અરવલ્લીના ભિલોડા તાલુકામાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો 'વિશ્વ આદિવાસી દિવસ.----------
અરવલ્લીના ભિલોડા તાલુકામાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો 'વિશ્વ આદિવાસી દિવસ.
'મારા આદિવાસી બંધુઓના વિકાસ માટે સરકાર હરહંમેશ કટિબદ્ધ '- જીતુભાઇ વાઘાણી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. માન.મંત્રીશ્રી શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ)ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના
શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અનેક ખાતમુહૂર્ત અને અનેક યોજનાઓના લાભ આપવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું, દરેક આદિવાસી ભાઈ-બહેનના વિકાસ માટે સરકાર તત્પર છે. શિક્ષણ, રોજગારી, આરોગ્ય દરેક યોજનાનો લાભ મળી રહ્યો છે. આજે છેવાડાનો વિદ્યાર્થી સારુ શિક્ષણ અને રોજગારી મેળવીને આજે પ્રગતિ કરી રહ્યો છે. આરોગ્યની તમામ સુવિધાઓ મેળવીને સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આ તમામ સફળતાઓનો શ્રેય આજની અડીખમ સરકારને જાય છે.અરવલ્લીના નાના ગામમાં બ્લોક રોડ એ વિકાસ દર્શાવે છે. ફકત મહાનગરોમાં જ વિકાસ હોય અને સુવિધાઓ ગામડામાં ન મળે આ પરિભાષા સરકાર દ્વારા બદલી નાખવામાં આવી છે.20 વર્ષ પહેલાં ગુજરાતમાં વિકાસની વાત કરવી એ સપના જેવું હતું. વિકાસ કરી તે વિકાસ માટે લોકો પાસે મતરૂપી આશીર્વાદ મેળવવાની શરૂઆત મોદી સાહેબે કરી હતી આજે સમગ્ર વિશ્વમાં આ રીત ફેલાઈ છે. વર્ષોથી આપણી વચ્ચે રહેલ નર્મદાના પાણી ઘર ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અમારા દ્વારા કરાઈ છે. પીએમ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આજે આપના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવ્યો છે..
મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું,આજે વિશ્વ આદિવાસી દિવસે દરેક આદિવાસીઓ સરકારના તમામ લાભ લઈ રહ્યા છે,અનેક યોજનાનો થકી સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ,રમતવીરો,અગ્રણી પશુપાલકો, પ્રગતિશીલ ખેડૂતો અને સમાજ સેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.ડી.દાવેરા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ અને ભિલોડા અને મેઘરજ તાલુકાના જિલ્લા પંચાયતના તમામ સભ્યો તેમજ અધિકારીઓશ્રીઓ અને બહોળી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com