પોસ્ટ્સ

અરવલ્લીના મહેમાન બનેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત આજે ૧૫મી ઓગસ્ટના રોજ ૬૬૩ અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ.અમૃત સરોવરમાં પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે.

છબી
અરવલ્લીના મહેમાન બનેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત આજે ૧૫મી ઓગસ્ટના રોજ ૬૬૩ અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ. અમૃત સરોવરમાં પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે. જળ સંચય થકી ઉન્નતિના લક્ષ્ય સાથે કાર્યરત ગુજરાત સરકારે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કર્યો છે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ રાજયમાં કુલ ૨,૭૬૭ સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે. જે પૈકી 33 જિલ્લામાં સ્થિત ૨,૪૨૨ કામો પ્રગતિમાં છે. જ્યારે  ૧૫ ઓગષ્ટ, ૨૦૨૨ સુધીમાં ૬૬૩ અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવ્યા. ત્યારે આજે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજરી આપવા અરવલ્લી પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્ય કાર્યક્રમ બાદ ધનસુરા ગામના તળાવ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ ક્ષણે ધનસુરા અમૃત સરોવરની આસપાસ તિરંગાની ર

૭૬મું સ્વાતત્ર્ય પર્વ અરવલ્લી.અરવલ્લીને આંગણે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના ભાવ સાથે શાનદાર ઉજવણી.

છબી
૭૬મું સ્વાતત્ર્ય પર્વ અરવલ્લી. અરવલ્લીને આંગણે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના ભાવ સાથે શાનદાર ઉજવણી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલ રાજ્ય મહોત્સવમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ. -: *મુખ્યમંત્રીશ્રી* :-  *આઝાદીના ૭૫ વર્ષ પછી આજે ભારત જ્યાં ઉભું છે - જે પ્રગતિ કરી છે તેના પાયામાં સ્વતંત્ર વીરોનું બલિદાન*  *વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવે દેશભરમાં એક નવી ચેતના, નવી પ્રેરણા, નવા ઉમંગનો સંચાર કર્યો છે*.   *ગરીબ-પીડિત-વંચિત-શોષિત એમ તમામ વર્ગના લોકોની ચિંતા કરી લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એવી કાર્ય સંસ્કૃતિ ગુજરાતે  વિકસાવી છે*.   *સ્વાસ્થ્ય, કૃષિ અને ઉદ્યોગ આ ક્ષેત્રોના સમતોલ વિકાસની પરિભાષા ગુજરાતે દેશ અને દુનિયાને બતાવી*  *પારદર્શક નીતિ, સાફ નિયત અને સ્પષ્ટ લક્ષ્યના કારણે ગુજરાત દેશમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ ધરાવતું રાજ્ય બનીને ઉભર્યું*   *સ્વતંત્રતાનું આ પર્વ આપણા સૌના દિલ-દિમાગમાં રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જગાવવા સંકલ્પબધ્ધ બનીએ. મુખ્યમંત્રીશ્રી ભૂ

અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રત્યેક શક્તિપીઠ પર તિરંગો લહેરાયો*

છબી
અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રત્યેક શક્તિપીઠ પર તિરંગો લહેરાયો ભારત પુનઃ અખંડ ભારતવર્ષ બને એ પ્રાર્થના માં અંબાના ચરણોમાં કરી શક્તિપીઠો પર ત્રિરંગો ફરકાવ્યો આસ્થા તીર્થ અંબાજી અનેરી  આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે. દેશ- વિદેશના અનેક શ્રધ્ધાળુઓ માં અંબાના ચરણોમાં આવી ધન્યતા અનુભવે છે. ધાર્મિક ક્ષેત્રે ઉન્નત અને આગવું સ્થાન ધરાવતું અંબાજી સાંપ્રત સમયમાં ગબ્બર પર્વત ખાતે આવેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથના લીધે વિશેષ બન્યું છે. ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથ પર ભારતના વિવિધ રાજ્યો અને પ્રાચીન સમયમાં ભારત જ્યારે અખંડ ભારત હતું એ સમયે આવેલ શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. અહીં એક જ પરિક્રમા પથ પરશ્રધ્ધાળુઓને આ તમા શક્તિપીઠોના દર્શનનો લાભ મળે છે.    આજે જ્યારે સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિમય બની ‘‘હર ઘર તિરંગા’’ અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૫૧ શક્તિપીઠ પર આવેલ તમામ શક્તિપીઠો પર રાષ્ટ્રની એકતા અને અખંડતાનું પ્રતિક તિરંગો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. આ શક્તિપીઠોમાંથી કેટલાંક શક્તિપીઠ આજના સમયે ભારત સિવાય અન્ય દેશો જેવા કે નેપાળ, તિબેટ, શ્રીલંકા, બાંગ્લાદે

અંબાજી સર્કીટ હાઉસ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની મિટિંગ યોજાઈ..

છબી
અંબાજી સર્કીટ હાઉસ ખાતે  અખિલ  ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની મિટિંગ યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આરાસુરી અંબાજીના પરિસર માં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની રચના પરદેશ મંત્રી રામજીભાઈ રાયગોર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.. પત્રકારોનો અવાજ બુલંદ કરવા ભારતમાં પત્રકારોના હિત માટે ગુજરાતના નામાચીક હોસ્પિટલમાં moU કરી પત્રકાર તેના પરિવાર માટે નિશુલ્ક હેલ્થ કવચ પૂરું પાડવા સાથે સાથે ઘણી શિક્ષક સંસ્થા સાથે પત્રકારો ના બાળકો માટે મફત શિક્ષણ આપવામાં અને સાથે સાથે કોરોના કામમાં પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના જીવ ના જોખમે સતત પોતાની જવાબદારી નિભાવી અને ઘણા બધા પત્રકારો પોતાના જીવ ગુમાવ્યા હતા તેના માટે ગુજરાત સરકાર ધારા ધોરણ મુજબ સહયોગ કરવા કટીરૂપ સાબિત થવા દેશના સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અંબાજી ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ પત્રકારોનું અંબાજી ના  પત્રકારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય પત્રકાર એકતા સંગઠન ની ગુજરાત અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડિયા,અજયસિંહ પરમાર રાષ્ટ્રીય કોશા અધ્યક્ષ

આઝાદી ના અમૃતમહોત્સવ પર્વે રાષ્ટ્રગૌરવમાં ભાગીદાર થવાની અનેરી ક્ષણ એટલે "હર ઘર તિરંગા"...

છબી
આઝાદી ના અમૃતમહોત્સવ પર્વે રાષ્ટ્રગૌરવમાં ભાગીદાર થવાની અનેરી ક્ષણ એટલે "હર ઘર તિરંગા"... 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે, ભારત સરકારે સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભારતના લાંબા ઇતિહાસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ ઉત્સવને સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નામ આપવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગતનો એક કાર્યક્રમ “હર ઘર તિરંગા” છે. “વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઉંચા રહે હમારા” ગીત આપણાં ત્રિરંગાને સમર્પિત છે. ત્રિરંગો જોઈને બાળકોથી લઈને મોટા સૌ કોઈ જોશમાં ભરેલા રહે છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે અને 21 તોપની સલામી અપાય છે. તેમજ સેના ભારતીય ધ્વજનો સમ્માન કરે છે.  ઈ.સ. 1947થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે. આ વર્ષનો 75મો “સ્વતંત્ર દિવસ” આવી રહ્યો છે. આ માનનીય દિવસે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ “હર ઘ

મણીનગર માં ઊપાદયાય પરિવાર દ્વારા રક્ષાબંધન ની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો

છબી
મણીનગર માં ઊપાદયાય પરિવાર દ્વારા રક્ષાબંધન ની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો ભાઈ એ ભાઈ ને રાખડી બાંધી  એક નવી શરુઆત…. એક નવો વિચાર…… મણીનગર ના જાણીતા એડવોકેટ અમર ઊપાદયાય ના પુત્રો એ  Dhwij Upadhyay Riaan Upadhyay એક બીજાને રાખડી બાંધી ને રક્ષાબંધન ની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી આખી દુનિયા માટે ભલે તું ભગવાન છે પણ મારા માટે તો તું મારો ભાઈ અને પરમ મિત્ર છે. ભાઈને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે. શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ ભાઈના મૌનને સમજી જાય એનું નામ ભાઈ. બની રહે પ્રેમ સદા, સંબંધનો આ સાથ સદા, કોઈ દિવસ ના આવે આ સંબંધ માં દૂરી, રાખી લાવે ખુશીઓ પૂરી બ્યુરો રિપોર્ટ PHN NEWS 

ભિલોડા તાલુકાના લુસડીયા ખાતે અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કૂબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ૭૩ મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

છબી
ભિલોડા તાલુકાના લુસડીયા ખાતે અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કૂબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ૭૩ મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી કૂબેરભાઇ ડિંડોરે વન મહોત્સવની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ચોમાસાની ઋતુમાં આપણા ઘેરની આજુબાજુ, ખેતરના શેઢે-પાળે વૃક્ષો રોપવાનું પવિત્ર કાર્ય કરવું જોઇએ. તેમણે ક્લાયમેન્ટ ચેન્જના પડકારો અને વૃક્ષોનું મહત્વશ સમજાવતાં જણાવ્યુંવ કે, વૃક્ષો મનુષ્યોના જીવનમાં જન્મથી લઇ મૃત્યુ સુધી આપણો સાથ ક્યારેય છોડતા નથી ત્યારે દરેક વ્યક્તિએ વૃક્ષોનું મહત્વ સમજી વૃક્ષો વાવે તે જરૂરી છે. હજારો જીવ, જંતુ, પશુ, પક્ષી સહિત સમગ્ર સજીવ સૃષ્ટિોના અસ્તિવત્વ  માટે પણ વૃક્ષો હોવા બહુ જરૂરી છે ત્યારે આપણે સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો લીલોછમ્મ બનાવીએ.આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આપણે પ્રતિવર્ષ વન મહોત્સવની ઉજવણી કરીએ છીએ. તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળમાં વન મહોત્સવની માત્ર ગાંધીનગરમાં થતી હતી પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સાંસ્

આજે #ઝેરડા_ઠાકોર_સેના દ્રારા રણુજા પગપાળા જતા શ્રધ્ધાળુઓની સેવા માટે #ઝેરડા_ગ્રામસમિતિના_યુવાનો ફૂડપેકેટ, ફળ અને પાણી વિતરણના સેવા કેમ્પની શુરુઆત

છબી
આજે #ઝેરડા_ઠાકોર_સેના દ્રારા રણુજા પગપાળા જતા શ્રધ્ધાળુઓની સેવા માટે #ઝેરડા_ગ્રામસમિતિના_યુવાનો ફૂડપેકેટ, ફળ અને પાણી વિતરણના સેવા કેમ્પની શુરુઆત પ્રદેશ સલાહકાર #રાયકરણજી_ઠાકોર તાલુકા પ્રમુખશ્રી #બચુજી_ઠાકોર કોરકમિટી અધ્યક્ષશ્રી #શ્રવણજી_ઠાકોર, તાલુકા ઉપપ્રમુખશ્રી #કનકસિંહ_ઠાકોર, #જોરાવરસિંહ_ઠાકોર ઢુંવા, #બચુજી_ઠાકોર ઝેરડા, #ધારજીજી_ઠાકોર કંસારી, #પ્રવિણજી_ઠાકોર બાઈવાડ, #રમેશજી_ઠાકોર ગુગળ, #દિલીપજી_ઠાકોર ઝેરડા, #મહેન્દ્રજી_ઠાકોર ધનપુર,  #ઉત્તમજી_ઠાકોર વગેરેની હાથે કરવામાં આવી,.    #Alpeshji_Thakor. #GKTS_Deesa. #GKTS_Banaskantha. #GKTS_Gujarat.

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું.

છબી
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું. "વિશાળ ગગને લહેરાતો તિરંગો અમારી જાન છે, તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે." સ્વતંત્રતા દિવસ આપણા રાષ્ટ્ર માટે ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી નોંધપાત્ર દિવસ છે. રાષ્ટ્રમાં આઝાદી લાવવા માટે બહાદુરીથી લડનારાઓના બલિદાનને યાદ કરવા માટે વર્ષમાં એકવાર ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ એ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના સર્વોચ્ચ યોગદાનની ઉજવણી માટે એક મહાન પ્રસંગ છે. આવા ભવ્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થઈ રહી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા 15મી ઓગસ્ટના રોજ વિવિધ કરતબો કરવામાં આવશે. પોલીસ પરેડ, ડોગ શો, અશ્વ શો ,મોટરસાઇકલ સ્ટંટ કરી દેશની આઝાદીનો જશ્ન મનાવવામાં આવશે.આ કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું. 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં અંદાજિત 1600 જેટલા પોલીસ જવાનો ફરજ બજાવશે. પોલીસ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં શસ્ત્ર પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવનાર છે.જેનો અરવલ્લીની જનતા લાભ મેળવે તે આશા

અરવલ્લીના ભિલોડા તાલુકામાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો 'વિશ્વ આદિવાસી દિવસ.----------

છબી
અરવલ્લીના ભિલોડા તાલુકામાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો 'વિશ્વ આદિવાસી દિવસ. 'મારા આદિવાસી બંધુઓના વિકાસ માટે સરકાર હરહંમેશ કટિબદ્ધ '- જીતુભાઇ વાઘાણી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. માન.મંત્રીશ્રી શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ)ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના  શ્રી જીતુભાઈ વાઘાણીની  ઉપસ્થિતિમાં અનેક ખાતમુહૂર્ત અને અનેક યોજનાઓના લાભ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું, દરેક આદિવાસી ભાઈ-બહેનના વિકાસ માટે સરકાર તત્પર છે. શિક્ષણ, રોજગારી, આરોગ્ય દરેક યોજનાનો લાભ મળી રહ્યો છે. આજે છેવાડાનો વિદ્યાર્થી સારુ શિક્ષણ અને રોજગારી મેળવીને આજે પ્રગતિ કરી રહ્યો છે. આરોગ્યની તમામ સુવિધાઓ મેળવીને સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આ તમામ સફળતાઓનો શ્રેય આજની અડીખમ સરકારને જાય છે.અરવલ્લીના નાના ગામમાં બ્લોક રોડ એ વિકાસ દર્શાવે છે. ફકત મહાનગરોમાં જ વિકાસ હોય અને સુવિધાઓ ગામડામાં ન મળે આ પરિભાષા સરકાર દ્વારા બદલી નાખવામાં આવી છે.

ગુજરાત રાજ્ય જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યુ છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

છબી
9 ઓગસ્ટના રોજ અરવલ્લી જિલ્લામાં ઉજવાશે વિશ્વ આદિવાસી દિવસ. ગુજરાત રાજ્ય જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યુ છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત અનેકવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમ યોજાશે. આ સાથે વિવિધ યોજનાકીય સહાય વિતરણ પણ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લો ઘણા ખરા અંશે આદિવાસી વિસ્તાર ધરાવે છે. વિશેષ અને અનોખા રીતિરિવાજો અને પરંપરાઓના જતન સાથે આદિજાતિના વિકાસ માટે આ સરકારે બીડું ઝડપ્યું છે. વિકાસની પર્યાય બનીગયેલા ગુજરાતે શોષિતો, પીડિતો,  વંચિતો તેમજ આદિજાતિના હિત માટે અનેક સંવેદનાસભર નિર્ણયો લઈને તેઓને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં પ્રયાસો આદર્યા છે.આદિજાતિના શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળીથી લઇને તમામ પ્રકારની સુવિધાઓ આપવા અને તેઓના સર્વાંગી ઉત્કર્ષ કરવા માટે ઉત્તરોત્તર જોગવાઈઓ પણ કરવામાં આવી રહી છે. છેવાડાનો માનવી પણ સુખ, સુવિધા કે સમૃદ્ધિથી વંચિત ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.બ્યૂરો રિપોર્ટ જય

અરવલ્લીમા 15મી ઑગસ્ટની ઉજવણીની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ.

છબી
અરવલ્લીમા 15મી ઑગસ્ટની ઉજવણીની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ. અગ્રસચિવ શ્રીરાજેશ માંજૂ અરવલ્લીની  મુલાકાતે. અરવલ્લી જિલ્લામા 15મી ઑગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે અગ્રસચિવ શ્રીરાજેશ માંજૂએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી.અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. 15મી ઑગસ્ટ રાજ્યકક્ષાના  કાર્યક્રમની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થવાની છે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. અગ્રસચિવ રાજેશ માંજૂ અને તેમની ટિમ સાથે સમીક્ષા બેઠક અને સ્થળ મુલાકાત કરવામાં આવી.14 અને 15 ઑગસ્ટના કાર્યક્રમની તૈયારીઓ અને સંપૂર્ણ વ્યવસ્થાની તૈયારીઓની જરૂરી સૂચનાઓ આપવામાં આવી.તમામ કાર્યક્રમો સુચારુ રૂપે ઉજવાય તે માટે તમામ વિભાગની વ્યવસ્થાની બેઠકમા ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં અગ્રસચિવ શ્રી રાજેશ માંજૂ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત,નિવાસી અધિક કલેક્ટર શ્રી એન. ડી. પરમાર, અને તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ.

છબી
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. અરવલ્લી જિલ્લામાં ભામાશા હોલ ખાતે  ઉજવાયો મહિલા કર્મયોગી દિવસ . અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભામાશા હોલ  ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી.“મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી અંતર્ગત  "કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩”વિષય ઉપર સેમીનાર રાખવામા આવ્યો જેમાં કામ કરવાનાં સ્થળ ઉપર મહિલાઓનું  યોગદાનનું મહત્વ અને કામના સ્થળે કોઈપણ પ્રકારની થતી સતામણી થતી હોય તો તેને અટકાવવા માટે કેવા પગલાંઓ ભરવા જોઈએ અને કેવીરીતે રીતે સતેજ રેહવું જોઈએ તેની સમજણ આપવામાં આવી. આજના કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ. એમ. કે. ડોડીયા, મહિલા અને બાળ અધિકારીશ્રી ડી. બી. પંડ્યા. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડૉ. એન. વી. મેણાત,શ્રીવનિતાબેન પટેલ,પ્રિ. ડૉ. બિપીનભાઈ પટેલ,પ્રિ.ર્ડો. એચ. એમ. પટેલ, ડૉ. સોનિયાબેન જોશી.તેમજ અન્ય અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓની  ઉપસ્થિતમા કાર્યક્રમ યોજ