ભિલોડા તાલુકાના લુસડીયા ખાતે અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કૂબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ૭૩ મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભિલોડા તાલુકાના લુસડીયા ખાતે અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કૂબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ૭૩ મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી કૂબેરભાઇ ડિંડોરે વન મહોત્સવની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ચોમાસાની ઋતુમાં આપણા ઘેરની આજુબાજુ, ખેતરના શેઢે-પાળે વૃક્ષો રોપવાનું પવિત્ર કાર્ય કરવું જોઇએ. તેમણે ક્લાયમેન્ટ ચેન્જના પડકારો અને વૃક્ષોનું મહત્વશ સમજાવતાં જણાવ્યુંવ કે, વૃક્ષો મનુષ્યોના જીવનમાં જન્મથી લઇ મૃત્યુ સુધી આપણો સાથ ક્યારેય છોડતા નથી ત્યારે દરેક વ્યક્તિએ વૃક્ષોનું મહત્વ સમજી વૃક્ષો વાવે તે જરૂરી છે.હજારો જીવ, જંતુ, પશુ, પક્ષી સહિત સમગ્ર સજીવ સૃષ્ટિોના અસ્તિવત્વ માટે પણ વૃક્ષો હોવા બહુ જરૂરી છે ત્યારે આપણે સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો લીલોછમ્મ બનાવીએ.આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આપણે પ્રતિવર્ષ વન મહોત્સવની ઉજવણી કરીએ છીએ. તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળમાં વન મહોત્સવની માત્ર ગાંધીનગરમાં થતી હતી પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સાંસ્કૃતિક વનોના નિર્માણની પરંપરાના લીધે છેલ્લા ૧૮ વર્ષમાં રાજ્યમાં ૨૧ જેટલાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે. આ વર્ષે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દૂધરેજ ખાતે નર્મદા કેનાલની બાજુમાં વટેશ્વર વનનું લોકાર્પણ કરીને ૭૩ મા વન મહોત્સવની ઉજવણી કરાવી છે. તેમણે કહ્યું કે, આપણું ગુજરાત વન, રણ અને દરીયાકિનારાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતુ રાજ્ય છે. રાજ્યમાં વૃક્ષોની સંખ્યા વધારવા માટે વન વિભાગ દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે જેના લીધે વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, વનો અને વન્યજીવ સૃષ્ટિ વિના માનવ જીવન શક્ય નથી એ બાબત આપણે કોરોનાના સમયમાં સારી રીતે સમજી શક્યા છીએ. વૃક્ષો આપણને ઓક્શીજન- પ્રાણવાયુ આપે છે ત્યારે વૃક્ષોને વાવી તેનું બાળકની જેમ જતન કરી ઉછેર કરીએ.
રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com