સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું.

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું.
"વિશાળ ગગને લહેરાતો તિરંગો અમારી જાન છે,
તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે."
સ્વતંત્રતા દિવસ આપણા રાષ્ટ્ર માટે ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી નોંધપાત્ર દિવસ છે. રાષ્ટ્રમાં આઝાદી લાવવા માટે બહાદુરીથી લડનારાઓના બલિદાનને યાદ કરવા માટે વર્ષમાં એકવાર ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ એ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના સર્વોચ્ચ યોગદાનની ઉજવણી માટે એક મહાન પ્રસંગ છે.
આવા ભવ્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થઈ રહી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા 15મી ઓગસ્ટના રોજ વિવિધ કરતબો કરવામાં આવશે. પોલીસ પરેડ, ડોગ શો, અશ્વ શો ,મોટરસાઇકલ સ્ટંટ કરી દેશની આઝાદીનો જશ્ન મનાવવામાં આવશે.આ કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું.
15મી ઓગસ્ટના કાર્યક્રમમાં અંદાજિત 1600 જેટલા પોલીસ જવાનો ફરજ બજાવશે. પોલીસ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં શસ્ત્ર પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવનાર છે.જેનો અરવલ્લીની જનતા લાભ મેળવે તે આશા પણ જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો