અંબાજી સર્કીટ હાઉસ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની મિટિંગ યોજાઈ..
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આરાસુરી અંબાજીના પરિસર માં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની રચના પરદેશ મંત્રી રામજીભાઈ રાયગોર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી..
પત્રકારોનો અવાજ બુલંદ કરવા ભારતમાં પત્રકારોના હિત માટે ગુજરાતના નામાચીક હોસ્પિટલમાં moU કરી પત્રકાર તેના પરિવાર માટે નિશુલ્ક હેલ્થ કવચ પૂરું પાડવા સાથે સાથે ઘણી શિક્ષક સંસ્થા સાથે પત્રકારો ના બાળકો માટે મફત શિક્ષણ આપવામાં અને સાથે સાથે કોરોના કામમાં પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના જીવ ના જોખમે સતત પોતાની જવાબદારી નિભાવી અને ઘણા બધા પત્રકારો પોતાના જીવ ગુમાવ્યા હતા તેના માટે ગુજરાત સરકાર ધારા ધોરણ મુજબ સહયોગ કરવા કટીરૂપ સાબિત થવા દેશના સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અંબાજી ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ પત્રકારોનું અંબાજી ના પત્રકારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય પત્રકાર એકતા સંગઠન ની ગુજરાત અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડિયા,અજયસિંહ પરમાર રાષ્ટ્રીય કોશા અધ્યક્ષ મીનાજ મલિક ગુજરાત સંયોજક રામજીભાઈ,રાજગોર પ્રદેશ મંત્રી, ઝેણુંભા વાઘેલા, પ્રદેશ મહામંત્રી સંગઠન. ઉતર ગુજરાત પ્રભારી, રાજ ગજ્જર જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી, જિલ્લા પ્રભારી કનુજી ઠાકોર, ભલુભા વાધેલા મહામંત્રી, ઉપ પ્રમુખ જગદીશ પઢિયાર કાંકરેજ પ્રમુખ ચેહરસિંહ વાધેલા ની અધ્યક્ષસ્થાને અંબાજી સર્કીટ હાઉસ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની મીટીંગ યોજાઇ હતી. જેમાં અંબાજી દાતા તાલુકા ના મંડળની રચના કરવામાં આવી હતી,જેમાં દાંતા તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઇ ઠાકોર,ઉપ.પ્રમુખ માણેકભાઇ જોશી,મહામંત્રી મંજુલાબેન પ્રજાપતિ,મંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ,સહ મંત્રી લક્ષ્મણસિંહ ઝાલા, ખજાનચિ અરવિંદ અગ્રવાલ,આઇ.ટી.સેલ રોહીતભાઇ ડાયાની ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં અંબાજી તેમજ દાંતા ના પ પત્રકાર મિત્રો મોટી સંખ્યા માં હાજરી આપી હતી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com