અંબાજી ખાતે ઇન્ટરનેશનલ નર્સ ડે દિવસની ઉજવણી કરવામાં આવી

અંબાજી ખાતે ઇન્ટરનેશનલ નર્સ ડે દિવસની ઉજવણી કરવામાં આવી.
શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે વિવિધ શાળાઓ અને કોલેજો આવેલી છે ત્યારે થોડા મહીના અગાઉ ખુલેલી ભવાની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડીયા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિંગ ડે દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
      આ પ્રસંગે વનવાસી ઉત્કર્ષ મંડળ સંસ્થાના મુખ્ય સંચાલક એલ કે બારડ દ્વારા તમામ  વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સારા ભવિષ્ય માટે પ્રાથના કરી શુભ કામનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભવાની નર્સિંગ કોલેજ ના પ્રિન્સીપાલ કોમલબેન જગદીશસિંહ ચૌહાણ અને તમામ નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા આધ્યશક્તિ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ ઇન્ચાર્જ નું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનાં કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. નર્સિંગ દિવસની ઊજવણીમા  ક્વીઝ, રંગોલી, સ્પીચ અને ડીબેટ જેવા કાર્યક્રમ  કેક કાપીને ઉજવવામાં આવ્યા હતા.

રિપોટર જયોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો