ડીસાથી સરીપડા પગપાળા યાત્રાસંધની પૂણાર્હુતિ
ડીસાથી સરીપડા પગપાળા યાત્રા
ડીસા શહેરના મોદી સમાજના યુવકો દ્વારા ડીસા થી સરીપડા પગપાળા યાત્રા સંધનુ તા: ૮/૦૫/૨૦૨૨ ને રવિવાર વૈશાખ સુદ-૭ ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે ૪:૦૦ કલાકે મોટા મહોલ્લામાં આવેલ શ્રી વિરદાદાના મંદિરથી પ્રસ્થાન કરી રીસાલા, એ.સી. ડબલ્યુ હાઈસ્કૂલ થઈને ડીસા પાલનપુર હાઈવે થઇને મોદી સમાજના આગેવાનો તેમજ ભાઈ - બહેનો મોટી સંખ્યામાં લગભગ ૪૦૦ ઉપરોક્ત ભાવિક ભક્તો આ પગપાળા સંઘમાં જોડાયા હતા
સમાજના આગેવાનો શ્રી શાંતિલાલ હેરૂવાલા ( ચેરમેન પીપલ્સ બેંક ) શ્રી અશોકભાઈ પાવાલા ( વાઈસ ચેરમેન પીપલ્સ બેંક ) એમ.ડી શ્રી કાન્તીલાલ કાનુડાવાળા, શ્રી જયેશભાઈ નાસરીવાળા, શ્રી વિનોદ ચંદ્ર હેરૂવાલા, તેમજ સહયોગ મંડળીના ચેરમેન શ્રી મુકેશભાઈ પંચીવાળા, મોદી સમાજના પ્રમુખ શ્રી કનુભાઈ ભરતીયા,. કરીયાણા એસોસિએશન ના વાઈસ ચેરમેન શ્રી ઈશ્વરલાલ ચોખાવાળા, દિનેશભાઈ પંચીવાળા ( ભગત ) શ્રી જગદીશચંદ્ર પટણી, તેમજ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ- બહેનો લગભગ ૪૦૦ ઉપરોક્ત લોકો જોડાયા હતા આ સંધ નારસુગા વિરદાદાના મંદિરે બપોરે પહોચી ગયો હતો વિરદાદાના ચમત્કારી કે આ મંદિરમાં લોકોની મનોકામના પૂર્ણ થતી હોઈ તેમનામાં આસ્થા ધરાવતા ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાઆ પગપાળા સંઘને ડીસાથી મોટા ગામમાં થઈને કુંભાસણ, વડેચા થઈને સરીપડા પગપાળા સંઘ શ્રી નારસુગા વિરદાદાના દર્શન કરી ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લઈ એક અનેરો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો ડીસાથી સરીપડા જતા આ પગપાળા સંઘનુ ઠેર ઠેર સ્વાગત તેમજ ભાવિ ભક્તો દ્વારા ચા, નાસ્તો, ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાણીની બોટલ વગેરે લોકોને પ્રેમથી આપીને આનંદભેર શ્રી નારસુગા વિરદાદાના નારા સાથે આખા રસ્તા પર ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ અમુક લોકો પોતાના વાહનો તેમજ અન્ય સાધનો દ્વારા સરીપડા પહોંચીને શ્રી નારસુગા વિરદાદાના દર્શન કરી ભોજન પ્રસાદનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ સરીપડા પગપાળા સંઘ ના મોદી સમાજના યુવકોએ સારી જહેમત ઉઠાવીને આ ધાર્મિક કાર્યક્રમને શાંતિથી સંપન થતાં લોકોએ યુવાનનું સુંદર આયોજન થી પ્રભાવિત થઈને તેમનાં કામને બિરદાવ્યા હતા.
બ્યુરો રિપોર્ટ PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com