અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી દિવ્યાંગ મતદારોમાં સાક્ષરતા કેળવાય અને ચુંટણી પ્રક્રિયામાં અવરોધમુક્ત રીતે સહભાગી થઈ શકે તે અર્થે ૧૨ મે૨૦૨૨ નારોજ મોડાસની શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા બાળકોની શાળા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને ૩૧-મોડાસા વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી શ્રી ડૉ. મીતાબેન ડોડીયાની અધ્યક્ષતામાં “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દિવ્યાંગોને મતદાન પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવ્યાં હતા તેમજ EVM અને VVPET નિદર્શન કરાવી તથા નવા દિવ્યાંગ મતદાતાઓને વોટીંગ કરાવી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત્ દિવ્યાંગ મતદારોને ચુંટણીને લગતી વિવિધ સેવાઓ ઘરે બેઠા મળી રહે તે માટે PwD મોબાઈલ એપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ દિવ્યાંગોની વિવિધ યોજનાઓથી પણ વાકેફ કરવામાં આવ્યાં અને સ્થળ પર યોજનાકીય ફોર્મ પણ ભરાવવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં મોડાસા તાલુકાના મામલતદારશ્રી એ.એસ.ગઢવી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.બી.ચૌધરી, તથા સંસ્થાના માનદમંત્રીશ્રી મનુભાઈ પટેલ ઉપરાંત આઇટીઆઇના ઇન્સટ્રકટર ઉપસ્થિત રહ્યા હતા.
*******************
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com