મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ.
અરવલ્લી જિલ્લામાં ભામાશા હોલ ખાતે ઉજવાયો મહિલા કર્મયોગી દિવસ .
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભામાશા હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી.“મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી અંતર્ગત "કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩”વિષય ઉપર સેમીનાર રાખવામા આવ્યો જેમાં કામ કરવાનાં સ્થળ ઉપર મહિલાઓનું યોગદાનનું મહત્વ અને કામના સ્થળે કોઈપણ પ્રકારની થતી સતામણી થતી હોય તો તેને અટકાવવા માટે કેવા પગલાંઓ ભરવા જોઈએ અને કેવીરીતે રીતે સતેજ રેહવું જોઈએ તેની સમજણ આપવામાં આવી.
આજના કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ. એમ. કે. ડોડીયા, મહિલા અને બાળ અધિકારીશ્રી ડી. બી. પંડ્યા. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડૉ. એન. વી. મેણાત,શ્રીવનિતાબેન પટેલ,પ્રિ. ડૉ. બિપીનભાઈ પટેલ,પ્રિ.ર્ડો. એચ. એમ. પટેલ, ડૉ. સોનિયાબેન જોશી.તેમજ અન્ય અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતમા કાર્યક્રમ યોજાયો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com