ગુજરાત રાજ્ય જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યુ છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

9 ઓગસ્ટના રોજ અરવલ્લી જિલ્લામાં ઉજવાશે વિશ્વ આદિવાસી દિવસ.
ગુજરાત રાજ્ય જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યુ છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત અનેકવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમ યોજાશે. આ સાથે વિવિધ યોજનાકીય સહાય વિતરણ પણ કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લો ઘણા ખરા અંશે આદિવાસી વિસ્તાર ધરાવે છે. વિશેષ અને અનોખા રીતિરિવાજો અને પરંપરાઓના જતન સાથે આદિજાતિના વિકાસ માટે આ સરકારે બીડું ઝડપ્યું છે. વિકાસની પર્યાય બનીગયેલા ગુજરાતે શોષિતો, પીડિતો,  વંચિતો તેમજ આદિજાતિના હિત માટે અનેક સંવેદનાસભર નિર્ણયો લઈને તેઓને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં પ્રયાસો આદર્યા છે.આદિજાતિના શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળીથી લઇને તમામ પ્રકારની સુવિધાઓ આપવા અને તેઓના સર્વાંગી ઉત્કર્ષ કરવા માટે ઉત્તરોત્તર જોગવાઈઓ પણ કરવામાં આવી રહી છે. છેવાડાનો માનવી પણ સુખ, સુવિધા કે સમૃદ્ધિથી વંચિત ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું