અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયારતમામ તાલુકાના અને જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ થશે

અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયાર
તમામ તાલુકાના અને જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ થશે
    મોડાસા, શુક્રવાર, વાવાઝેાડા તથા અન્ય જોખમો અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂનના આયોજન અંગેની બેઠક જિલ્લા સમાહર્તા શ્રીડૉ. નરેન્દ્રકુમાર મીના ની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. 
જેમાં દરેક તાલુકાના તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મામલતદાર ધ્વારા ,શહેરી વિસ્તારના સીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ચીફ ઓફિસર ધ્વારા  અને વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ટીડીઓ ધ્વારા ઓનલાઈન અપડેટ કરવાની કામગીરી હાથ ધરવા કલેકટર શ્રીડૉ. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું. જેમાં જીલ્લા ના દરેક વિભાગોના ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવા ભાર આપ્યો હતો. 
બેઠક દરમિયાન સિંચાઈ વિભાગ ધ્વારા વાયરલેસ થી દર બે કલાકે સ્થિતિ ની જાણકારી આપવા અને તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ કોઝ વે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા જણાવ્યું હતું 
        તેમણે મામલતદારોને દરેક ગામોની અગત્યના વ્યક્તિઓની સંપર્ક સૂચી તૈયાર કરવામાં અને જીલ્લા મત્સ્યઉદ્યોગ  વિભાગ તાલુકા મામલતદાર ને  બોટો અંગેની અધતન માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું 
        જિલ્લાના તમામ તાલુકાઓમાં તથા જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ કરવા ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું જ્યાં નદી કિનારાના ગામો ,તરવૈયાનું લીસ્ટ ,પ્લાન ની નકલ ,સાધનો ની વિગત સહિતની તમામ માહિતી ઉપલબ્ધ હોય તે જરૂરી ગણાવ્યું હતું 
અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં તાલુકા વાઈઝ નુકશાન સર્વેની ટીમો ની રચના થાય અને દરેક નગરપાલિકા ફાયર બ્રિગેડ ધ્વારા આપ્દામીત્રો ને સાથે રાખી ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. જયારે ચોમાસા પહેલા દરેક તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓને સતર્કતા દાખવાની કામગીરી કરવા જણાવ્યું હતું 
બેઠકમાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર , જિલ્લા ગ્રામવિકાસ નિયામકશ્રી દાવેરા, પ્રાંત અધિકારીશ્રીઓ, તમામ મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો