પોતાની જીવને પણ જોખમાં મુકી અહર્નિશ સેવા કરનાર નર્સને આજના નર્સિગ દિવસે ખરેખર વંદન કરવાનું મન થાય  
આવા જ આપણા અરવલ્લી જિલ્લાની ૧૭૦થી વધુ સ્ટાફ નર્સ બહેનો કોવિડ હોસ્પિટલ, સામૂહિક, પ્રાથમિક, સબ સેન્ટર ખાતે ફરજ તો બજાવી સાથો સાથ સમગ્ર દેશમાં જયારે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે નર્સ બહેનો દ્વારા અંતરીયાળ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને રસી આપી લોકોને મોતના મુખમાંથી બચાવવાનું ઉમદા કાર્ય કર્યુ છે. વળી સમગ્ર જિલ્લામાં જયારે કોરોનાનો કહેર હતો ત્યારે  જિલ્લામાં મોડાસાની સાર્વજનિક અને બાયડના વાત્રક ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને પોતાના સ્વજનની જેમ સારવાર કરી છે, તે કઇ રીતે ભૂલી શકાય  
કોરોનાના કપરાકાળમાં સારવાર લઇ રહેલા દર્દીઓ જયારે દવા લેવાની કે ઉપચાર માટે અણગમો કે ગુસ્સો વ્યકત કરે તો પણ આ બહેનો હસતા મોંઢે સ્વીકારીને સાંત્વાના આપી તેમને જલ્દી સાજા કરી તેમના  પરીવારના માળાને વિંખાતો બચાવ્યો છે. 
દર્દીઓને જ પોતાનો પરીવાર માનતા સેવા, સ્મિત અને સંવેદનાના પ્રતિક સમાન નર્સ કરતા આરોગ્ય કર્મીઓને વિશ્વ નર્સ દિવસે ખરેખર શત શત વંદન કરવાનું મન થાય        
                 બ્યુરો રિપોર્ટ. જ્યોતિકા ખરાડી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.