આઝાદી ના અમૃતમહોત્સવ પર્વે રાષ્ટ્રગૌરવમાં ભાગીદાર થવાની અનેરી ક્ષણ એટલે "હર ઘર તિરંગા"...
15 ઓગસ્ટ 2022ના રોજ ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે, ભારત સરકારે સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભારતના લાંબા ઇતિહાસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ ઉત્સવને સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નામ આપવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગતનો એક કાર્યક્રમ “હર ઘર તિરંગા” છે.
“વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઉંચા રહે હમારા” ગીત આપણાં ત્રિરંગાને સમર્પિત છે. ત્રિરંગો જોઈને બાળકોથી લઈને મોટા સૌ કોઈ જોશમાં ભરેલા રહે છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે અને 21 તોપની સલામી અપાય છે. તેમજ સેના ભારતીય ધ્વજનો સમ્માન કરે છે. ઈ.સ. 1947થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે. આ વર્ષનો 75મો “સ્વતંત્ર દિવસ” આવી રહ્યો છે. આ માનનીય દિવસે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ “હર ઘર તિરંગા અભિયાન” ની જાહેરાત કરી છે. આ ક્ષણ ભારતીય નાગરિકો માટે ખૂબ જ ખાસ છે, તેથી વડાપ્રધાને તમામ લોકોને આઝાદી ના અમ્રુત મહોત્સવની ઉજવણી કરવા માટે હર ઘર તિરંગાનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે.
ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ. આ બે દિવસોમાં તિરંગાનુ ખાસ મહત્વ છે. તિરંગાને લઈને આપણાં ભારતીયોનો પ્રેમ જગજાહેર છે. કેમકે આપણા દેશની શાન તિરંગો ઝંડો છે. સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી તિરંગાની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજને દેશના સંવિધાન સભાએ 22 જુલાઈ 1947 એ પસંદ કર્યો હતો. જે હિંદુસ્તાનનો આધિકારિક ધ્વજ બની ગયો. આ ધ્વજને ડિઝાઇન કરનાર એક ખેડૂત અને સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકેયા હતા. કાય઼દાકીય રીતે ભારતના ધ્વજને ખાદીથી બનાવવાનો આદેશ છે. ભારતીય રાષ્ટ્રીય ધ્વજને તિરંગો પણ કહેવાય છે. પણ શું તમે જાણો છો કે તિરંગા શા માટે કહે છે નહી, ત્રણ રંગોથી બનેલો છે રાષ્ટ્રધ્વજ તેથી તેને તિરંગો કહેવાય છે. દરેક રાષ્ટ્રનો પોતાનો એક ઝંડો હોય છે જે જણાવે છે કે આ સ્વતંત્ર રાષ્ટ્ર છે. તિરંગાનું લંબાઈ અને પહોળાઈનું પ્રમાણમાપ 2:3 હોય છે. રાષ્ટ્રધ્વજમાં ઉપર કેસરિયો રંગ પછી વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ રહે છે. 24 આરા ધરાવતું એક ચક્ર છે. જેને અશોક ચક્ર કહેવાય છે. આ દરેક રંગ એક વિશિષ્ટ સંદેશ આપે છે.
કેસરી રંગ:-પહેલા પટ્ટામાં આવતો કેસરી રંગ બલિદાનનું પ્રતિક છે. આ રંગ રાષ્ટ્રના પ્રતિ હિંમત અને નિઃસ્વાર્થ ભાવનાઓને જણાવે છે. આ રંગ હિન્દુ, બૌદ્ધ અને જૈન જેવા ધર્મોના માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે. લોકોમાં એકતા બનાવવાનો પણ આ પ્રતિક ગણાય છે.
સફેદ રંગ:-ભારતીય ઝંડાની વચ્ચે રહે છે સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનું પ્રતિક ગણાય છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનું પણ પ્રતિક ગણાય છે. સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે. સફેદ રંગથી આ શીખ મળે છે કે હંમેશા સચ્ચાઈનાં રસ્તા પર ચાલવું જોઈએ.
લીલો રંગ:- તિરંગાના સૌથી નીચે લીલો રંગ એ વિશ્વાસ, ખુશી, સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રતીક છે. દર્શન શાસ્ત્ર મુજબ લીલો રંગ ઉત્સવનો રંગ છે જે જીવનની ખુશીઓને જુએ છે. લીલો રંગ ભારતમાં હરિયાળીને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ દિલાવે છે કે તેને માટીની બહારના અને આંતરિક દુશ્મનોથી રક્ષા કરવી જોઈએ.
આ ઉપરાંત વચ્ચે આવેલું અશોકચક્ર એ એકતાનું પ્રતિક છે. એ દર્શાવે છે કે દેશનાં તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ.
ઈ.સ. 1906માં પ્રથમવાર ભારતનો બિન સત્તાવાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જે ઈ.સ. 1904માં સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની નિવેદિતાએ બનાવ્યો હતો. જેને 7 ઓગસ્ટ 1906માં બંગાળ વિભાજનના વિરોધમાં પારસી બાગાન ચોક કલકત્તામાં તેને કોંગ્રેસ અધિવેશનમાં લહેવાવવામાં આવ્યો હતો. ઈ.સ. 1917માં બાલ ગંગાધર તિલકે ધ્વજ બનાવ્યો. આ ધ્વજ પર એક યુનિયન જેક હતો, ધ્વજમાં પાંચ લાલ અને લીલા રંગના ચાર પટ્ટા હતા. ઈ. સ. 1921માં મહાત્મા ગાંધીજીના આગ્રહ પર ધ્વજ ડિઝાઈન કરવામાં આવ્યો, જેમાં સફેદ, લીલો અને લાલ રંગ હતો જેમાં ગાંધીજીનો ચરખો હતો, ઈ. સ. 1931માં એક બીજો ધ્વજ ડિઝાઈન કરવામાં આવ્યો જેમાં કેસરી રંગ દર્શાવાયો. ઈ. સ. 1947માં એક સમિતિ બની જે ડૉ. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં ભારતના રાષ્ટ્રીય ધ્વજની પસંદગી કરવા માટે બનાવવામાં આવી હતી, ઈ. સ. 1931ના ધ્વજને ભારતીય ધ્વજના રુપમાં આપનાવવામાં આવ્યો. પણ આ ધ્વજમાં ચરખાના સ્થાને એક અશોકચક્ર રાખવામાં આવ્યુ અને આ રીતે અસ્તિત્વમાં આવ્યો દેશનો રાષ્ટ્રધ્વજ. જેને ડિઝાઈન કર્યો હતો પીન્ગાલી વેંકૈયાએ
ભારતને આઝાદી મળ્યા પછીના છેલ્લા 75 વર્ષોમાં દેશે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. આપણા દેશે વિજ્ઞાન અને ટેક્નોલોજી, તબીબી વિજ્ઞાન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પ્રચંડ પ્રગતિ કરી છે. આ૫ણે હવે વિકાસના ઉચ્ચ સ્થાને છીએ અને તેની ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આમ, આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી એ એવો પર્વ છે, કે જેમાં દરેક ભારતીય નાગરિકે ભાગ લેવો જોઈએ અને ખૂબ જ ગર્વ અનુભવવો જોઈએ.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com